For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ રોચક તથ્યોને જાણીને તમે થઇ જશો અવાક

By Super
|
Google Oneindia Gujarati News

વિશ્વ ભરમાં જે પણ વસ્તુઓ અથવા તો વાતો થાય છે, તેની પાછળ કોઇકને કોઇખ કારણ જરૂરથી હોય છે. તેમાના કેટલાક કારણ સામાન્ય હોય છે, તો કેટલાક ઘણા જ આશ્ચર્યજનક અને રોચક હોય છે. તમે તમામ જીવ-જંતુઓ, ટેક્નોલોજી, વિજ્ઞાન અને શોધ સહિતના અનેક વિષયો સાથે જોડાયેલા ફેક્ટ્સ અંગે વાંચ્યુ અથવા તો સાંભળ્યું હશે, પરંતુ શું તમે ક્યારેય ઓટોમોબાઇલ જગત સાથે જોડાયેલા રોચક તથ્યો પર નજર ફેરવી છે ખરા.

જેમ કે, વિશ્વનો પહેલો કાર રેડિયો ક્યારે બન્યો, કારની સુરક્ષા માટે આપવામાં આવેલા એરબેગ્સ સાથે જોડાયેલા રહસ્ય વિગેરે ઓટોમોબાઇલ જગતના રોચક તથ્યો જાણીને તમે અવાક રહી જશો. આજે અમે અહીં તમને એવા જ કેટલાક તથ્યો અંગે જણાવી રહ્યાં છીએ. તો ચાલો તસવીરો થકી જાણીએ ઇસા મસીહનું ઓટોમોબાઇલ જગત સાથે કનેક્શન, પહેલા કાર રેડિયો જેવી વિષયો સાથે જોડાયેલા ઓટો ફેક્ટ્સ અંગે.

ઓટોમોબાઇલ જગત સાથે જોડાયેલા તથ્યો

ઓટોમોબાઇલ જગત સાથે જોડાયેલા તથ્યો

આગળ નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને જાણો ઓટોમોબાઇલ જગત સાથે જોડાયેલા કેટલાક રોચક તથ્યો.

વિશ્વની સૌથી જૂની કાર

વિશ્વની સૌથી જૂની કાર

આ છે વિશ્વની સૌથી જૂની કાર, જે આજે પણ સુરક્ષિત રાખવામાં આવી છે. આ કારનું નિર્માણ વર્ષ 1884માં ફ્રાન્સમાં કરવામાં આવ્યું હતુ. આ કારની વર્ષ 2011માં હરાજી કરવામાં આવી હતી, ત્યારે આ કારની કિંમત 4.6 મીલિયન ડોલર નક્કી કરવામાં આવી હતી.

વિશ્વમાં પહેલી વાર ફાસ્ટ ગાડી ચલાવવાનો દંડ

વિશ્વમાં પહેલી વાર ફાસ્ટ ગાડી ચલાવવાનો દંડ

વિશ્વમાં પહેલીવાર વર્ષ 1902માં ઝડપી વાહન ચલાવવા માટે કોઇ કાર ચાલકને દંડ ફટકારવામાં આવ્યો હતો. તમને જણાવી દઇએ કે તે સમયે મુશ્કેલીથી કાર 45 માઇલ પ્રતિ કલાકની ઝડપ પકડી શકતી હતી.

પહેલીવાર દુર્ઘટના

પહેલીવાર દુર્ઘટના

વર્ષ 1769માં વિશ્વમાં પહેલીવાર કોઇ વાહન દુર્ઘટનાગ્રસ્ત થયુ હતુ. આ પહેલા વિશ્વમાં કોઇપણ વાહન દુર્ઘટનાગ્રસ્ત થયુ હોવાની નોંધ કરવામાં આવી નથી. આ કારને પેરિસના એક મ્યુઝિયમમાં સુરક્ષિત રાખવામાં આવી છે.

