For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિન્દ્રાએ લોન્ચ કર્યુ નવુ સ્કૂટર ગસ્ટો, જાણો શું છે ખાસ

|
Google Oneindia Gujarati News

મહિન્દ્રા ટૂ વ્હીલર્સ દ્વારા ભારતીય ઓટોમોબાઇલના સ્કૂટર સેગ્મેન્ટમાં પોતાનું નવુ સ્કૂટર ગસ્ટોને તાજેતરમાં લોન્ચ કર્યું છે. આ ભારતીય ઓટોમોબાઇલ કંપનીએ પોતાની આ નવી પ્રોડક્ટને વિકસાવવામાં ઘણો જ સમય લગાવ્યો છે. આ ટૂ વ્હીલર સેગ્મેન્ટમાં અપેક્ષાકૃત નવી પ્રોડક્ટ છે. મહિન્દ્રા દ્વારા આ સ્કૂટર બનાવવાની જાહેરાત કરવામાં આવી ત્યારથી લઇને તેને લોન્ચ કરવામાં આવ્યું તે પહેલા તેના અનેક નામો ચર્ચામાં આવ્યા હતા. જેમાં પહેલા તેને જી101 કહેવામાં આવી રહ્યું હતું, આ સિવાયના અનેક નામોએ પણ અફવાનું બજાર ગરમ કર્યું હતું. જોકે મહિન્દ્રા ટૂ વ્હીલર્સે પોતાના નવા સ્કૂટરનું નામ ગસ્ટો રાખ્યું છે, જેનો અર્થ ઝપાટાભેર આવતો પવન એવો થાય છે.

આ સ્કૂટરનું નિર્માણ અને ડેવોલોપ મહિન્દ્રાના એન્જીનીયર્સ દ્વારા કરવામાં આવ્યું છે. દેખાવ અંગે વાત કરીએ તો મહિન્દ્રા ખરા અર્થમાં પોતાના આ ઉદ્દેશ્યથી આગળ વધી ગયું છે. કંપનીએ પોતાના આ સ્કૂટરમાં આકર્ષક ડિઝાઇન ઉપરાંત અનેક ફીચર્સ આપ્યા છે, જે સ્કૂટર પ્રેમીઓને ઘણા સારા લાગી શકે છે અને આ ફીચર્સના જોરે ગસ્ટો બજારમાં રહેલા તેના પ્રતિસ્પર્ધી સ્કૂટરને આગામી સમયમાં ચોક્કસપણે મજબૂત ટક્કર આપશે, તો ચાલો તસવીરો થકી જાણીએ કે મહિન્દ્રાએ પોતાના આ નવા સ્કૂટરમાં શું શું ખાસિયતો આપી છે, જે જાણવા જેવી છે.

આ પણ વાંચોઃ- એન્ટ્રી લેવલની કઇ કાર સારી? અલ્ટો K10, ઇઓન કે ડટ્સન ગો
આ પણ વાંચોઃ- ભારતે વિદેશમાં એક્સપોર્ટ કરેલી ટોપ ટેન કાર્સ
આ પણ વાંચોઃ- ભારતમાં વેચાતી ટોપ 10 સૌથી મોંઘી બાઇક, કિંમત 26 લાખ સુધી

મહિન્દ્રાનું નવું સ્કૂટર ગસ્ટો

મહિન્દ્રાનું નવું સ્કૂટર ગસ્ટો

મહિન્દ્રાએ લોન્ચ કરેલા ગસ્ટો સ્કૂટર અંગે વધુ જાણવા માટે તસવીરો પર ક્લિક કરો.

2014 મહિન્દ્રા ગસ્ટો

2014 મહિન્દ્રા ગસ્ટો

મહિન્દ્રા દ્વારા 29 સપ્ટેમ્બર 2014ના રોજ પોતાના નવા ગ્લોબલ સ્કૂટર ગસ્ટોને લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં ડીએક્સ વર્ઝનની કિંમત 43 હજાર અને વીએક્સ વર્ઝનની કિંમત 47 હજાર રાખવામાં આવી છે.

