24 એપ્રિલ 30 એપ્રિલ સુધીનું સાપ્તાહિક રાશિફળ

જાણો, જ્યોતિષ પ્રમાણે તમારી રાશિ મુજબ તમારું આ અઠવાડિયું કેવું જશે?

By:
Subscribe to Oneindia News

જાણો જ્યોતિષ પ્રમાણે, તમારી રાશિ મુજબ તમારું આ આખું અઠવાડિયું કેવું જશે? સાથે જ તમારા પરિવારજનોની રાશિ પ્રમાણે પણ અઠવાડિયાનું ભવિષ્ય ફળ વાંચો અહીં. અમારા આ જ્યોતિષ સેક્શનમાં અમે તમને 12 રાશિઓનું આ અઠવાડિયાનું રાશિફળ જણાવીશું. આ અઠવાડિયા દરમિયાન શું કરવું અને શું ન કરવું તે પણ જાણી શકશો. ઉપરાંત આ અઠવાડિયું નોકરી, ધંધા અને પરિવારની દ્રષ્ટિએ કેવું રહેશે તે વિસ્તારથી જાણવા માટે આગળ વાંચતા રહો.

મેષ : જીવનસાથી પર જોર અજમાવવું નહિં

આ અઠવાડિયા દરમિયાન મેષ રાશિના જાતકોને સામાજીક-માનપ્રતિષ્ઠામાં વધારો થવાની શક્યતા છે. પ્રેમ જીવનમાં તમારો ઘમંડ આડે આવી શકે છે. જીવનસાથી પર જોર અજમાવવું તમને ભારે પડી શકે છે. સંતાનેને લઈ થોડી મુશ્કેલી આવી શકે છે. તમારા સ્વભાવમાં આક્રમતા વધશે. સરકારી ખાતામાં નોકરી કરનારાને લાભ થઈ શકે છે.

 • વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું મુશ્કેલીભર્યુ રહેશે.
 • સ્ત્રીઓને ઘરે મહેમાનની સેવા કરવી પડશે.

વૃષભઃ કૌટુંબિક કલેશને કારણે માનસિક અશાંતિ રહેશે

લગ્નજીવનમાં ટકરાવની સ્થિતિને કારણે મનમાં ઉચાટ રહેશે, તેમ છતાં જરૂરિયાતના સમયે જીવનસાથી તમને મદદરૂપ થશે. કૌટુંબિક પ્રવાસે જવાનું આવી શકે છે. કંઈક એવું બનશે જેનાથી કામમાંથી મન ભટકી જશે. વાહન ચલાવતા ટ્રાફિકના નિયમોનું પાલન કરજો. વિદેશ યાત્રાના યોગ જણાઈ રહ્યા છે. સંતાનો સાથે સમય વિતાવવાનો મોકો મળશે.

 • વિદ્યાર્થીઓ મહેનત કરવા તૈયાર રહેજો.
 • સ્ત્રીઓ કામમાંથી સમય કાઢી જીવનસાથી સાથે સમય વિતાવે.

મિથુન : ઉચ્ચ અધિકારી તરફથી લાભ થશે

નોકરી કરનારાને ઉપરીની મદદ મળી રહેવાથી કામમાં સરળતા રહેશે. ઉચ્ચ અધિકારીથી લાભ થવાની પણ શક્યતા છે. જેને કારણે સામાજીક સંબંધો વિકસશે. પ્રેમમાં અહંકાર બંને વચ્ચે ઝગડાનું કારણ બનશે. આ સપ્તાહ દરમિયાન કોઈ સ્ત્રી દ્વારા ઘણી મદદ મળી રહેશે. તમારી આવડત અને કામના વખાણ થશે. કુટુંબનું વાતાવરણ ખુશનુમા રહેશે. ખર્ચા પણ કાબૂ રાખજો.

 • આ અઠવાડિયે પરીક્ષાનું પરિણામ આવી શકે છે.
 • સ્ત્રીઓને કામનો બોજો વધુ રહેશે.

