For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મંત્ર જાપ કરનારી માળામાં શા માટે 108 મણકા હોય છે

|
Google Oneindia Gujarati News

[ધર્મભક્તિ] આપે આપના દાદા કે દાદીને ભગવાનની માળા જપતા તો જોયા જ હશે. ભગવાનનું નામ અથવા મંત્ર જાબ કરવા માટે માળા ફેરવવામાં આવે છે. પરંતુ આપને એ વાતનો ખ્યાલ છે ખો કે પૂજામાં મંત્ર જાપ કરવા માટે જે માળાનો ઉપયોગ કરવામાં આવે છે, તેમાં 108 મણકા જ શા માટે લેવામાં આવે છે.

આ પ્રકારની કોઇપણ માળામાં આપને 108થી વધારે મણકા મળશે અને નહીં તેનાથી ઓછા. આની પાછળ એક ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ પણ છૂપાયેલું છે, જેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે.

આવો એક નજર કરીએ એ કારણો પર કે શા માટે માળામાં હોય છે 108 મણકા...

માળા વગર મંત્રજાપ નહીં

માળા વગર મંત્રજાપ નહીં

ધર્મની બાબતમાં એવું કહેવામાં આવે છે કે માળા વગર મંત્ર જાપ કરવાથી કોઇ ફળની પ્રાપ્તિ થતી નથી. આપણા શાસ્ત્રો અનુસાર કહેવામાં આવ્યું છે કે માળા વગર સંખ્યાબંધ જાપનો પૂર્ણ ફળ પ્રાપ્ત નથી થઇ શકતું. જ્યારે પણ આપ મંત્ર જાપ કરો માળાનો પ્રયોગ ચોક્કસ કરો.

આપણી શ્વાસોશ્વાસની ક્રિયા

આપણી શ્વાસોશ્વાસની ક્રિયા

શાસ્ત્રો અનુસાર એક સામાન્ય પૂર્ણ રૂપથી સ્વસ્થ વ્યક્તિ દિવસભરમાં જેટલી વખત શ્વાસ લે છે, તેની સાથે માળાના મોતીઓની સંખ્યા 108 સાથે સંબંધ છે. માની લો કે 24 કલાકમાં એક વ્યક્તિ 21600 વાર શ્વાસ લે છે. દિવસના 24 કલાકમાંથી 12 કલાક રોજીંદા કાર્યોમાં વ્યસ્ત રહે છે અને શેષ 12 કલાકમાં વ્યક્તિ 10800 વખત શ્વાસ લે છે.

શ્વાસમાંથી 108 મણકા

શ્વાસમાંથી 108 મણકા

આ જ સમયમાં દેવી-દેવતાઓનું ધ્યાન કરવું જોઇએ પરંતુ એ સંભવ થઇ શકતું નથી. એટલા માટે 10800 વખત શ્વાસ લેવાની સંખ્યામાંથી પાછળના બે શૂન્યને બાદ કરીને જાપ માટે 108ની સંખ્યા નિર્ધારિત કરવામાં આવી છે. આ સંખ્યાના આધાર પર જાપના માળામાં 108 મોતી હોય છે.

સૂર્યની કળા

સૂર્યની કળા

આ જ પ્રકારે બીજી માન્યતા અનુસાર, માળાના 108 મોતી અને સૂર્યની કળાઓનો સંબંધ છે. એક વર્ષમાં સૂર્ય 216000 કળાઓ બદલે છે. સૂર્ય વર્ષમાં બે વાર પોતાની સ્થિતિ પણ બદલે છે. એટલે માટે સૂર્યની છ માસની એક સ્થિતિમાં 108000 વખત કળાઓ બદલે છે.

સૂર્યની કળામાંથી 108 મણકા

સૂર્યની કળામાંથી 108 મણકા

આ સંખ્યા 108000થી અંતિમ ત્રણ શૂન્ય હટાવી દેવામાં આવ્યા છે અને માળાના 108 મોતી નિર્ધારિત કરવામાં આવ્યા છે. માળાના એક-એક મોતી એક-એક કળાનું પ્રતિક છે. સૂર્ય જ વ્યક્તિને તેજસ્વી બનાવે છે. સમાજમાં માન-સન્માન અપાવે છે. સૂર્ય જ એકમાત્ર સાક્ષાત દેખાતા દેવ છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર

જ્યોતિષશાસ્ત્ર અનુસાર

જ્યોતિષ અનુષાર બ્રહ્માંડને 12 ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. આ 12 રાશિયોમાં 9 ગ્રહ સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ વિચરણ કરે છે. એટલા માટે ગ્રહોની સંખ્યાના ગુણાકાર કરવામાં આવે તો રાશિયોની સંખ્યા 12માં તો સંખ્યા 108 પ્રાપ્ત થાય છે. માળાના મોતિયોની સંખ્યા 108 સંપૂર્ણ બ્રહ્માંડનું પ્રતિનિધિત્વ કરે છે.

English summary
On a mala, or set of mantra counting beads, there are generally 108 beads, or some fraction of that number. The question often arises: Why are there 108 beads on a mala?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X