રોડ એક્સિડન્ટમાં વ્યક્તિનું મોત

રોડ એક્સિડન્ટમાં વ્યક્તિનું મોત

વર્ષ 1896માં પહેલીવાર કોઇ માર્ગ અકસ્માતમાં કોઇ વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ પહેલા કોઇ પણ દુર્ઘટનામાં મોત થઇ નહોતી.

રેસિંગ ટ્રેક

રેસિંગ ટ્રેક

વિશ્વનો પહેલો રેસિંગ ટ્રેક વર્ષ 107માં લંડનના બ્રૂકલેંડ સરીમાં બનાવવામાં આવ્યો હતો.

42 સેકન્ડમાં બદાલયુ એન્જીન

42 સેકન્ડમાં બદાલયુ એન્જીન

21 નવેમ્બર 1985માં માત્ર 42 સેકન્ડમાં કોઇ કારનું એન્જીન કાઢીને બીજું એન્જીન લગાવવામાં આવ્યું હતુ. આ કારનું નામ ફોર્ટ એસ્કોર્ટ હતુ. આ પહેલીવાર બન્યુ હતુ કે આટલા ઓછા સમયમાં એન્જીનને સ્થળાંતરીત કરવામાં આવ્યું હતું.

વિશ્વની પહેલી ટ્રાફિક લાઇટ

વિશ્વની પહેલી ટ્રાફિક લાઇટ

10 ડિસેમ્બર 1868માં વિશ્વની પહેલી ટ્રાફિક લાઇટ લંડનના બ્રિટીસ હાઉસ ઓફ પાર્લિયામેંટની સામે રસ્તા પર લગાવવામાં આવી હતી. આ પાર્લિયામેંટ સ્ટ્રીટના નામથી જાણીતું છે.

પહેલુ કોઇન ઓપરેટેડ પાર્કિંગ મીટર

પહેલુ કોઇન ઓપરેટેડ પાર્કિંગ મીટર

વર્ષ 1935માં વિશ્વનું પહેલુ કોઇન(સિક્કા) ઓપરેટેડ પાર્કિંગ મીટરનો ઉપયોગ અમેરિકાના ઓક્લોહોમા પ્રાંતમાં કરવામાં આવ્યો હતો.

ઓછી ઉંચાઇવાળી કાર

ઓછી ઉંચાઇવાળી કાર

વિશ્વની સૌથી ઓછી ઉંચાઇવાળી કાર, આ કારની ઉંચાઇ માત્ર 19 ઇંચ છે અને તેનું નિર્માણ લંડનના બકિંમશેરના રહેવાસી પેરી વોટકિંસે કર્યુ છે.

સૌથી મોંઘી કાર

સૌથી મોંઘી કાર

આ છે અત્યારસુધીમાં બનેલી વિશ્વની સૌથી મોંઘી કાર રોયલ કૈલેનર કૂપ છે. આ કારની કિંમત 8.7 મીલિયન ડોલર છે. આ કારને પહેલીવાર 1931માં લોન્ચ કરવામાં આવી હતી.

રોલ્સ રોયસના લોગોને કહેવાય છે ધ સ્પરિટ ઓફ એક્ટેસી

રોલ્સ રોયસના લોગોને કહેવાય છે ધ સ્પરિટ ઓફ એક્ટેસી

તમને જણાવી દઇએ કે રોલ્સ રોયસના લોગોને ધ સ્પિરિટ ઓફ એક્ટેસી કહેવામાં આવે છે. વર્ષ 2008માં રોલ્સ રોયસે આ કાર માટે હીરા ઝડિત લોગોનું નિર્માણ કર્યુ હતુ, જેની કિંમત 2 લાખ ડોલર હતી.