કર્ક : ભાગ્ય તમારી સાથે છે

આ સપ્તાહ દરમિયાન કર્ક રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળી રહેશે. ધાર્મિક કામોમાં રસ જાગશે. પ્રવાસે જવાનો યોગ જણાઈ રહ્યો છે. પ્રેમી સાથે લડ્યા બાદ ફરી ભેગા થશો, બંને સાથે સમય વિતાવી આનંદ મેળવશો. આ સપ્તાહ દરમિયાન ઉચ્ચ પદની પ્રાપ્તિ થશે. શત્રુને માત આપવા સક્ષમ રહેશો. આ અઠવાડિયે કેટલાક નકામા કામો કરી તમારો સમય વેડફશો.

 • વિદ્યાર્થીઓએ એકાગ્ર થવાની જરૂર છે.
 • સ્ત્રીઓએ પોતાના સંબંધોમાં મજબૂતાઈ લાવવા કસોટી પાર કરવી પડે.

સિંહ : અચાનક ધનલાભ થઈ શકે છે

કાર્યક્ષેત્રે તમને લાભ થશે, જેને કારણે સમાજમાં તમારી વાહવાહી થશે. કિસ્મતનો સાથ મળી રહેવાને કારણે તમારા કામો સફળ થશે. અચાનક ધન લાભ થશે. કુટુંબીજનો સાથે વૈચારિક મતભેદની શક્યતા છે. લગ્નજીવનમાં ચેલેન્જોનો સામનો કરવો પડે. પ્રેમીને મનાવીને રાખવામાં ખૂબ મહેનત કરવી પડે. સંતાનોના પ્રશ્નો ચિંતા કરાવશે.

 • વિદ્યાર્થીઓએ પોતાનું લક્ષ્ય મેળવવા હજું પરસેવો પાડવો પડશે. 
 • સ્ત્રીઓને ગેરસમજ થઈ શકે છે, તે માટે ખૂલીને ચર્ચા કરે.

કન્યા : નવા વિચારો અને આઈડિયા વડે આર્થિક લાભ મેળવી શકશો

આ સપ્તાહ દરમિયાન નવા વિચારોનો તમે લાભ મેળવી શકશો, જેથી આર્થિક ફાયદો પણ થશે. લગ્નજીવનમાં સુમેળ સાધી શકાશે. નોકરી કરનારાને કંઈક અંશે મુશ્કેલીનો સામનો કરવો પડે. કુટુંબ માટે તમારી જવાબદારીઓ નિભાવી શકશો નહિં. વિદેશ યાત્રા થઈ શકે છે. દુશ્મનો આ સમયે તમને માત આપી શકે છે.

 • વિદ્યાર્થીઓને લાંબા સમયથી ચાલી આવતી મુશ્કેલીમાં રાહત મળશે.
 • સ્ત્રીઓ પોતાની વાણી પર નિયંત્રણ રાખે.

તુલા : આરોગ્ય કથળતુ જશે

આ અઠવાડિયે તુલા રાશિના જાતકોનું આરોગ્ય કથળતુ જશે. આરોગ્યનું ધ્યાન રાખજો. કેટલાક કામો પૂરાં કરવાનો દ્રઢ નિર્ણય કરી લેશો. શત્રુઓને હરાવી શકશો. સફળ થવા સખત મહેનત કરશો. નોકરી કરનારાને ઉંચું પદ મળવાની શક્યતા છે. નાણાકીય નુકશાન થવાની પણ શક્યતાઓ છે, સાવધાન રહેજો. લગ્નજીવનમાં ચેલેન્જનો સામનો કરવો પડે.

 • વિદ્યાર્થીઓ કેરિયરને લગતા મહત્વના નિર્ણયો લઈ શકે છે.
 • સ્ત્રીઓને શારીરિક મુશ્કેલીઓ આવી શકે છે.

