For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી હવાઇમથક પર VIP લોકો માટે BMW સર્વિસ

|
Google Oneindia Gujarati News

જર્મન કાર નિર્માતા બીએમડબ્લ્યૂની ભારતીય બજારમાં ઉપસ્થિતિ નિરંતર વધી રહી છે. તેમણે હવે એ સુનિશ્ચિત કર્યું છે કે તેઓ દિલ્હી આંતરરાષ્ટ્રીય હવાઇ મથક પર તમામ વીઆઇપી લોકો માટે વાહન ઉપલબ્ધ કરાવશે.

ભારતમાં મોટાભાગના વીઆઇપી લોકોની પાસે પહેલાથી જ બીએમડબ્લ્યૂ, મર્સડીઝ અથવા ઓડી જેવી લક્ઝરી વાહન છે. બીએમડબ્લ્યૂએ નક્કી કર્યું છે કે આગળ પણ તે ગ્રાહકોને શાનદાર સેવા આપશે. તે એ વીઆઇપી લોકોમાં વેચાણ વધારવાની એક સ્માર્ટ એક રીત છે, જેમણે હજી સુધી પોતાની ગાડી નથી ખરીદી.

bmw
બીએમડબ્લ્યૂ વીઆઇપી લોકોની સામે ગ્રાન ટૂરિઝમ ઉપલબ્ધ કરાવશે અને પ્રાઇવેટ અથવા ચાર્ટેડ ફ્લાઇટથી લૉઝ(રોકાવાનું સ્થળ) જવાનું રહેશે. ગ્રાન ટૂરિઝમ પર્ફોરમન્સ અને વિશાળ ઇંટીરિયરનું એક આદર્શ સંયોજન છે.

બીએમડબ્લ્યૂ ગ્રૂપના અધ્યક્ષ ફિલિપ વોન સહરે જણાવ્યું કે, 'હવે વીઆઇપી વ્યક્તિ દિલ્હી આંતરરાષ્ટ્રીય હવાઇ મથકથી નિકળીને બીએમડબ્લ્યૂની યાત્રાનો આનંદ ઉઠાવી શકશે. મને આ વાતનો પૂરેપૂરો વિશ્વાસ છે કે હવાઇ મથકથી નીકળ્યા બાદ બીએમડબ્લ્યૂને જોઇને યાત્રીઓ ચોક્કસ આશ્ચર્યચકિત થઇ જશે.'

bmw
તેમણે આગળ જણાવ્યું કે 'બીએમડબ્લ્યૂ હંમેશાથી સમજદાર ગ્રાહકોની પસંદ રહી છે, કારણ કે અમે પ્રમાણિત પ્રીમિયમ પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવીએ છીએ, જે પોતાની ભાવનાત્મક આકર્ષણ, શાનદાર આરામ, અસમ્મત એન્જિનિયરિંગ અને સર્વશ્રેષ્ઠ ગુણવત્તામાં સૌથી અલગ છે.'

જર્મન નિર્માતાએ ભારતમાં પોતાની 3 સીરિઝ ગ્રાન ટૂરિઝ્મોસ પ્રસ્તુત કરી છે જેની કિંમત 44,50,000 રૂપિયા છે. આ કિંમત દિલ્હીના એક્સ-શોરૂમની કિંમતો અનુસાર છે. તેમાં 1955 સીસીનું મજબૂત એન્જીન લાગેલું છે જે 184 બીએચપી અને 380 ન્યૂટનમીટરના હાઇ ટોર્ક ઉત્પન્ન કરે છે. એન્જિનમાં 8 સ્પીડવાળું ઓટોમેટિક ટ્રાંસમિશન લાગેલું છે તથા તેની ઇંધન ક્ષમતા 19.59 કિલોમીટર પ્રતિ લિટર છે.

English summary
BMW luxury vehicle Gran Turismo will be used to ferry VIPs at Delhi International Airport. BMW Gran Turismo will be used by VIP guests from the lounge to their aircraft.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X