For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતની મોસ્ટ પાવરફૂલ અને ફાસ્ટેસ્ટ બાઇક્સ

By Super
|
Google Oneindia Gujarati News

તમને યાદ હોય તો 2009માં બજાજ દ્વારા પલ્સર 220એફને લોન્ચ કરવામાં આવ્યું હતું અને જ્યારે તેને લોન્ચ કરવામાં આવ્યું ત્યારે તેને ભારતની સૌથી ઝડપી બાઇક કહેવામાં આવતી હતી. માત્ર ચાર સેકન્ડમાં એ બાઇક 0-60 કિ.મી પ્રતિ કલાકની ઝડપ પકડી લેતી હતી. જે તે સમયે આ સ્પીડ ઘણી જ વધારે ગણાતી હતી. જોકે હવે સમય બદલાયો છે, ભારતમાં તેના કરતા પણ વઘારે શક્તિશાળી બાઇક્સ આવી ગઇ છે. ભારતમાં હાલ 200સીસી, 250સીસી અને 300સીસીની બાઇક ધૂમ મચાવી રહી છે અને તમામનું પરફોર્મન્સ જૂની પલ્સર કરતા સારું છે.

તમે પણ આવી જ પાવરફૂલ બાઇકના ચાહક હશો, પરંતુ બજારમાં હાજર રહેલી વિવિધ કંપનીઓની બાઇક્સમાંથી કઇ બાઇક પર પસંદગી ઉતારવી તેને લઇને ઘણી જ મુંઝવણ અનુભવતા હશો. તો તમારી આ સમસ્યાને ધ્યાનમાં રાખીને આજે અમે અહીં 200સીસી, 250સીસી અને 300સીસી સેગ્મેન્ટની કેટલીક એવી બાઇક્સ અંગે માહિતી આપી રહ્યાં છીએ જેમાં તેનું એન્જીન પરફોર્મન્સ, ટોપ સ્પીડ, 0-60 કિ.મી પ્રતિ કલાક અને 0-100 કિ.મી પ્રતિ કલાક ઝડપ પકડવાનો સમય, વજન અને કિંમતનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો ચાલો તસવીરો થકી આ બાઇક્સ અંગે જાણીએ.

મોસ્ટ પાવરફૂલ અને ફાસ્ટેસ્ટ બાઇક

મોસ્ટ પાવરફૂલ અને ફાસ્ટેસ્ટ બાઇક

ભારતની મોસ્ટ પાવરફૂલ અને ફાસ્ટેસ્ટ બાઇક અંગે જાણવા માટે તસવીરો પર ક્લિક કરો.

બજાજ પલ્સર 220એફ

બજાજ પલ્સર 220એફ

કિંમત: રૂ. 84,055 (એક્સ શોરૂમ દિલ્હી)
એન્જીનઃ 220સીસી, પાવર - 20.76 હોર્સપાવર અને 19.12 એનએમ ટાર્ક
0-60 કિ.મી પ્રતિ કલાક: 4.3 સેકન્ડ
0-100 કિ.મી પ્રતિ કલાક: 12.9 સેકન્ડ
ટોપ સ્પીડ: Over 135 કિ.મી પ્રતિ કલાક
વજન: 150કેજી

બજાજ પલ્સર 220એફ

બજાજ પલ્સર 220એફ

ભારતની આ ફાસ્ટેસ્ટ બાઇક હાલ આઉટડેટેડ થઇ ગઇ છે, પરંતુ તેની કિંમત ઓછી હોવાના કારણે આજે પણ બજાજ દ્વારા તેનું પ્રોડક્શન કરવામા આવી રહ્યું છે.

હીરો મોટોકોર્પ કરિઝ્મા ઝેડએમઆર

હીરો મોટોકોર્પ કરિઝ્મા ઝેડએમઆર

કિંમત: 1 લાખ રૂપિયા (ઓન રોડ)
એન્જીનઃ 17.6 હોર્સપાવર અને 18.35 એનએમ ટાર્ક
0-60 કિ.મી પ્રતિ કલાક: 4.5 સેકન્ડ
0-100 કિ.મી પ્રતિ કલાક: 13.1 સેકન્ડ
ટોપ સ્પીડ: 128 કિ.મી પ્રતિ કલાક
વજન: 159 કેજી

હીરો મોટોકોર્પ કરિઝ્મા ઝેડએમઆર

હીરો મોટોકોર્પ કરિઝ્મા ઝેડએમઆર

હીરો કરિઝ્મા ઝેડએમઆરને એ જ સમયે લોન્ચ કરવામાં આવી હતી જ્યારે પલ્સર 200એફને લોન્ચ કરવામાં આવી હતી. પલ્સરની જેમ ઝેડએમઆર પણ કંપનીનું ફ્લેગશીપ મોડલ બની ગઇ છે.

બજાજ પલ્સર 200એનએસ

બજાજ પલ્સર 200એનએસ

કિંમત: રૂ. 85,706 (એક્સ શોરૂમ)
એન્જીનઃ 23.19 હોર્સપાવર અને 18.3 એનએમ ટાર્ક
0-60 કિ.મી પ્રતિ કલાક: 4.1 સેકન્ડ
0-100 કિ.મી પ્રતિ કલાક: 11.2 સેકન્ડ
ટોપ સ્પીડ: 135 કિ.મી પ્રતિ કલાક
વજન: 145 કેજી

બજાજ પલ્સર 200એનએસ

બજાજ પલ્સર 200એનએસ

બજાજની ફ્લેગશીપ બાઇક સોલિડ પરફોર્મર છે, આ બાઇક એક ઓલ રાઉન્ડર બાઇક છે. તેમજ ફાસ્ટેસ્ટ પલ્સર, પલ્સર પરિવારની મોસ્ટ ગુડ લુકિંગ બાઇક પણ છે.

