For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્કઃ 2014માં ભવિષ્યની ચિંતા કરી દેશે તમારી ઉંઘ હરામ

|
Google Oneindia Gujarati News

કર્ક(હી,હૂ,હે,હો,ડા,ડી,ડૂ,ડે,ડો): લખનઉના જ્યોતિષાચાર્ય પંડિત અનુજ કે શુક્લ જણાવી રહ્યાં છે કે કર્ક રાશિ માટે વર્ષ 2014 કેવું રહેશે. જાન્યુઆરી એટલે કે વર્ષની શરૂઆતમાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. મંગળ કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને બુધ પોતાની દિશા બદલીને મકર રાશિમાં આવશે ચંદ્રને છોડીને અન્ય ગ્રહ યથાવત સ્થિતિમાં ભ્રમણ કરશે. આ ગ્રહોની સ્થિતિના આધારે વર્ષની શરૂઆત સારી નહીં રહે. તણાવ બનેલો રહેશે. નોકરી અને ઘર બન્ને સ્થળે તમે તણાવથી ઘેરાયેલા રહેશો.

વર્ષના મધ્યમાં સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરશે. બુધ પણ મિથુન રાશિમાં ગોચર કરશે. શુક્ર વૃષભ રાશિમાં આવશે. મંગળ કન્યામાં અને ગુરુ કર્ક રાશિમાં ભ્રમણ કરવાની શરૂઆત કરશે. શનિ તુલામાં જ ગોચર કરતો રહેશે. આ દરમિયાન અંદાજે બે-ત્રણ મહિના માટે તમારો સમય ઘણો સારો રહેશે, પરંતુ ત્યાર બાદ સમય થોડોક ઉતાર ચઢાવ વાળો રહેશે. અર્ધ સરકારી સંસ્થાઓ સાથે મૈત્રી પૂર્ણ સંબંધ સ્થાપિત થશે. કઠિન પરિશ્રમથી જ ધનની પ્રાપ્તિ થશે. ભવિષ્યની ચિંતાના કારણે ઉંઘ હરામ થશે. આ ઉપરાંત કેટલાક બનતા કાર્યો પણ અટકે તેવી આશંકાઓ છે.

વર્ષના અંતમાં સૂર્ય ધન રાશિમાં સંક્રમણ કરશે અને બુધ પણ સૂર્ય સાથે આવશે. એટલે કે નવેમ્બર અને ડિસેમ્બરમાં સૂર્ય ધન રાશિનો થઇને તમારા છઠ્ઠા ભાવમાં ભ્રમણ કરશે જે તમારા માટે હિતકારી અને લાભકારી સાબિત થશે. નવા કાર્યોને કરવા માટે મન લલચાશે. સાથે જ તમારું ભાગ્ય સંપૂર્ણપણે તમારી સાથે રહેશે. વર્ષના અંતમાં ઘરમાં અનેક ખુશીઓ આવશે. તો ચાલો તસવીરો થકી જાણીએ જાન્યુઆરીથી લઇને ડિસેમ્બર સુધીનું વિસ્તારપૂર્વક રાશિફળ.

1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી

1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી

સૂર્ય 15 જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરશે. મંગળ 1 જાન્યુઆરીએ કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને બુધ 9 જાન્યુઆરીએ મકર રાશિમાં આવશે. ચંદ્રને છોડીને અન્ય ગ્રહ યથાવત સ્થિતિમાં ભ્રમણ કરતા રહેશે. કોઇ કાર્ય માટે કરવામાં આવેલા પરિશ્રમનું ફળ આ મહિને મળતું રહેશે. ભવિષ્ય અંગે ચિંતિત રહેશો. વાહન ચલાવતી વેળા સાવધાની રાખવી. આવશ્કય શરતો પર જ કોઇ સમજૂતિ કરવી નહિંતર પસતાવો કરવો પડશે. સરકારી કાર્યોમાં સફળતાં મળતી રહેશે. ઘરેલુ મામલાઓમાં તણાવ ઉભો થઇ શકે છે. સંતાન પ્રત્યે ચિંતા રહેશે. વિદ્યાર્થી વર્ગને સાવધાન રહેવાની જરૂર છે. આર્થિક સ્થિતિ પહેલાની અપેક્ષા મૂજબ હશે, પરંતુ કર્જ લેવાથી બચો. ખાવા-પિવામાં અનિયમિતતાના કારણે સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે.

