For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મર્સીડિઝની સી ક્લાસ લોન્ચઃ જાણો શું છે ખાસ આ કારમાં

|
Google Oneindia Gujarati News

જાણીતી જર્મન વૈભવી કાર નિર્માતા કંપની મર્સીડિઝ બેન્ઝ દ્વારા ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં પોતાની સી ક્લાસ કારને લોન્ચ કરવામાં આવી છે. નોંધનીય છેકે સી ક્લાસ ભારતીય ઓટો બજારમાં મર્સીડિઝ બેન્ઝની ઘણા લાંબા સમયથી સારું એવું વેચાણ ધરાવતી કાર છે. તો ચાલો આ કાર અંગેની ખાસ બાબતો પર નજર ફેરવીએ, જે અહીં નીચે જણાવવામાં આવી છે.

મર્સીડિઝ બેન્ઝ સી ક્લાસની કિંમત
મર્સીડિઝ બેન્ઝ સી ક્લાસની કિંમત અંગે વાત કરવામાં આવે તો તેની એક્સ શોરૂમ દિલ્હી કિંમત 40.90 લાખ રૂપિયા છે.

mercedes-benz-c-class
મર્સીડિઝ બેન્ઝ સી ક્લાસ સ્પેસિફિકેશન
હાલના સમયે મર્સીડિઝ બેન્ઝ સી ક્લાસને ભારતીય બજારમાં પેટ્રોલ વેરિએન્ટ્સ સાથે લોન્ચ કરવામાં આવી છે, જ્યારે તેના ડીઝલ વેરિએન્ટ્સને વર્ષ 2015માં લોન્ચ કરવામાં આવશે. પેટ્રોલ એન્જીન અંગે વાત કરવામાં આવે તો તેમાં 1.9 લિટર, 4 સિલિન્ડર એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 5500 આરપીએમ પર 181 બીએચપી અને 1200થી 1400 આરપીએમ પર 300 એનએમ ટાર્ક પ્રોડ્યુસ કરે છે. આ કારમાં 7 સ્પીડ, જી ટ્રોનિક ગીયર બોક્સ આપવામાં આવ્યું છે, જે કારને 7.3 સેકન્ડમાં 0થી 100 કિ.મી પ્રતિ કલાકની ઝડપ પકડવામાં મદદરૂપ થઇ શકે છે.

મર્સીડિઝ બેન્ઝ સી ક્લાસ ટેક્નોલોજી
હાલના સમયે ભારતીય બજારમાં મર્સીડિઝ બેન્ઝ સી ક્લાસ એક મોસ્ટ ટેક્નોલોજીકલી એડ્વાન્સ્ડ કાર છે. કારમાં એડવાન્સ્ડ ટેલીમેટિક્સ અને આઇટી સિસ્ટમ આપવામાં આવી છે. આ કારને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છેકે જેથી તે માત્ર ડ્રાઇવરને જ સારા ડ્રાઇવિંગ અનુભવનો આનંદ નથી આપતી પરંતુ કાર કોમ્યુનિકેટમાં પણ મદદરૂપ થાય છે.

મર્સીડિઝ બેન્ઝ સી ક્લાસ ફીટર્સ

  • ડ્રાઇવ મોડ સિલેક્ટર(કમ્ફર્ટ, ઇકોનોમી, સ્પોર્ટ, સ્પોર્ટ પ્લસ, ઇન્ડિવીડ્યુઅલ ડ્રાઇવ મોડ)
  • સ્ટીયરિંગ વ્હીલ પર શિફ્ટ પેડલ્સ
  • એલઇડી ઇન્ટેલિજન્ટ લાઇટ સિસ્ટમ, એડપ્ટિવ મેઇન બીમ એસિસ્ટ સાથે
  • ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ, સ્ટાન્ડર્ડ ટચ પેડ સાથે
  • જીએઆરએમઆઇએન મેપ પાયલોટ નેવિગેશન, 3ડી વિઝ્યુઅલાઇઝેશન
  • ઍમ્બિઅન્ટ લાઇટિંગ, ઇલ્યુમિનેટેડ ડોર સિલ પેનલ્સ સાથે

મર્સીડિઝ બેન્ઝ સી ક્લાસ સેફ્ટી

  • 7 એરબેગ્સ
  • પ્રી સેફ
  • અટેન્શન એસિસ્ટ
  • ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ
  • હિલ સ્ટાર્ટ એસિસ્ટ
  • ઇએસપી
  • એએસઆર
  • બીએએસ
  • એબીએસ
English summary
The Mercedes-Benz C-Class was launched by the German carmaker, Mercedes. The C Class has been one of Mercedes' best selling product in India, for a long time now.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X