For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાત્રે આવતા સ્વપ્નો તમારા ભવિષ્યની ઝાંખી આપે છે...

સપનાઓનું અર્થઘટન એ સપનાઓને અર્થ આપવાની પ્રકિયા છે, જ્યોતિષ વિદ્યા પ્રમાણે સપના હંમેશા તમારા જીવનના ઉતાર-ચઢાવ સુચવે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

માણસ હોય કે પ્રાણી, ઊંઘમાં દરેકને સપના આવતા હોય છે. ફરક માત્ર એટલો જ છે કે, વ્યકિત પોતાના સ્વપ્નો વિશે બીજાને જણાવી શકે છે. કેટલાક સપના યાદ રહેતા હોય છે, જ્યારે કેટલાક સપના સવાર પડતાની સાથે આપણી સ્મૃતિમાંથી ભૂંસાઈ જાય છે. પરંતુ શું તમને ખબર છે, ઘણીવાર સપનામાંથી માણસને તેના ભવિષ્યની ઝાંખી મળતી હોય છે? જરૂર છે માત્ર યોગ્ય અર્થઘટનની. આજે આપણે આવા વિવિધ સપનાઓનો અર્થ જાણવાનો પ્રયત્ન કરીશું.

અહીં વાંચો - રાત્રે આવતાં સ્વપ્નોનું અર્થઘટન ભાગ - 1અહીં વાંચો - રાત્રે આવતાં સ્વપ્નોનું અર્થઘટન ભાગ - 1

DREAMS
  • સપનામાં ઉંચાઈએ ચઢવું એટલે પદોન્નતિ કે પ્રસિદ્ધિ થવી.
  • સપનામાં નદીનું પાણી પી રહ્યા છો તો, રાજ્યથી તમને લાભ થશે.
  • બિલાડીના દર્શન થવા એટલે ચોર કે કોઈ દુશ્મનનો સામનો કરવાનો આવશે.
  • સપનામાં ધરતી પર પથારી પાથરવી એટલે દીર્ઘાયુ અને સુખ-સમૃદ્ધિમાં વધારો થવો.
DREAMS
  • જો તમે સપનામાં સફેદ ફૂલ જુઓ તો માની લેવું કે, તમને દુઃખમાંથી છૂટકારો મળી જશે.
  • સપનામાં લાલ ફૂલ જોવું એટલે પુત્ર દ્વારા સુખ અને ભાગ્યમાં વૃદ્ધિ.
  • સપનામાં તલવાર જોવી એટલે યુદ્ધમાં વિજય થવો.
  • સપનામાં જાડા બળદ કે ગાય દેખાય તો લાભ અને દુબળા દેખાય તો નુકશાન
  • સપનામાં ઘર બનાવતા જોવું એટલે પ્રસિદ્ધિ મળવી.
  • સપનામાં ઘાસનું મેદાન જોવું એટલે ધનનો સંગ્રહ કરવો.
  • જો તમને સપનામાં ઘોડો દેખાય તો-સમજો તમારી મુશ્કેલીઓ દૂર થવાની છે.
DREAMS
  • સપનામાં શિયાળ જોવું એટલે સંબંધી દ્વારા દગો મળવો.
  • સપનામાં મોતી દેખાવું એટલે કુટુંબમાં દિકરીનો જન્મ થવો.
  • સપનામાં લોખંડ જોવું એટલે કોઈ ધનપતિ દ્વારા લાભ થવો.
  • સપનામાં મડદાનું પોકારવું એટલે દુઃખ અને મુશ્કેલી આવવી.
  • સપનામાં મડદા સાથે વાત કરવી એટલે ઈચ્છાઓ પૂરી થવી.
  • સપનામાં બજાર જોવું એટલે દરિદ્રતા દૂર થવી.
  • સપનામાં દિવાલ પર ખીલી ઠોકી રહ્યા છો તો એનો અર્થ છે, કોઈ વૃદ્ધ દ્વારા લાભ
DREAM
  • સપનામાં દાતણથી દાંત સાફ કરી રહ્યા છો તો એનો અર્થ છે, પાપનું પ્રાયશ્ચિત કરવાથી સુખ મળશે.
  • સપનામાં દાંત તૂટતા જોવું એટલે દુઃખો અને મુશ્કેલીઓનો સામનો કરવો.
  • સપનામાં ઘરનો દરવાજો બંધ જોવો એટલે મુશ્કેલીઓ આવવી.
  • સપનામાં કાદવ જોવો એટલે નકામી ચિંતાઓ વધવી.
  • સપનામાં સોપારી જોવી એટલે રોગોમાંથી મુક્તિ થવી.
  • સપનામાં ધુમાડો જોવો એટલે કોઈ વિવાદમાં ફસાવવું.
  • સપનામાં દોરડું જોવાનો અર્થ છે પ્રવાસમાં મુશ્કેલી આવવી.
  • સપનામાં રોટલી દેખાય તો ધનમાં વધારો અને પદોન્નતિ થવી.
  • સપનામાં પ્રકાશ દેખાવો એટલે આધ્યાત્મિક ઉર્જા પ્રાપ્ત થવી.
  • સપનામાં રૂ દેખાવું એટલે આરોગ્યમાં લાભ થવો.
  • સપનામાં ભૂકંપ જોવો એટલે સંતાનને મુશ્કેલી આવવી.
  • સપનામાં સીડી જોવી એટલે સુખ-સંપત્તિમાં વધારો.
  • સપનામાં સુરાહી દેખાય તો કોઈ ખોટી સોબતમાં ફસાઈ શકો છો.
English summary
Dream interpretation is the process of assigning meaning to dreams. According to Astrology, dream always indicates the ups and downs in your life.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X