1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી

1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી

આ મહિને સૂર્ય 13 જાન્યુઆરીથી કુંભ રાશિમાં આવશે. બુધ ગ્રહ સૂર્ય સાથે કુંભ રાશિમાં ગોચર કરશે. શુક્ર ધન રાશિમાં અને ગુરુ મિથુન રાશિમાં રહેશે. શનિ તુલા રાશિમાં જ ભ્રમણ કરતો રહશે, પરંતુ મંગળ 5 ફેબ્રુઆરીએ કન્યામાંથી તુલા રાશિમાં સંક્રમણ કરશે. જે લોકો ભૌતિક વસ્તુઓના ક્ષેત્ર અથવા કૃષિ સંબંધિત કાર્યો સાથે જોડાયેલા છે, તેમને લાભ મળશે અને ઉન્નતિના માર્ગ પ્રશસ્ત થશે. પરિવારમાં અચાનક મતભેદ ઉત્પન્ન થવાના આસાર છે. સંતાન તરફથી મન પ્રસન્ન રહેશે. ક્રોધ ઘણો આવશે અને સ્વભાવ વધુ ચીડિયો થશે. તમે એકલાપણાનો અનુભવ કરશો, જેનાથી મન ઉંડા વિચારોમાં ડૂબી જશે. સરકારી કાર્યોમાં સાવધાની રાખવી. યુવા વર્ગ અત્યાધિક ભાવુકતારથી બચો. જીવન સાથીના કારણે લાભ મળી શકે છે, અને યાત્રાથી ફાયદો થશે. નવા રોજગારમાં કેટલાક અવરોધો આવશે, પરંતુ જૂનો વ્યાપાર ઠીકઠાક ચાલતો રહેશે.

1 માર્ચથી 31 માર્ચ

1 માર્ચથી 31 માર્ચ

સૂર્ય 15 માર્ચે મીન રાશિમાં પ્રવેશ કરશે. 13 માર્ચે બુધ પણ મીન રાશિમાં આવી જશે. મંગળ કન્યામાં અને શુક્ર મકર રાશિમાં ભ્રમણ કરશે. શનિ અને રાહુ તુલા રાશિમાં અને ગુરુ મિથુન રાશિમાં ગોચર કરશે. ચંદ્રને છોડીને અન્ય ગ્રહ પોતાની યથાવત સ્થિતિમાં જ ગોચર કરશે. સૂર્ય કુંભ રાશિમાં થઇને નવમ ભાવમાં ગોચર કરશે, જેનાથી ભાગ્ય પક્ષમાં મજબૂતી તો આવશે, પરંતુ પિતા-પુત્રમાં વૈચારિક વિરોધ પણ ઉતપન્ન થશે. પોતાના મનમાં આધ્યાત્મિક વિચાર ઉત્પન્ન થશે. કોઇ નજીકની વ્યક્તિથી મન ખિન્ન થઇ શકે છે. મહિનાના અંતમાં કેટલાક લાભ થવાના અવસર પણ આવશે, પરંતુ તેને યોગ્ય રીતે ઝડપવામાં આળસ ના કરતા. કોઇ ઘનિષ્ઠ વ્યક્તિ સાથે મુલાકાત થશે. કેસ સંબંધિત મામલાઓમાં સફળતાં મળશે. કોઇ મહત્વપૂર્ણ નિર્ણય પર સમજી વિચારીને નિર્ણય લો. અચાનક વ્યય વધી શકે છે. જેના કારણે આર્થિક બજેટ બગડી શકે છે. જૂના વિવાદોના ઉકેલાશે અને સંબંધો ફરી બનશે.

