For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં ધૂમ મચાવતી ટોપ 10 એસયુવી, કિંમત 10 લાખની અંદર

|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટોમોબાઇલ હોય કે પછી વૈશ્વિક ઓટો બજાર, એસયુવી પોતાનું માર્કેટ જાળવી રાખવામાં સફળ રહી છે અને તેના જ કારણે બજારમાં નીતનવા ફીચર્સ સાથે આ શાનદાર કાર્સનું લોન્ચિંગ સમયાતંરે થતું રહે છે. ભારતની વાત કરવામાં આવે તો ટાટા, મહિન્દ્રાથી માંડીને વિવિધ કાર નિર્માતાઓ દ્વારા પોતાની એસયુવી લોન્ચ કરવામાં આવે છે, જેમાં વૈભવી કાર નિર્માતાઓની એસયુવી પણ સામેલ છે. મહિન્દ્રા દ્વારા તાજેતરમાં જ પોતાની જાણીતી અને લોકપ્રીય એસયુવી સ્કોર્પિયોનું અપગ્રેડ વર્ઝન લોન્ચ કર્યું હતું. જેને ખાસી લોકપ્રીયતા મળી રહી છે.

ભારતીય બજારમાં અનેકવિધ કિંમત અને ફીચર્સ સાથે એસયુવી લોન્ચ થાય છે, પરંતુ જો તમારું બજેટ ફિક્સ હોય અને તમે 10 લાખની અંદર કોઇ શાનદાર એસયુવી ખરીદવા માગતા હોય તો તમારી સામે એક લાંબી યાદી આવી જશે. આજે અમે અહીં એવી જ ટોપ 10 એસયુવી અંગે જણાવી રહ્યાં છીએ જેની કિંમત 10 લાખની અંદર છે અને જે સામાન્ય માનવીનું દિલ જીતી શકે તેવી છે, તો ચાલો તસવીરો થકી તેના પર નજર ફેરવીએ.

ફોર્ડ ઇકોસ્પોર્ટ

ફોર્ડ ઇકોસ્પોર્ટ

કિંમતઃ- 6.15થી 9.49 લાખ રૂપિયા
એન્જીનઃ- 1498 સીસી, 1.5 લિટર 16વી ટીડીસીઆઇ ડીઝલ એન્જીન, 3750 આરપીએમ પર 89.75 બીએચપી અને 2000-2750 આરપીએમ પર 204 એનએમ ટાર્ક
એવરેજઃ- 22.7 કિ.મી પ્રતિ લિટર

મહિન્દ્રા સ્કોર્પિયો

મહિન્દ્રા સ્કોર્પિયો

કિંમતઃ- 8.0થી 12.5 લાખ રૂપિયા
એન્જીનઃ- 2179 સીસી, 2.2-લિટર 16વી એમહૉવાક સીઆરડીઇ એન્જીન, 4000આરપીએમ પર 120બીએચપી, 1800-2800આરપીએમ પર 290એનએમ
એવરેજઃ- 9.02 કેએમપીએલ / 12.05 કેએમપીએલ

રેનો ડસ્ટર

રેનો ડસ્ટર

કિંમતઃ- 7.86થી 11.79 લાખ રૂપિયા
એન્જીનઃ- 1461 સીસી, 1.5 લિટર 16વી કે9કે ડીઝલ એન્જીન, 3750 આરપીએમ પર 83.8 બીએચપી અને 1900 આરપીએમ પર 200 એનએમ ટાર્ક
એવરેજઃ- 20.45 કિ.મી પ્રતિ લિટર

મહિન્દ્રા બોલેરો

મહિન્દ્રા બોલેરો

કિંમતઃ- 5.9થી 7.8 લાખ રૂપિયા
એન્જીનઃ- 2523 સીસી, 2.5-લિટર એમ2ડીઆઇસીઆર ડીઝલ એન્જીન, 3200આરપીએમ પર 62.08બીએચપી, 1400-2200આરપીએમ પર 195એનએમ
એવરેજઃ- 12.4 કેએમપીએલ / 15.96 કેએમપીએલ

