For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય બજારમાં આ એસયૂવી કાર્સે મચાવી છે ધૂમ

By Super
|
Google Oneindia Gujarati News

ભારતીય બજારમાં જે રીતે લક્ઝરી કાર્સે પોતાની લોકપ્રિયતા હાંસલ કરી છે તેવી જ રીતે યુવાનોને આકર્ષવામાં એસયૂવી કાર્સને પણ સારી એવી સફળતા મળી છે, જેના કારણે ભારતની કાર બનાવતી કંપનીઓ મહિન્દ્રા અને ટાટા ઉપરાંત વિદેશી કંપનીએ કે જે પોતાની લક્ઝરી કાર્સને લઇને જાણીતી છે, તેઓ પણ ભારતીય બજારમાં પોતાની એસયૂવી કાર્સ રજૂ કરી રહી છે.

એક તરફ જ્યાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની એક્સયૂવી ધૂમ મચાવી રહી છે તો બીજી તરફ રેનોની ડસ્ટરે પણ લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળતા મેળવી છે. આજના યુગમાં લક્ઝરીયૂક્ત એસયૂવી કાર્સને ચલાવાવનો જાણે કે યુવાનોમાં ક્રેઝ હોય તેમ ભારતીય ઓટો જગતમાં આપણને એસયૂવી કાર્સના વેચાણનો ગ્રાફ દરરોજને દરરોજ ઉંચો જતો જોવા મળી રહ્યો છે.

ભારતીય કાર પ્રેમીઓમાં એસયૂવી કાર્સનો ક્રેઝ છે ત્યારે આ વખતે અમે અહી એવી એસયૂવી કાર્સ અંગે જણાવી રહ્યાં છીએ કે જેને ચલાવવી યુવાનો વધું પસંદ કરે છે. તો ચાલો તસવીરોના માધ્યમથી આપણે જાણીએ આ એસયૂવી કાર્સને.

રેનોની ડસ્ટર

રેનોની ડસ્ટર

રેનો દ્વારા રજુ કરવામાં આવેલી ડસ્ટર લોકોને આર્થિક રીતે પરવળે તેવી એસયૂવી કાર છે. જેણે લોકોમાં ખાસું એવું આકર્ષણ જમાવ્યું છે.

મહિન્દ્રા એક્સયુવી500

મહિન્દ્રા એક્સયુવી500

મહિન્દ્રા દ્વારા સ્કોર્પિયો અને ઝાયલો જેવી કાર્સ રજુ કર્યા બાદ માર્કેટમાં પોતાની એક્સયુવી 500 રજુ કરી હતી. કાર્સના દેખાવથી માંડીને તમામ ફીચરને લઇને આ કાર્સે સારી એવી લોકપ્રિયતા હાંસલ કરી છે.

ટાટા સફારી

ટાટા સફારી

ટાટા મોટર્સ દ્વારા રજુ કરવામાં આવેલી આ એસયૂવી કાર વર્ષોથી લોકોની મનપસંદ એસયુવી કાર રહી છે.

સ્કોડા યેતી

સ્કોડા યેતી

સ્કોડા દ્વારા એક શાનદાર એસયૂવી કારને ભારતીય બજારમાં રજુ કરી હતી.

રેક્સ્ટોન

રેક્સ્ટોન

રેક્સ્ટોન મહિન્દ્રાની નવી લોન્ચ કરવામાં આવેલી સાંગયોંગ એસયૂવી કાર્સ છે.

બીએમડબલ્યુ એક્સ 3

બીએમડબલ્યુ એક્સ 3

લક્ઝરી કાર્સ રજુ કરીને વિશ્વમાં પોતાનું નામ નોંધાવનારી બીએમડબલ્યુએ પોતાની એસયૂવી કાર થકી પણ લોકોના દિલમાં પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે.

ઔડી ક્યૂ 5

ઔડી ક્યૂ 5

ઔડી ક્યૂ 5 માર્કેટમાં રજુ કર્યાના થોડાક સમયગાળામાં જ લોકપ્રિય થઇ ગઇ હતી

મર્સડિઝ બેન્ઝ એમએલ ક્લાસ

મર્સડિઝ બેન્ઝ એમએલ ક્લાસ

મર્સડિઝ બેન્ઝ દ્વારા ભારતીય બજાર અનુરુપ એમએલ ક્લાસ એસયૂવી કાર રજુ કરી હતી.

રેન્જરોવર એવોક

રેન્જરોવર એવોક

શાનદાર ડિઝાઇનના કારણે રેન્જ રોવર એવોકે વૈશ્વિક સ્તરે લોકપ્રિયતાનો નવો અધ્યાય લખ્યો છે.

ફોક્સવેગન ટૌરેગ

ફોક્સવેગન ટૌરેગ

ફોક્સવેગન દ્વારા બોઇંગ 747 જમ્બો જેટ સાથે ટૌરેગ એસયૂવી માર્કેટમાં મુકી છે.

English summary
here is the list of most popular suvi in india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X