1 એપ્રિલથી 30 એપ્રિલ

1 એપ્રિલથી 30 એપ્રિલ

15 એપ્રિલે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે. 5 એપ્રિલે બુધ મીન રાશિમાં આવી જશે. શુક્ર કુંભ અને મંગળ કન્યા રાશિમાં ભ્રમણ કરશે. ચંદ્રને છોડીને અન્ય ગ્રહ પોતાની યથાવત સ્થિતિમાં ભ્રમણ કરશે. મહિનાના બીજા સપ્તાહ બાદ કર્ક રાશિવાળાઓનો સમય સારો વ્યતિત થશે. તમે કોઇના પર પાબંદી ના લગાવો નહિંતર તે તમારો વિરોધ કરી શકે છે. તમે અત્યાધિક વ્યસ્ત રહેશે તેથી તમને નકારાત્મક વિચારો નહીં આવે. તમારામાં એક નવી ઉર્જાનો સંચાર થશે, જે તમારા કાર્ય અને યોજનાઓમાં રામ બાળ સાબિત થશે. નવમનો સૂર્ય પ્રતિયોગી છાત્રોને સફળતાં અપવાશે. કોઇ પાડોસીના દુઃખથી મન દુઃખી થઇ શકે છે. ઘર-પરિવારનું વાતાવરણ પણ સુખદ બની રહેશે, જેનાથી તમને ઘણુ સુખ મળશે. ઘનનો લાભ થશે અને અન્ય કાર્યોમાં અર્થનો વ્યય થશે. બેજવાબદાર કાર્ય કરવાથી છોકરીઓ તમારા પર હાવી થઇ શકે છે.

1 મેથી 31 મે

1 મેથી 31 મે

સૂર્ય 15 મેથી વૃષભ રાશિમાં ગોચર કરવાનું શરૂ કરી દેશે. બુધ પણ 5 મેએ સૂર્ય સાથે આવી જશે. શુક્ર 24 મેએ મેષ રાશિમાં આવશે. ચંદ્રને છોડીને અન્ય ગ્રહ પોતાની યથાવત સ્થિતિમાં ગોચર કરતા રહેશે. કર્ક રાશિના જાતકો માટે દશનનો સૂર્ય અનેક લાભો લઇને આવશે. પરિવારનો સુખ અને સહયોગ પ્રાપ્ત થશે. લાંબા સમયથી પ્રતીક્ષિત કોઇ સમસ્યાનું સમાધાન થશે. રાજકીય કાર્યોથી લાભ મળી શકે છે. એક તરફ કેટલાક લોકોના પદ, પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે તો બીજી તરફ રાજકીય લોકોના જીવનનું ભવિષ્ય સોનેરી રહેશે. કોઇ જરૂરી ઇચ્છાપૂર્તિ થશે. આજે તમારા દ્વારા કોઇ એવું કાર્ય થશે જેનાથી તમારું માન સન્માન વધશે. પરિવાર પ્રત્યે તમારે કર્તવ્યોનું પાલન કરવું પડશે. કોઇ વ્યક્તિને તમે નૈતિક્તાનો પાઠ ભણાવશો. આર્થિક સમસ્યાઓથી છૂટકારો મળશે અને આવકના સ્ત્રોત વધશે જેમાં તમે પરિવારની જરૂરિયાતોને પૂરી કરી શકશો. હસી મજાકને આગળ વધારશો તો કારણ વગર સંબંધોમાં ખટાશ આવી શકે છે.