ગસ્ટોની ફ્રન્ટ ડિઝાઇન

ગસ્ટોની ફ્રન્ટ ડિઝાઇન

મહિન્દ્રાના ડિઝાઇનર્સે આ સ્કૂટરને આગળની તરફ યુનિક ડિઝાઇન આપી છે. આપણા કરન્ટ માર્કેટમાં ઉપલબ્ધ અન્ય સ્કૂટર્સની સરખામણીએ ગસ્ટોની ડિઝાઇનમાં કોઇ જ ખામી જણાતી નથી. પ્રથમ દ્રષ્ટિએ કાં તો તમે ગસ્ટોની ડિઝાઇનને પસંદ કરી શકો છો અથવા તો તેને અવગણી શકો છો.

ગસ્ટોનો સાઇડ વ્યૂ

ગસ્ટોનો સાઇડ વ્યૂ

સાઇડ વ્યૂની વાત કરવામાં આવે તો ગસ્ટોમાં વિપુલ ડિમેન્શન્સ ફીચર્સ છે. સાઇડ વ્યૂમાં ગસ્ટોની સ્ટાઇલિંગ ધારદાર છે, પરંતુ રહસ્યમયી પણ છે. સ્કૂટરમાં મોટા મિરરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી તમે સ્કૂટરની પાછળનો આખો વ્યૂ જોઇ શકો છો.

મહિન્દ્રા ગસ્ટોનો રીયર વ્યૂ

મહિન્દ્રા ગસ્ટોનો રીયર વ્યૂ

ગસ્ટોમાં યુનિક ઓવર ટાયર ટાઇપ રીયર લાઇટ સિસ્ટમ આપવામાં આવી છે. સેન્ટ્રમાં આકર્ષક બ્લેક એપ્લિક છે, જેની આસપાસ મહિન્દ્રાનો લોગો છે. ગ્રાબ રિલ પાતળી છે અને પકડવામાં સહેલી છે. ગસ્ટોમાં થોડુંક પહોળું હેન્ડલબાર્સ છે.

રાઇડ અને હેન્ડલિંગ

રાઇડ અને હેન્ડલિંગ

સ્કૂટર એન્જીનમાં મહિન્દ્રાના એન્જીનીયર્સે શાનદાર કામ કર્યું છે. તે ઘણું જ રિફાઇન્ડ, સ્મૂથ અને ઘણો જ ઓછો એન્જીન અવાજ ધરાવે છે. તેમજ હેન્ડલિંગમાં પણ સારું છે, તેમાં ફ્રન્ટ સન્સપેન્શન ટેલિસ્કોપિક છે અને તેમાં એમઆરએફના 12 ઇન્ચના ટ્યૂબલેસ ટાયર્સ છે.

કમ્ફર્ટ અને રાઇડિંગ પૉશ્ચર

કમ્ફર્ટ અને રાઇડિંગ પૉશ્ચર

સીટ વાઇડ, સોફ્ટ અને પ્રભાવશાળી કમ્ફર્ટની ઓફર કરે છે. તેમાં સૌથી મહત્વની વાત રાઇડર માટે એ છેકે તેમાં હાઇટ એડ્જેસ્ટ આપવામાં આવ્યું છે. હાઇટ એડજેસ્ટ થકી મહિન્દ્રા ગસ્ટો શ્રેષ્ઠ રાઇડિંગ પોશ્ચરની ઓફર કરે છે.

મહિન્દ્રા ગસ્ટોમાં હાઇટ એડજેસ્ટ

મહિન્દ્રા ગસ્ટોમાં હાઇટ એડજેસ્ટ

સ્કૂટરમાં હાઇટ એડજેસ્ટની ઓફર કરતી કંપનીએ એકમાત્ર સ્કૂટર મેન્યુફેક્ચરર છે. આ ડિવાઇસ સિમ્પલ અને સ્માર્ટ છે. તે બે પોઇન્ટ સુધી એડજેસ્ટ થઇ શકે છે. પહેલું ઉંચા રાઇડર્સ માટે અને બીજું ઠીંગણા રાઇડર્સ માટે. હાલ એની વચ્ચેના સેટ અપને આપવામાં આવ્યું છે.

અન્ડર સીટ સ્ટોરેજ

અન્ડર સીટ સ્ટોરેજ

ગસ્ટોમાં મહિન્દ્રાએ સારું અન્ડર સીટ સ્ટોરેજ આપ્યું છે. જેમાં તમે હાફ ફેસ હેલમેટને સારી રીતે રાખી શકો છો. અમે તેમાં કેમેરા બેગ રાખી જોઇ જે આરામથી આવી ગઇ હતી. આ ઉપરાંત મહિન્દ્રાએ વધુ સ્ટોરેજ માટે ગ્લવ બોક્સ પણ આપ્યું છે.