ટાટા સુમો

ટાટા સુમો

કિંમતઃ- 6.0થી 7.6 લાખ રૂપિયા
એન્જીનઃ- 2956 સીસી, 3.0-લિટર 8વી સીઆર4 ડીઝલ એન્જીન, 3000આરપીએમ પર 83.8બીએચપી, 1000-2000આરપીએમ પર 250એનએમ
એવરેજઃ- 12.0 કેએમપીએલ / 15.3 કેએમપીએલ

ટાટા સફારી

ટાટા સફારી

કિંમતઃ- 8.3થી 9.7 લાખ રૂપિયા
એન્જીનઃ- 2179 સીસી, 2.2 લિટર 16વી ડીકોર એન્જીન, 4000 આરપીએમ પર 138.1 બીએચપી અને 1700-2700 આરપીએમ પર 320 એનએમ ટાર્ક
એવરેજઃ- 8.32 કેએમપીએલ શહેરમાં અને 11.57 કેએમપીએલ હાઇવે પર

મારુતિ સુઝુકી એર્ટિગા

મારુતિ સુઝુકી એર્ટિગા

કિંમતઃ- 6.1થી 8.8 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1373 સીસી, 1.4 લિટર 16વી કે સિરિઝ પેટ્રોલ એન્જીન, 6000 આરપીએમ પર 93.7 બીએચપી અને 4000 આરપીએમ પર 130 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1248 સીસી, 1.3 લિટર 16વી ડીડીઆઇએસ ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 88.8 બીએચપી અને 1750 આરપીએમ પર 200 એનએમ ટાર્ક
એવરેજઃ-12.3 કેએમપીએલ શહેરમાં અને 16.02 કેએમપીએલ હાઇવે પર(પેટ્રોલ), 17.2 કેએમપીએલ શહેરમાં અને 20.77 કેએમપીએલ હાઇવે પર(ડીઝલ)

આઇસીએમએલ ર્હિનો આરએક્સ

આઇસીએમએલ ર્હિનો આરએક્સ

કિંમતઃ-6.4થી 9.3 લાખ રૂપિયા
એન્જીનઃ- 1994 સીસી, 2 લિટર, 16વી સીઆરડીએફઆઇ એન્જીન, 4000 આરપીએમ પર 120 બીએચપી અને 2500 આરપીએમ પર 270 એનએમ ટાર્ક
એવરેજઃ- 8.6 કેએમપીએલ શહેરમાં અને 11.12 કેએમપીએલ હાઇવે પર

મારુતિ જીપ્સી

મારુતિ જીપ્સી

કિંમતઃ- 5.6થી 6.1 લાખ રૂપિયા
એન્જીનઃ- 1298 સીસી, 1.3 લિટર 16વી જી13બી એમપીએફઆઇ ગેસોલીન એન્જીન, 6000 આરપીએમ પર 80 બીએચપી અને 4500 આરપીએમ પર 103 એનએમ ટાર્ક
એવરેજઃ- 8.45 કેએમપીએલ શહેરમાં અને 11.96 કેએમપીએલ હાઇવે પર

મહિન્દ્રા થાર

મહિન્દ્રા થાર

કિંમતઃ- 4.8થી 7.4 લાખ રૂપિયા
એન્જીનઃ- 2498 સીસી, 2.5-લિટર 16વી એનઇએફ ટીસીઆઇ-સીઆરડીઇ ડીઝલ એન્જીન, 3800આરપીએમ પર 103.6બીએચપી, 1800-2000આરપીએમ પર 247એનએમ
એવરેજઃ- 13.25 કેએમપીએલ / 16.55 કેએમપીએલ

English summary
10 Best SUVS Under 10 Lakhs in india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X