For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિન્દ્રાએ રિકોલ કર્યા પોતાના સ્કોર્પિયો, ઝાયલો અને XUV 500 મોડલ

|
Google Oneindia Gujarati News

સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચર્સ અથવા તો એસઆઇએએમ વાહનોને રિકોલ કરવાનો આદેશ એટલા માટે નથી આપતું કે વાહનમાં કોઇ ખરાબી છે, જો વાહનમાં કોઇ ખરાબી હોય તો ભારતીય નિર્માતાઓને સ્વેચ્છાએ પોતાના વાહનોને રિકોલ કરવાની અનુમતિ આપે છે. તાજેતરમાં અનેક નિર્માતાઓએ પોતાના વાહનોને રિકોલ કર્યા કારણ કે તેના કેટલાક ભાગો ખરાબ હતા.

હાલના સમયે ભારતના એસયુવી કારના સૌથી મોટા નિર્માતા અને વિક્રેતાનું સુક્ષ્મ અવલોકન કરવામાં આવી રહ્યું છે, નિર્માતાએ ભારતમાં નિર્મિત તેમની લોકપ્રીય સ્કોર્પિયો, એક્સયુવી 500 અને ઝાયલો મોડલ્સને રિકોલ કર્યા છે.

mahindra-xuv-500
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ વિસ્તૃત વર્ણન આપતા જણાવ્યું કે, એન્જીનના વેક્યૂમ પંપમાં થોડીક ખરાબી હતી. અંદાજે 2300 વાહનો, જેનું નિર્માણ મે 2014 દરમિયાન કરવામાં આવ્યું હતું, તેને નિર્માતા રિકોલ કરી રહ્યાં છે. સ્કોર્પિયોના વીએલએક્સ, એસએલઇ અને એલએક્સ વેરિએન્ટ તથા એક્સયુવી500ના ડબલ્યુ 4, ડબલ્યુ 6 તથા ડબલ્યુ 8 વેરિએન્ટમાં થોડીક સમસ્યા છે. ઝાયલોના એચ9, એચ8 અને એચ4 મોડલ રિકોલ કરવામાં આવ્યા છે.

ભારતીય નિર્માતા પોતાના વાહનોની સુરક્ષાને સુરક્ષાની દ્રષ્ટિએ પરત બોલાવી રહ્યાં છે, જેવું કે હંમેશાથી થાય છે, જો તેના ભાગમાં અમુક ખરાબી હોય તો મહિન્દાર તેને મફતમાં બદલી આપશે. નિર્માતા પ્રભાવિત વાહનોના માલિકનો સ્વયં સંપર્ક કરીને તેમના વાહનોની તપાસ પોતાના ટેક્નિશીયનોથી કરાવવા વિનંતી કરશે.

વર્તમાનમાં મહિન્દ્રાએ ઉત્પાદો માટે વધુ એક રિકોલ આપ્યું છે, જેમાં અંદાજે 23 હજાર વાહન આવે છે. ગત વખતે પ્રેશર રેગ્યુલેટિંગ વાલ્વમાં ખરાબી હતી. ભારતીય નિર્માતાઓએ આ સમસ્યાનું સમાધાન તરુંત કર્યું જેના કારણે સંભવતઃ તેમની છબી પર કોઇ આંચ આવી નહીં.

તાજેતરમાં હોન્ડા, ટોયોટા, નિસાન અને મારુતિ સુઝુકીએ પણ વિભિન્ન કારણોથી પોતાના વાહનોને રિકોલ કર્યા છે. સ્વેચ્છાએ રિકોલ કરવાની પહેલ એસઆઇએએમે જુલાઇ 2012માં કરી હતી. ત્યારથી અનેક નિર્માતાઓ ખરાબ પાર્ટ્સ માટે રિકોલ કરવાનું શરૂ કરી દીધું.

English summary
Mahindra & Mahindra has ordered recall of Scorpio, Xylo & XUV500 models, over 2,300 vehicles are affected. The issue is a faulty vacuum pump in the engine.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X