ફ્રન્ટ કિક

ફ્રન્ટ કિક

સ્કૂટરમાં કિકનું ફિટિંગ સારી રીતે કરવામાં આવ્યું છે, જો તમે સ્કૂટરને કિક વડે શરૂ કરવા માગતા હોવ તો તેને મેઇન સ્ટેન્ડમાં આરામથી શરૂ કરી શકો છો. આ ઉપરાંત તે મહિલાઓ માટે ઘણી જ સરળ છે, મહિલા રાઇડર્સને સામાન્ય રીતે સ્કૂટરમાં કિક શોધવામાં અડચણો ઉભી થતી હોય છે.

ઇન્સ્ટ્રૂમેન્ટ કોન્સલ અને સ્ટોરેજ

ઇન્સ્ટ્રૂમેન્ટ કોન્સલ અને સ્ટોરેજ

ગસ્ટોમાં એનાલોગ કોન્સલ આપવામાં આવ્યો છે, આ ઉપરાંત ડીજીટલ કોન્સલ પણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ઇન્સ્ટ્રુમેન્ટ કોન્સલ આપવામાં આવ્યું છે, જેમાં તમે વોલેટ, મોબાઇલ ફોન અથવા કોઇ બેઝિક વસ્તુને સ્ટોર કરી શકો છો.

બટન અને પ્લાસ્ટિક ક્વૉલિટી

બટન અને પ્લાસ્ટિક ક્વૉલિટી

પ્લાસ્ટિક ક્વૉલિટી હાર્ડ અને ટચમાં સારાપણાની અનુભૂતિ કરાવતી નથી. હેન્ડલ ગ્રીપની નજીક સરળતાથી એક્સેસ કરી શકાય તે રીતે બટન લગાવવામાં આવ્યા છે. સ્કૂટરમાં સ્પોર્ટ પાર્કિંગ લાઇટ અને એલઇડી પાઇલોટ લેમ્પ્સ આપવામાં આવ્યા છે.

એન્જીન સ્પેસિફિકેશ અને એવરેજ

એન્જીન સ્પેસિફિકેશ અને એવરેજ

મહિન્દ્રાએ પોતાના નવા સ્કૂટર ગસ્ટોમાં 109.6 સીસી એરકૂલ્ડ એન્જીન આપ્યું છે, જે 8 બીએચપી પાવર અને 8.5 એનએમ ટાર્ક પ્રોડ્યુસ કરી શકે છે. આ સ્કૂટર આરામથી 85 કિ.મી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે અને વાઇબ્રેશન પણ થતું નથી. મહિન્દ્રાનો દાવો છેકે તેમનું આ સ્કૂટર 60 કિ.મી પ્રતિ લિટરની એવરેજ આપી શકે છે.

કલર્સ, ઓપ્શન અને કિંમત

કલર્સ, ઓપ્શન અને કિંમત

ગસ્ટો ચાર કલરમાં મળશે, જેમાં બ્લેક, બરગંડી, રેડ અને વ્હાઇટ. આ સ્કૂટર બે વેરિએન્ટ્સમાં બજારમાં મળશે, એક ડીએક્સ છે, જેની કિંમત 43 હજાર છે અને બીજું વીએક્સ છે, જેની કિંમત 47 હજાર છે. વેરિએન્ટ્સ અનુસાર તેમાં આપવામાં આવતા ફીચર્સમાં પણ અમુક વધઘટ હોઇ શકે છે.

અન્ય મહત્વની વાત

અન્ય મહત્વની વાત

આ નવુ સ્કુટર હાલ નોર્થ અને વેસ્ટ ભારતમાં મળશે અને જાન્યુઆરી બાદ તે સાઉથ ભારતમાં વેચાણ અર્થે મુકવામાં આવશે. આ સ્કૂટર બજારમાં છેલ્લા કેટલાક વર્ષોથી ધૂમ મચાવી રહેલા હોન્ડા એક્ટિવાને કપરી ટક્કર આપશે. ગસ્ટોએ મહિન્દ્રા દ્વારા રજૂ કરવામાં આવેલી સ્ટ્રોંગ પ્રોડક્ટ છે, જે પૈસાનું મુલ્ય વધારે છે.

English summary
Mahindra Two Wheelers has just launched its latest global scooter the ‘Gusto'. The Indian automobile giant has spent a lot of time in developing their new product. They are relatively new in the two wheeler segment.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X