1 જૂનથી 30 જૂન

1 જૂનથી 30 જૂન

16 જૂને સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરશે. બુધ પણ મિથુન રાશિમાં ગોચર કરશે. શુક્ર 19 જૂને વૃષભ રાશિમાં આવી જશે. મંગળ કન્યા રાશિમાં અને ગુરુ 5 જૂને કર્ક રાશિમાં ભ્રમણ કરશે. શનિ તુલામાં જ ગોચર કરતો રહેશે. કર્ક રાશિના જાતકો માટે 15 જૂન સુધીનો સમય સારો રહેશે, પરંતુ ત્યારબાદનો સમય થોડોક ઉતાર ચઢાવ વાળો રહેશે. અર્ધ સરકારી સંસ્થાઓથી મૈત્રી પૂર્ણ સંબંધ સ્થાપિત થશે. કઠિન પરિશ્રમથી ધનની પ્રાપ્તિ થશે. ભવિષ્યની ચંતિથી ઉંઘ ઓછી આવશે. કોઇપણ કાર્ય ઉતાવળે ના કરો નહિંતર નુક્સાન થશે. પ્રશાસનથી સંબંધિત લોકો સાથે તમારી મુલાકાત થશે. જમીન સંબંધિત કોઇ વિવાદ થઇ શકે છે. પાઇલ્સ રોગી પોતાની ખાન પાન પર વિશેષ ધ્યાન આપો. જીવન સાથીથી પરસ્પર પ્રેમ બની રહેશે અને જીવન ખુશહાલ વ્યતિત થશે.

1 જુલાઇથી 31 જુલાઇ

1 જુલાઇથી 31 જુલાઇ

17 જુલાઇથી સૂર્ય કર્ક રાશિમાં આવશે. બુધ 29 જુલાઇથી કર્ક રાશિમાં પ્રવેશ કરશે. 15 જુલાઇથી મંગળ તુલા રાશિમાં આવી જશે. શુક્ર 14 જુલાઇથી મિથુન રાશિમાં ગોચર કરશે અને ગુરુ કર્કમાં હશે. 13 જુલાઇએ ગુરુ પશ્ચિમમાં અસ્ત થઇ જશે. ચંદ્રને છોડીને અન્ય ગ્રહ પોતાની યથાવત સ્થિતિમાં ભ્રમણ કરતા રહેશે. તમે વિભિન્ન પ્રકારના લોકોને મળશો. તમારી ભાવનાઓ પર નિયંત્રણ રાખો. રાજકીય સંબંધોમાં વધારો થશે. તમારી પ્રતિષ્ઠાને દાવ પર લગાવીને કોઇ કાર્ય ના કરો. પ્રતિષ્ઠિત લોકો સાથે ઉઠવા બેસવાનું થઇ શકે છે. અત્યાધિક ધુમ્રપાન ના કરો. મનોરંજનના સાધન ઉપલબ્ધ થશે. બાળકો સાથે સમય વ્યતિત થશે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં અનુકૂળતા બની રહેશે. 13 જુલાઇ બાદ સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. પ્રેમ સંબંધમાં તમારા સાથી પ્રત્યે ઉદાસીનતા ઉત્પન્ન થઇ શકે છે.

1 ઑગષ્ટથી 31 ઑગષ્ટ

1 ઑગષ્ટથી 31 ઑગષ્ટ

18 ઑગષ્ટે સૂર્ય પોતાની સિંહ રાશિમાં ગોચર કરવાનો પ્રારંભ કરશે. 13 ઑગષ્ટે બુધ પણ સૂર્ય સાથે ભ્રમણ કરવાનું શરૂ કરી દેશે અને શુક્ર કર્ક રાશિમાં ગોચર કરશે. ચંદ્ર ઉપરાંત અન્ય ગ્રહ પોતાની યથાવત સ્થિતિમાં ગોચર કરતા રહેશે. આ મહિનો તમારા માટે સામાન્ય ફળદાયક રહેશે. બેજવાબદાર લોકો સાથે નજીકતા ના કેળવો. સંતાન પ્રત્યે ઉદાસીનતાના ભાવ ઉત્પન્ન થશે. માનસિક સમસ્યાઓમાં ઘટાડો થશે. રાજીકીય લોકો સાથે ઉઠવા બેસવાનું થશે જેના દૂરાગામી પરિણામ હિતકર સાબિત થશે. ન્યાયિક લોકો સાથે પારિવારિક સંબંધો બનશે. બહુઆયામી ઉદ્દેશ્યોમાં પૂર્તિ થશે. તમારા હિતોની રક્ષા કરવા માટે આકરો સંઘર્ષ કરવો પડી શકે છે. આવક અને વ્યયની સમાનતાથી સ્થિતિ બની રહેશે અને પરિવારમાં ધનનો વ્યય વધુ થશે. ફરવાની તકો મળશે અને જીવન શાનદાર પસાર થશે.

