For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીએમડબલ્યુએ ભારતમાં લોન્ચ કરી મિની કૂપર કાર

|
Google Oneindia Gujarati News

વૈભવી કાર્સનું નિર્માણ કરવા માટે વિશ્વભરમાં જાણીતી જર્મન કાર નિર્માતા કંપની બીએમડબલ્યુએ પોતાની નવી મિની રેન્જને ભારતીય ઓટોમોબાઇલ બજારમાં લોન્ચ કરી છે. પહેલીવાર કોઇ કંપનીએ નાની શ્રેણીની કારને પાંચ દરવાજા સાથે બજારમાં ઉતારી છે. બીએમડબલ્યુ ગ્રૃપ ઇન્ડિયાના અધ્યક્ષ ફિલિપ ફોન જારે કહ્યું છેકે, હાલના તબક્કે ‘મિની' ભારતની ચાર ડીલરશીપ પર જ વેચાણ અર્થે મુકવામાં આવશે, પરંતુ અમુક મહિનાઓ બાદ તેનો વિસ્તાર કરવામાં આવશે.

BMW-launches-new-Mini-Cooper-models
કંપનીએ નેક્સ્ટ જેન હેચને ત્રણ ટ્રિમ્સ, વન, કૂપર અને કૂપર એસ સાથે રજૂ કરી છે. કંપની અનુસાર તેનું ઉત્પાદન શરૂ કરી દેવામાં આવી રહ્યું છે અને તે આગામી વર્ષે બજારમાં ઉપલબ્ધ થઇ શકશે. કંપનીએ તેની કિંમત 31.85 લાખ રૂપિયા(3-ડોર) અને 35.20 લાખ રૂપિયા(5-ડોર) રાખી છે.

આ કારની ડિઝાઇન અંગે વાત કરવામાં આવે તો નવી મિની કૂપર જુના મોડલની સરખામણીએ મોટી છે. પાછલી સીટો માટે લેગ રૂમને વધુ આરામદાયક બનાવવામાં આવ્યું છે. તેમજ એક્સ્ટ્રા બૂટ સ્પેશ આપવામાં આવ્યા છે. શાર્પ ક્રે સેઝ, નવા ફ્રન્ટ ગ્રિલ અને નવી એલઇડી હેડ અને ટેલ લાઇટ્સ કારને અન્ય કરતા વધારે આકર્ષક બનાવે છે. ઇન્ટીરિયરમાં એલઇડી રિંગની સાથે સ્ટીયરિંગનો લુક તેના નવા અંદાજને ખાસ બનાવે છે.

English summary
German car maker BMW launched its new Mini 3-door and 5-door models in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X