For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રેમ અને ક્ષમાનો દિવસ એટલે 'ગુડ ફ્રાઈડે

ગુડફ્રાઈડેને હોલી ફ્રાઈડે કે ગ્રેટ ફ્રાઈડે પણ કહે છે, આજના દિવસે પ્રભુ ઈસા મસીહ પોતાના અનુયાયીઓના કલ્યાણ માટે સૂલીએ ચઢી ગયા હતા.

By Desk
|
Google Oneindia Gujarati News

ભારત દેશમાં હિંદુ, મુસલમાન, શીખ, ઈસાઈ સિવાય પણ ન જાણે કેટલા ધર્મોના લોકો પોતાના રીત-રિવાજો અને તહેવારો હળી-મળીને ઉજવે છે. ઈસાઈ ધર્મના તહેવારો વિશે હજુ પણ લોકો અજાણ છે. જો કે 25 ડિસેમ્બર દરેક ધર્મના લોકો મનાવે છે પણ ગુડ ફ્રાઈડે હજુ પણ ઘણા ખરા લોકો માટે એક રહસ્ય છે.

jesus

શુ છે ગુડ ફ્રાઈડે?

શુ છે ગુડ ફ્રાઈડે?

આજના દિવસે પ્રભુ ઈસા મસીહ પોતાના અનુયાયીઓના કલ્યાણ માટે સૂલીએ ચઢી ગયા હતા. ગુડ ફ્રાઈડે ઈસાઈઓ માટે પ્રેમ અને ક્ષમાનો દિવસ છે. ઈસુ તેમના અનુયાયીઓને પોતાના પ્રત્યે અપરાધ કરનારા લોકોને પણ માફ કરવાનો સંદેશ આપી ગયા હતા.

40 દિવસ અગાઉથી શરૂ

40 દિવસ અગાઉથી શરૂ

ગુડ ફ્રઈડેની શરૂઆત 40 દિવસ પહેલેથી જ થઈ જાય છે. આ ધર્મના લોકો 40 દિવસ સુધી વ્રત રાખે છે. ગુડ ફ્રાઈડે આ 40 દિવસની સમાપ્તિનો દિવસ હોય છે. ઈસાઈ પૂરાં 40 દિવસ સુધી સંયમ અને વ્રતનું પાલન કરી પોતાના આત્માની શુધ્ધિ કરે છે.

પ્રેમ, ક્ષમા અને આત્માશુધ્ધિનો સંદેશ

પ્રેમ, ક્ષમા અને આત્માશુધ્ધિનો સંદેશ

એવું મનાય છે કે આ ધર્મ પણ પોતાના અનુયાયીઓને પ્રેમ અને ક્ષમા ઉપરાંત પોતાના આત્મની શુધ્ધિકરણનો સંદેશ આપે છે. માન્યતા છે કે ઈસુ શુક્રવારથી શનિવાર સુધી કબરમાં રહેવા છતાં પુનર્જીવિત થઈ ગયા હતા.

 હોલી ફ્રાઈડે, બ્લેક ફ્રાઈડે અથવા ગ્રેટ ફ્રાઈડે

હોલી ફ્રાઈડે, બ્લેક ફ્રાઈડે અથવા ગ્રેટ ફ્રાઈડે

ગુડફ્રાઈડેને હોલી ફ્રાઈડે કે ગ્રેટ ફ્રાઈડે પણ કહે છે. બે ભિન્ન વર્ગો અનુસાર ગુડ ફ્રાઈડેનું અનુમાનિત વર્ષ AD 33 છે, જ્યારે આઈજક ન્યુટને બાઈબલ અને જૂલિયન કેલેન્ડરની વચ્ચેનું અંતર અને ચંદ્રના આકારને આધારે ગણના કરી છે કે તે વર્ષ AD 34 છે.

English summary
Good Friday is a Christian holiday commemorating the crucifixion of Jesus Christ and his death at Calvary.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X