1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર

1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર

18 સપ્ટેમ્બરે સૂર્ય કન્યા રાશિમાં સંક્રમણ કરશે. 21 સપ્ટેમ્બરે બુધ તુલા રાશિમાં પ્રવેશ કરશે અને શુક્ર 26 સપ્ટેમ્બર કન્યા રાશિમાં ભ્રમણ કરશે અને 5 સપ્ટેમ્બરે મંગળ વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે. ચંદ્રને છોડીને અન્ય ગ્રહ યથાવત રાશિમાં ગોચર કરતા રહેશે. સૂર્યનું કન્યા રાશિમાં ગોચર કરવું તમારા માટે લાભકારી પ્રતીત થશે. ધાર્મિક કાર્યોમાં તમે ભાગ લેશો. કોઇ કાર્યને લઇને દુવિધાજનક સ્થિતિ બનશે. વૃદ્ધ લોકોના આશિર્વાદ મળશે. શુભ સમાચાર પ્રાપ્ત થશે, જેનાથી મન પ્રસન્ન રહેશે. માનસિક અવરોધ ઉત્પન્ન થઇ શકે છે. કોઇ વિદ્વાન વ્યક્તિનું સાનિધ્ય પ્રાપ્ત થશે. મિત્રોનો સહયોગ પ્રાપ્ત થશે. વ્યર્થની ભાગદોડ આગળ જતા કામ આવશે. કોઇ એવું કાર્ય કરવું પડી શકે છે, જેમાં કટિબદ્ધતા આવશ્યક હશે. માતાના સાનિધ્યથી જીવનમાં સુખ પ્રાપ્ત થશે. રોજગારમાં ઉપભોક્તાઓના ઘણી વૃદ્ધિ થશે. કારકિર્દીની દિશામાં ચાલી રહેલા પ્રયાસ સાર્થક સાબિત થશે. પ્રેમ સંબંધોમાં મીઠાશ આવશે.

1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર

1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર

સૂર્ય 18 ઓક્ટોબરે પોતાની નીચ રાશિ તુલામાં પ્રવેશ કરશે. બુધ 17 ઓક્ટોબરે કન્યામાં આવશે અને 20 ઓક્ટોબરે શુક્ર તુલા રાશિમાં ભ્રમણ કરશે. ચંદ્રને છોડીને અન્ય ગ્રહ પોતાની યથાવત સ્થિતિમાં ગોચર કરતા રહેશે. નીચનો સૂર્ય તમને ન્યૂનાધિક ફળ જ આપશે. પરિવારમાં અનેક પ્રકારના ક્લેશ ઉત્પન્ન થઇ શકે છે. વાણી પર નિયંત્રણ અન્યથા કારણ વગર વિવાદ થઇ શકે છે. નૈતિક જવાબદારીઓનો ભાર વધી શકે છે. કોઇ મુલ્યવાન વસ્તુની ચોરી થઇ શકે છે. ધાર્મિક કાર્યોમાં રૂચિ વધશે. કોઇ કારણવશ તમારું મન અસ્થિર રહેશે. કોઇ જૂના મિત્રો તમારી મદદ કરી શકે છે. આકર્ષણમાં આવીને તમારો સમય બરબાદ ના કરો કારણ કે સમયથી વધારે ના તો કોઇ શક્તિશાળી છે અને ના તો મહત્વપૂર્ણ. ધન કમાવવામાં નૈતિક્તા આડી આવશે. ખર્ચામાં કેટલોક કાપ મુકવાથી સકૂન મળશે. ઘરેલું કારણોથી જીવન સાથીમાં અનબન થઇ શકે છે.