લંડનમાં પ્રતિબંધિત વિસ્તારમાં હોર્ન વગાડવા પર દંડ

લંડનમાં પ્રતિબંધિત વિસ્તારમાં હોર્ન વગાડવા પર દંડ

લંડનમાં જો કોઇ ટેક્સી ડ્રાઇવરે કોઇ વિસ્તારમાં હોર્ન વગાડ્યો હોય, જ્યાં તેના પર પ્રતિબંધ હોય તો તેણે ત્યાં 30 પોંડનો દંડ ભરવો પડે છે.

સ્માર્ટ કારમાં બેસેલી 19 પાકિસ્તાની યુવતીઓ

સ્માર્ટ કારમાં બેસેલી 19 પાકિસ્તાની યુવતીઓ

સૌથી પહેલીવાર સ્માર્ટની નાની અમથી કારમા એક સાથે 19 પાકિસ્તાની યુવતીઓએ બેસીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો.

અલ્લાનિયામાં 80 ટકા કાર મર્સીડિઝની

અલ્લાનિયામાં 80 ટકા કાર મર્સીડિઝની

ઉત્તર પૂર્વીય યુરોપ અલ્બાનિયા દેશમાં જેટલી કાર ચાલે છે, તેમાં લગભગ 80 ટકા કાર મર્સીડિઝ બેંજ કંપનીની છે, બાકી 20 ટકા કાર્સ અન્ય કંપનીઓની હોય છે.

ફોક્સવેગન નામ હિટલરે આપ્યુ

ફોક્સવેગન નામ હિટલરે આપ્યુ

વિશ્વભરમાં પોતાના ક્રોધી સ્વભાવ અને નિર્દયતા માટે જાણીતા જર્મનીના એડોલ્પ હિટલરે એકવાર જેલમાં રહીને મર્સીડિઝ બેંજના એક ડીલરને કાર લોન માટે પત્ર લખ્યો હતો. તમને જણાવી દઇએ કે વિશ્વભરમાં જાણીતી કાર નિર્માતા ફોક્સવેગનનું નામ હિટલરે આપ્યું હતું.

સૌથી વધુ રોલ્સ રોયસ હોંગકોંગમાં

સૌથી વધુ રોલ્સ રોયસ હોંગકોંગમાં

વિશ્વની સૌથી વધારે રોલ્સ રોયસ કાર હોંગકોંગ શહેરમાં છે. તેને સિટી ઓફ રોલ્સ રોયસ પણ કહેવામાં આવે છે.

હવાઓ આધારિત નામ

હવાઓ આધારિત નામ

શું તમે જાણો છો કે, ફોક્સવેગન પોતાની મોટાભાગની કારનું નામ હવાઓના નામ પર રાખે છે. જેમકે પસાત- જર્મન ભાષામાં પસાતને હવા કહેવામાં આવે છે. ઉપરાંત ગોલ્ફ- ગલ્ફની ગરમ હવા, પોલો- પોલર હવા વિગેરે.

દરરોજ 13,000 કારનું નિર્માણ

દરરોજ 13,000 કારનું નિર્માણ

વિશ્વની સૌથી મોટી વાહન નિર્માતાકંપની ટોયોટા દરરોજ 13 હજાર કારનું ઉત્પાદન કરે છે.

ટ્રાફિક પોલીસ સાથે રાખે છે ટેડી બિયર

ટ્રાફિક પોલીસ સાથે રાખે છે ટેડી બિયર

બ્રિટનમાં મોટાભાગના ટ્રાફિક પોલીસ કર્મીઓ પોતાની સાથે ટેડી બિયર રાખે છે, જેથી ચેકિંગ દરમિયાન બાળકોને સહેલાયથી મનાવી શકાય.

90 ટકા લોકો ડ્રાઇવિંગ વખતે ગીત ગાય છે

90 ટકા લોકો ડ્રાઇવિંગ વખતે ગીત ગાય છે

એવુ માનવામાં આવે છે કે, 90 ટકા લોકો ડ્રાઇવિંગ વખતે ગીત ગાય છે.

