For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિચિત્ર અકસ્માતઃ સિગારેટની આગથી બચવા કૂદ્યો અને....

|
Google Oneindia Gujarati News

દરેક ધુમ્રપાન કરનારાએ આ વાતને અનેકવાર સાંભળી હશે કે ધુમ્રપાન કરવાથી કેન્સર થાય છે, ધુમ્રપાન મોતને આમંત્રિત કરે છે. જોકે લોકો તેને અવગણી કાઢતા હોય છે. આજે અમે અહીં એક એવું ઉદાહરણ આપી રહ્યાં છીએ, જે એ વાતને જણાવે છેકે ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ ઘટના યુએસએના કોલોરાડોની છે, જ્યાં અજાણી વ્યક્તિ ગંભીર અવસ્થામાં છે, તેને માથાના ભાગે ઇજા પહોંચી છે. એક વિચિત્ર અકસ્માતમાં આ વ્યક્તિ પોતાની કાર નીચે જ આવી ગયો હતો. આ જાણીને અનેકને પ્રશ્ન થશે કે તેમાં સ્મોકિંગ ક્યાંથી વચ્ચે આવ્યું?

man-drops-cigarette-and-gets-runover-by-own-vehicle
તો અમે તમને જણાવી દઇએ કે આ યુવક પોતાની વાનમાં બેઠો હતો અને સ્મોકિંગ કરી રહો હતો, ત્યારે સિગારેટ તેના જેકેટ પર પડી હતી, સિગારેટના કારણે જેકેટની આગથી બચવા માટે તે કારમાંથી કૂદી ગયો હતો, એ કૂદ્યો તો ખરા પરંતુ તેનું માથુ તેની જ કારના ડ્રાઇવર સાઇડના વ્હીલમાં આવી ગયું હતું. આ અકસ્માત સવારે 6.30 વાગ્યાની આસપાસ થયું હતું. આ યુવકને સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યા તેની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી છે.

બીજી તરફ આ કારમાં પેસેન્જર સીટમાં બેસેલી વ્યક્તિને કોઇ ઇજા પહોંચી નથી. પોલીસ દ્વારા કોઇ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી, કારણ કે આ યુવકમાં આલ્કોહોલના તત્વો જોવા મળ્યા નથી. આ એ લોકો માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ છેકે જેઓ ડ્રાઇવિંગ દરમિયાન સ્મોકિંગ કરવાની ટેવ ધરાવે છે, ક્યારેક નાની અમથી ભૂલ પણ તમને મોતના મુખ સુધી લઇ જઇ શકે છે.

English summary
Every smoker has heard this multiple times: Smoking causes cancer, smoking kills. People just chose to ignore it. Here's a classic example to say smoking is injurious to health!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X