1 નવેમ્બરથી 30 નવેમ્બર

1 નવેમ્બરથી 30 નવેમ્બર

સૂર્ય 17 નવેમ્બરે વૃશ્ચિક રાશિમાં આવશે અને 5 નવેમ્બરે બુધ તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યાં છે. 13 નવેમ્બરે શુક્ર વૃશ્ચિક રાશિમાં, મંગળ ધન રાશિમાં તથા 3 નવેમ્બરે શનિ વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરવાની શરૂઆત કરશે. ચંદ્રને છોડીને અન્ય ગ્રહ યથાવત રાશિમાં ગોચર કરતા રહેશે. શનિનું વૃશ્ચિક રાશિમાં ગોચર કરવાનો અર્થ છે કે આ મહિનો તમારી જીવન રાશિમાં કોઇ મોટો પરિવર્તન લાવશે. આ પરિવર્તનથી થોડોક લાભ થશે તો કેટલીક સમસ્યાઓ પણ ઉભી થશે. રચનાત્મક કાર્યોમાં વૃદ્ધિ થશે. પ્રતિયોગી છાત્રોને કેટલીક તકો પ્રાપ્ત થશે. આર્થિક પક્ષ-કોઇ મોટી રકમ ઘરે પરત ફરી શકે છે. સમયને જોઇને લાભ મેળવો. શારીરિક સ્વાસ્થ્ય સારુ રહેશે, પરંતુ માનસિક ઉર્જા ઓછી રહેશે. પ્રેમના સંબંધોમાં તમે તમારી વાત સારી રીતે કહી શકશો, કારણ કે સમય તમારે અનુકુળ છે.

1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર

1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર

17 ડિસેમ્બરે સૂર્ય ધન રાશિમાં સંક્રમણ કરશે અને 14 નવેમ્બરે બુધ પણ સૂ્ય સાથે આવશે. 30 ડિસેમ્બરે શુક્ર અને મંગળ મકર રાશિમાં ભ્રમણ કરશે. ચંદ્રને છોડીને અન્ય ગ્રહ યથાવત રાશિમાં ગોચર કરતા રહેશે. સૂર્ય ધન રાશિમાં થઇને તમારા છઠ્ઠા ભાવમાં ભ્રમણ કરશે જે તમારા માટે હિતકારી અને લાભકારી સાબિત થશે. નવા કાર્યોને કરવા માટે મન લાલચાશે. સંતાનમાં દાયિત્વોની પૂર્તિ થશે. સામાજિક કાર્યોના કારણે તમારું માન સમ્માનમાં વૃદ્ધિ થશે. ઓફિસમા કર્મચારીઓ સાથે મૈત્રી પૂર્ણ સંબંધ સ્થાપિત થશે. વાણીમાં મધુરતા લાવવાનો પ્રયાસ કરો. શિક્ષાની ઉપયોગિતાના સાબિત કરવાની તક મળશે. પરિવારની ઉન્નતિ થશે જેને જોઇને તમને આનંદ થશે. ગૃહ ઉપયોગી ભૈતિક વસ્તુઓની ખરીદી કરવાની તક પ્રાપ્ત થશે. તન અને મન બન્ને તરફથી તમે ઉર્જાવાન મહેસૂસ કરશો. વૈવાહિક જીવનમાં સ્થિરતા આવશે જેનાથી પ્રેમમાં ગંભીરતા આવશે.

English summary
Read year horoscope, astrology and predictions of 2013 in hindi. Get the complete year prediction for 2013. Year prediction of cancer. Varshphal 2013 of your zodiac sign will help you.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X