For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભયાનક ગરમીમાં કેવી રીતે રાખશો તમારી કારનું ધ્યાન

|
Google Oneindia Gujarati News

[ઓટો] આખો દેશ હાલમાં ભયાનક ગરમીમાંથી પસાર થઇ રહ્યો છે. ગરમીથી બચવા માટે આપણે લાખો પ્રયાસો અને ઉપાયો કરતા હોઇએ છીએ. આપણે આપણા સ્વાસ્થ્ય અને પરિવારના સ્વાસ્થ્યનો ખ્યાલ તો રાખીએ છીએ પરંતુ આપણને જે સુવિધા આપે છે, સહુલિયત પુરી પાડે છે તેવા સાધનોની શું આપણે કાળજી લઇએ છીએ ખરા?

હા, અમે વાત કરી રહ્યા છીએ એ વસ્તુઓની જેમાં જીવ નથી હોતો. જેમકે આપણા ઘરના ઉપકરણો, વસ્તુ અથવા તો આપણી કાર. તેની પર પણ ગરમીની ખરાબ અસર પડે છે, અને તેમને પણ ગરમીથી બચાવવા તેટલી જ જરૂરીયાત હશે જેટલી કે આપણને ખુદને. આજે અમે આપને આ લેખમાં એ જણાવીશું કે આપ ગરમીમાં પોતાની કારને કેવી રીતે માવજત કરી શકીશું.

ગરમીની સિઝનમાં આપની કારને કંઇક આ રીતે રાખો કૂલ...

ગરમીની સિઝનમાં આપની કારને રાખો કૂલ

ગરમીની સિઝનમાં આપની કારને રાખો કૂલ

આજે અમે આપને આ લેખમાં એ જણાવીશું કે આપ ગરમીમાં પોતાની કારને કેવી રીતે માવજત કરી શકીશું. જુઓ આગળની સ્લાઇડરમાં...

1. કૂલેંટ

1. કૂલેંટ

કૂલેંટ સિસ્ટમ કારનું સૌથી અભિન્ન અંગ હોય છે. લૉંગ ડ્રાઇવ અથવા તો ભયાનક ગરમીના સમયમાં તેનું સ્તર ખૂબ જ ઊંચુ હોય છે. જેનાથી કે આપની કાર ગરમ થઇ જાય છે. જો આપની કારની કૂલેંટ સિસ્ટમ જો બરાબર રીતે કામ નહીં કરે તો આપની કાર ઓવરહીટ થઇ જશે. અને તેનાથી એન્જીનના સિઝ થવાનો ભય રહે છે.

2. એર કંડિશનર

2. એર કંડિશનર

એર કંડિશનર ગરમીની મોસમમાં પ્રયોગ થનાર સૌથી વધારે ઉપયોગ થનાર સારુ ઉપકરણ હોય છે. તે આપની કારને આપની અનુસાર ઠંડક આપે છે. પરંતુ સમયાનુસાર તેની તપાસ અને સર્વિસિંગ કરાવતું રહેવું જેથી આપને ગરમીથી રાહત મળી શકે. કારણકે એસી પોતે પણ ઘણી બધી ગરમીને રિલીઝ કરે છે.

3. બ્રેક

3. બ્રેક

બ્રેક કોઇપણ વાહનનું મહત્વપૂર્ણ અંગ છે, અને તેની મહત્વતા ત્યારે વધી જાય છે જ્યારે આપ લોંગ ડ્રાઇવ પર હોવ છો. હા, ગરમીમાં બ્રેકની ગ્રીફ હીટ થઇને વધારે ઘસાઇ જાય છે. જેના કારણે આપ બ્રેક એપ્લાય કરો છો તો આપની કાર રોકાવા માટે વધારે સમય લે છે. આપને ગરમીની શરૂઆતમાં જ બ્રેક પેડની તપાસ કરી લેવી જોઇએ.

4. કાર પાર્કિંગ

4. કાર પાર્કિંગ

ગરમીના મૌસમમાં કારની પાર્કિંગને વિશેષ ધ્યાનમાં રાખવું જોઇએ. પ્રયાસ કરવો જોઇએ કે આપ પોતાની કાર કોઇ ગેરાજ, પાર્કિંગ લૉટ અથવા શેડની નીચે કરો. જો આપને એવી કોઇ જગ્યા ના મળે તો આપ પોતાની કારને કોઇ વૃક્ષના છાયડામાં ઊભી રાખો. મોડે સુધી તડકામાં ઊભી રાખીને કારના એસીને ઓન ના કરો થોડી વાર વિંડો ખુલ્લી રાખો અને બાદમાં કારના એસીને ઓન કરો.

5. એન્જિન ઓઇલ

5. એન્જિન ઓઇલ

ઓઇલ એટલે કે મોબિલ, આપની કારના એન્જિનનો જીવ હોય છે. હા, જેટલું સારુ આપના કારનું મોબિલ હશે તેટલું જ સારી આપના કારની લાઇફ હશે. સમયાંતરે આપના કારના ઓઇલને બદલતા રહો. સિંથેટિક ઓઇલ આપના કાર માટે સારુ રહેશે.

6. ટાયર

6. ટાયર

ગરમીની મોસમમાં કારના પૈડાને વિશેષ ધ્યાન રાખવું જ જરૂરી હોય છે. કારણ કે ભીષણ ગરમીના કારણે આપના ટાયરમાંથી હવા નીકળવી એક સામાન્ય બાબત છે. એટલા માટે સમય-સમય પર કારના પૈડાના પ્રેશરની તપાસ કરાવો અને તેમાં હવા પણ ભરાવો.

7. વાઇપર

7. વાઇપર

હા, થોડું અજીબ છે પરંતુ ગરમીમાં વાઇપરની પણ દેખરેખ જરૂરી છે. કારણ કે વાઇપરના રબર હીટ થઇને કાંતો તૂટી જાય છે અથવા કાંચ પર ચોટી જાય છે. ગરમીમાં તેનો ઉપયોગ ઓછો હોવાથી તે એક જ સ્થિતિમાં રહેવાથી તેની હાલત આવી થઇ જાય છે.

English summary
Taking care of your car is very important thing. Here we are giving some tips about how to you can keep your car cool in heavy summer? Check out car care tips in summer season through pictures.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X