For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાશ..., હવે ભારતીય કાર્સનો પણ થશે પહેલા ક્રેશ ટેસ્ટ

|
Google Oneindia Gujarati News

230,000 જેટલા લોકો દર વર્ષે ભારતના ખતરનાક રસ્તાઓ પર થતા અકસ્માતો અને અન્ય અકસ્માતોમાં મૃત્યું પામે છે. જોકે સારા સમાચાર એ છેકે ભારતમાં થતી અકસ્માતોની ઘટનાઓને ઓછી કરવા માટે પહેલું પગલું ભરવામાં આવી રહ્યું છે. ભારત દ્વારા આખરે દેશમાં વેચવામાં આવતી કાર્સ માટે ક્રેશ ટેસ્ટ રૂલ્સ લાગું કરવામાં આવી રહ્યો છે, જે આવતા વર્ષથી અમલી થવાનો છે.

જોકે હાલના તબક્કે એ કહીં શકાય નહીં કે આ કાયદો કેટલો અસરકર્તા સાબિત થશે પરંતુ તે શરૂ થઇ ગયો છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા કાર ક્રેશ અંગે માનક નક્કી કરવામાં આવ્યા છે. આપણા દેશની કાર ઉત્પાદક કંપનીઓએ તેનું પાલન કરવાની જરૂર નથી રહેતી તથા તેમણે કારની ક્રેશ સેફ્ટી અંગે રિપોર્ટ પણ આપવો પડતો નથી. આ અંગેની વધુ માહિતી મેળવા માટે તસવીરો પર ક્લિક કરો.

કાર ક્રેશ ટેસ્ટ

કાર ક્રેશ ટેસ્ટ

કાર ક્રેશ ટેસ્ટ અંગે વધુ જાણવા માટે તસવીરો પર ક્લિક કરો.

પાંચ મોડલ થયા નિષ્ફળ

પાંચ મોડલ થયા નિષ્ફળ

અન્ય દેશોના વાહનોની સરખામણીએ ભારતમાં બનેલા ઓટોમોબાઇલ્સ ક્રેશ ટેસ્ટ સ્ટાન્ડર્ડમાં અનસેફ હોવાનું બહાર આવતા આ નવા પગલા ભરવાની જરૂર જણાઇ છે. પાંચ મોડલ્સ ટાટા નેનો, મારુતિ સુઝુકી અલ્ટો, હુન્ડાઇ આઇ10, ફોર્ડ ફિગો અને ફોક્સવેગન પોલો ક્રેશ ટેસ્ટમાં નિષ્ફળ ગઇ છે. આ ટેસ્ટ ગ્લોબલ ન્યુ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ દ્વારા લેવામાં આવ્યો હતો અને આ ગંભીર ઇસ્યુ અંગે નોટિસ આપવામાં આવી છે.

આ પાંચ મોડલ જીવન માટે જોખમી

આ પાંચ મોડલ જીવન માટે જોખમી

ગ્લોબલ એનસીએપીને આ પાંચ મોડલ્સમાં જાણ્યું કે, તેમને પ્રતિ કલાક 64 કિ.મીની ઝડપે ચલાવવામાં આવે તો તે જીવન માટે જોખમી છે અને ગંભીર ઇજાઓ થઇ શકે છે. આ ટેસ્ટમાં જાણવા મળ્યું કે, એન્ટ્રી લેવલના વેરિએન્ટ્સની કાર્સમાં એરબેગ્સની ઉણપ છે. મહત્વની વસ્તુ એ છેકે ફોક્સવેગન હવે સ્ટાન્ડર્ડ તરીકે એરબેગ્સનું ફીચર્સ આપે છે, પરંતુ જોકે અન્ય કેટલીક કંપનીઓ દ્વારા હજુ પણ એ ઓપ્શન આપવામાં આવી રહ્યું નથી.

કાર નિર્માતાઓ કરી રહ્યાં છે પોતાનો બચાવ

કાર નિર્માતાઓ કરી રહ્યાં છે પોતાનો બચાવ

કાર નિર્માતાઓ પોતાનો બચાવ કરતા એવું કહીં રહ્યાં છેકે તેમની પ્રોડક્ટ્સ ઇન્ડિયન સેફ્ટી સ્ટાન્ડર્ડ અનુસાર છે, પરંતુ ભારતીય ગ્રાહકો એબીએસ અને એરબેગ્સ જેવા સેફ્ટી ફીચર્સ માટે વધારે પૈસા ચૂકવવાનું પસંદ કરતા નથી, જોકે એક તારણ અનુસાર ભારતમાં એવા અનેક ખતરનાક અકસ્માતો થાય છે, જેમાં ડ્રાઇવર દ્વારા વાહન પરનો કાબુ ગુમાવી દેવામાં આવે છે, તેમાં બ્રેકિંગ સિસ્ટમ અને સેફ્ટી પ્રોટક્શનની ઉણપ જોવા મળે છે.

સેફ્ટી રેટિંગ સ્ટાર આપવામાં આવશે

સેફ્ટી રેટિંગ સ્ટાર આપવામાં આવશે

સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચર્સના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર કેકે ગાંધીએ જણાવ્યું કે, કારને આગળના ભાગ અને બાજૂની સાઇડ તરફથી ક્રેશ ટેસ્ટ કરવામાં આવશે. જેમને સ્ટાર સેફ્ટી રેટિંગ આપવામાં આવશે જેનો ઉપયોગ મેન્યુફેક્ચરર્સ માર્કેટમાં કરી શકશે. તેમજ નવી ચાઇલ્ડ સેફ્ટી પણ ચકાસવામાં આવશે.

એનસીએપીના નિયમથી થોડોક જ અલગ છે આ નિયમ

એનસીએપીના નિયમથી થોડોક જ અલગ છે આ નિયમ

ગાંધીએ વધુમાં કહ્યું કે, ભારતીય નિયમ ગ્લોબલ એનસીએપીના નિયમથી વધુ અલગ નથી, પરંતુ અમે 65 કિ.મી પ્રતિ કલાકના બદલે 56 પ્રતિ કલાક પ્રમાણે ટેસ્ટ કરીશું. ટેસ્ટની શરૂઆત બે રાષ્ટ્રીય સુવિધાઓ સાથે શરૂ થશે અને ત્રીજું 2016 સુધીમાં કરી દેવામાં આવશે.

English summary
With over 230,000 people literally slain annually on our disgracefully dangerous roads, the time has come for drastic measures to be implemented. Good news is that the first steps towards curbing this shocking death toll are beginning to see light. India is to finally introduce crash test rules for vehicles sold in the country, beginning early next year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X