વૃશ્ચિક : તમારા કામથી સંતુષ્ટ રહેશો નહિં

આ અઠવાડિયા દરમિયાન કામનો બોજો વધુ રહેશે, પણ તમને તમારા કામથી સંતુષ્ટિ મળશે નહિં. ગુસ્સામાં વધારો થશે. લગ્નજીવનમાં ખેંચતાણ ચાલ્યા કરશે. કિસ્મતનો સાથ રહેવાને કારણે દુશ્મનો તમને નુકશાન પહોંચાડી શકશે નહિં. ખર્ચામાં વધારો થશે.

 • વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ અનુકૂળ રહેશે
 • જુઠ્ઠા વાયદા કરશો નહિં, નહિંતર તમારા માટે મુશ્કેલી ઉભી થશે.

ધનઃ કૌટુંબિક વાતાવરણ સુખમય રહેશે

આ અઠવાડિયે ધન રાશિના જાતકોનું કૌટુંબિક વાતાવરણ સુખમય રહેશે, કુટુંબ સાથે સમય પસાર કરશો, પ્રવાસે જવાનું આયોજન પણ કરશો. મિલકતની ખરીદી કે વેચાણ માટે સમય સારો છે. કાર્યક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન દેખાડી શકશો. ન ઉકેલાતી સમસ્યાઓ માનસિક તાણ આપશે. આ સમય દરમિયાન તમારી લોન ચૂકતે થઈ જશે.

 • વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું સુખદાયી રહેશે. 
 • સ્ત્રીઓ જીવનસાથી સાથે રોમેંટિક સમય પસાર કરશે.

મકરઃ સુખ સુવિધાના સાધનોની ખરીદી થશે

સરકારી અધિકારીઓ માટે આ સમય અનુકૂળ છે. સુખ-સુવિધાના સાધનની ખરીદી કરશો. આ અઠવાડિયે કોઈ વ્યકિત સાથે નવો સંબંધ બંધાશે તે આવનારા દિવસોમાં તમારા જીવનનીમહત્વની વ્યકિત બનશે. જીવનસાથીનો પૂરો સહકાર રહેશે. ધાર્મિક કામોમાં સક્રિય રહેવાને કારણે ખર્ચા થશે. વાણી પર સંયમ જાળવજો.

 • વિદ્યાર્થીઓ ઓછી મહેનતે સારુ પરિણામ મેળવી શકશે.
 • સ્ત્રીઓ પોતાના સંબંધોને થોડું એકાંત આપે.

કુંભઃ લક્ષ્ય પ્રત્યે દૅઢ સંકલ્પ જાળવી ચાલજો

ઓફિસમાં તમારા કામના વખાણ થશે. લક્ષ્ય પ્રત્યે દ્રઢ સંકલ્પ રહેશે. અચાનક કોઈ લાભ થવાની શક્યતા છે. આ સપ્તાહ દરમિયાન નાનો પ્રવાસ થઈ શકે છે. સારા કામોનું ફળ પ્રાપ્ત થશે. ઘરમાં કોઈ શુભ પ્રસંગની ઉજવણી કરશો.

 • વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ દરમિયાન સફળતા મેળવવું સરળ રહેશે.
 • સ્ત્રીઓને નવા સંબંધો બંધાશે.

મીનઃ નિર્ણયો લેવામાં ઉતાવળા થશો નહિં

આ સપ્તાહ દરમિયાન લગ્નજીવન સુખમય રહેશે. માનસિક સંતુષ્ટિનો અહેસાસ થશે. મહત્વના નિર્ણયો લેવામાં આ સમયે ઉતાવળ કરશો નહિં. સફળ પ્રયત્નો તમને જરૂર લાભ કરાવશે. શબ્દોનો ઉપયોગ સાચવીને કરજો, નહિંતર તેની અસર સંબંધો પર પડી શકે છે. કૌટુંબિક વિવાદને ટાળવાનો પ્રયત્ન કરજો.

 • કેરિયરને લગતો કોઈ મોટો નિર્ણય લેશો. 
 • સ્ત્રીઓને તાણ રહેવાને કારણે નજીકના લોકો પર ગુસ્સો ઉતરશે.

English summary
Read Weekly Forecast, astrology prediction.
Please Wait while comments are loading...