કાર સાથે બ્રેથલાઇઝર કીટ

કાર સાથે બ્રેથલાઇઝર કીટ

ફ્રાન્સમાં તમામ લોકોને કારમાં એક બ્રેથ લાઇઝર કીટ રાખવી જરૂરી હોય છે.

60 માઇલની રફતારે ચંદ્ર પર પહોંચવામાં છ મહિના લાગે

60 માઇલની રફતારે ચંદ્ર પર પહોંચવામાં છ મહિના લાગે

જો તમે 60 માઇલ પ્રતિ કલાકની ઝડપથી સીધુ ડ્રાઇવિંગ કરો તો તમને પૃથ્વીથી ચંદ્રમાં સુધીનું અંતર કાપવામાં છ મહિનાનો સમય લાગશે.

સ્ટીવ જોબ્સની કારમા નહોતો નંબર પ્લેટ

સ્ટીવ જોબ્સની કારમા નહોતો નંબર પ્લેટ

વિશ્વમાં આઇ ફોનને પરીચિત કરાવનારા સ્ટીવ જોબ્સની કાર પર ક્યારેય નંબર પ્લેટ નહોતો લાગતો.

કારના એક્જોસ્ટમાં એસી પાઇપ કોટિંગ

કારના એક્જોસ્ટમાં એસી પાઇપ કોટિંગ

વિશ્વમાં લગભગ 80 ટકા ફોર્મૂલા 1 ટીમો, પોતાની કારમાં એક્જોસ્ટમાં એસી પાઇપ કોટિંગનો પ્રયોગકરે છે. જેનું નિર્માણ ન્યૂક્લીયર રિએક્ટર માટે કરવામાં આવતુ હતુ.

ફોર્મૂલા 1 કારને છત પર ઉંધી દોડાવી શકાય

ફોર્મૂલા 1 કારને છત પર ઉંધી દોડાવી શકાય

જો ફોર્મૂલા વન કારને 120 માઇલ પ્રતિકલાકની ઝડપથી દોડાવવામાં આવે તો સહેલાયથી કોઇપણ છતના સરફેસ પર તેને ઉંધી દોડાવી શકાય છે. આ કાર્સની નીચે સ્પીડ દરમિયાન ફોર્સ ઉત્પન્ન થઇ જાય છે.

દર વર્ષે 60 મીલિયન કાર્સનું ઉત્પાદન

દર વર્ષે 60 મીલિયન કાર્સનું ઉત્પાદન

વિશ્વભરમાં પ્રતિવર્ષ 60 મીલિયન કાર્સનું ઉત્પાદન થાય છે, એટલે કે 165,000 કાર દરરોજ.

ફેરારી દરરોજ 14 કારનું નિર્માણ કરે છે

ફેરારી દરરોજ 14 કારનું નિર્માણ કરે છે

ઇટલીની સૌથી લોકપ્રિય કાર નિર્માતા કંપની ફિઆટની સબ બ્રાન્ડ ફેરારી પ્રતિદિન માત્ર 14 કારનું જ નિર્માણ કરે છે.

કાર થકી પૃથ્વીથી સૂર્યનું અંતર કાપતા લાગે 150 વર્ષ

કાર થકી પૃથ્વીથી સૂર્યનું અંતર કાપતા લાગે 150 વર્ષ

જો પૃથ્વીથી સૂર્ય સુધીનું અંતર કારથી કાપવામાં આવે તો અંદાજે 150 વર્ષ લાગી જશે.

પહેલો કાર રેડિયો

પહેલો કાર રેડિયો

વિશ્વના પહેલા કાર રેડિયોનો આવિષ્કાર વર્ષ 1929માં પોલ ગેવિને કર્યો હતો. તે સમયે આ રેડિયોને સૌથી પહેલા કોઇ કારમાં પ્રયોગ કરવામાં આવ્યો હતો.

English summary
Automobile Interesting Facts: Do you know some interesting facts about automobile world and cars. Check out, some unknown interesting facts related to automobile world and cars through pictures.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X