કેટીએમ 200 ડ્યુક

કેટીએમ 200 ડ્યુક

કિંમત: 1.5 લાખ રૂપિયા (ઓન રોડ)
એન્જીનઃ 25 હોર્સપાવર અને 19.2 એનએમ ટાર્ક
0-60 કિ.મી પ્રતિ કલાક: 3.3 સેકન્ડ
0-100 કિ.મી પ્રતિ કલાક: 9.5 સેકન્ડ
ટોપ સ્પીડ: 135 કિ.મી પ્રતિ કલાક
વજન: 125કેજી

કેટીએમ 200 ડ્યુક

કેટીએમ 200 ડ્યુક

ભારતમાં કેટીએમ ક્રેઝ આ બાઇકે વધાર્યો છે અને તે માટે આપણે બજાજનો આભાર માનવો પડે. આ 200 ડ્યુક માટે આપણે બે વસ્તુ બોલી શકીએ છીએ. એક તો આ કિંમતની રેન્જમાં સિટી અને ટ્રેકમાં રાઇડિંગ માટે આ એક બેસ્ટ બાઇક છે. જોકે હાઇવે માટે આ એટલી બેસ્ટ નથી.

હોન્ડા સીબીઆર 250આર

હોન્ડા સીબીઆર 250આર

કિંમત: સ્ટાર્ટિંગ કિંમત નોન એબીએસ મોડલ: રૂ. 1,73,714 (ઓન રોડ)
સ્ટાર્ટિંગ કિંમત એબીએસ મોડલ: રૂ. 2,04,274 (ઓન રોડ)
એન્જીનઃ 26 હોર્સપાવર અને 22.9 એનએમ ટાર્ક
0-60 કિ.મી પ્રતિ કલાક: 3.6 સેકન્ડ
0-100 કિ.મી પ્રતિ કલાક: 9.2 સેકન્ડ
ટોપ સ્પીડ: 140 કિ.મી પ્રતિ કલાક
વજન: 167કેજી

હોન્ડા સીબીઆર 250આર

હોન્ડા સીબીઆર 250આર

200 સીસી અને 250 સીસી સેગ્મેન્ટમાં હોન્ડાની આ બાઇક પણ 200 ડ્યુકની જેમ બેસ્ટ બાઇક છે. જે રીતે સિટી માટે 200 ડ્યુક સારી છે, તેવી રીતે હાઇવે પર સીબીઆર 250આર સારી બાઇક છે.

હ્યોસંગ જીટી250આર

હ્યોસંગ જીટી250આર

કિંમત: રૂ. 2.80 લાખ (એક્સ શોરૂમ)
એન્જીનઃ 199.5સીસી, 26.63 હોર્સપાવર અને 22 એનએમ ટાર્ક
0-60 કિ.મી પ્રતિ કલાક: 3.96 સેકન્ડ
0-100કિ.મી પ્રતિ કલાક: 10 સેકન્ડ
ટોપ સ્પીડ: 175 કિ.મી પ્રતિ કલાક
વજન: 168કેજી

હ્યોસંગ જીટી250આર

હ્યોસંગ જીટી250આર

હ્યોસંગની આ બાઇક ઘણી જ મોંઘી છે તેની સાથે જ કિંમત અનુસાર પરફોરમન્સ નથી આપી શકતી તેમજ તેની ડિઝાઇન આઉટડેટેડ છે અને તેની બિલ્ડ ક્વોલિટી નબળી છે. તેમ છતાં બાઇકનું વેચાણ નોંધપાત્ર થયું છે.

કેટીએમ 390 ડ્યુક

કેટીએમ 390 ડ્યુક

કિંમત: 1,80,272 રૂ. (એક્સ શોરૂમ)
એન્જીનઃ 373સીસી, 43 હોર્સપાવર અને 35 એનએમ ટાર્ક
0-60 કિ.મી પ્રતિ કલાક: 2.7 સેકન્ડ
0-100 કિ.મી પ્રતિ કલાક: 5.6 સેકન્ડ
ટોપ સ્પીડ: 170કિ.મી પ્રતિ કલાક
વજન: 139કેજી

કેટીએમ 390 ડ્યુક

કેટીએમ 390 ડ્યુક

બાઇક ટ્રેક અને હાઇવે પર સારું પરફોરમન્સ આપી શકે છે, જોકે તેની સ્પીડ અને પાવરના કારણે દરેક વ્યક્તિ તેને હેન્ડલ કરી શકતો નથી.

કાવાસાકી નિન્જા 300

કાવાસાકી નિન્જા 300

કિંમત: રૂ. 3,50,000 (એક્સ શોરૂમ)
એન્જીનઃ 296સીસી, 38.46 હોર્સપાવર અને 27 એનએમ ટાર્ક
0-60 કિ.મી પ્રતિ કલાક: 2.9 સેકન્ડ
0-100 કિ.મી પ્રતિ કલાક: 7.2 સેકન્ડ
ટોપ સ્પીડ: 175 કિ.મી પ્રતિ કલાક
વજન: 172કેજી

કાવાસાકી નિન્જા 300

કાવાસાકી નિન્જા 300

જો તમે સંપૂર્ણપણે સ્પોર્ટ બાઇક અને પાવરફૂલ પરફોરમન્સ તથા એટિટ્યૂડવાળી બાઇક ખરીદવા માગતા હોવ તો જરા પણ વિચાર્યા વગર નિન્જાની આ બાઇકને એકવાર નિહાળી લો.

સુઝુકી જીડબલ્યુ 250 ઇનાઝુમા

સુઝુકી જીડબલ્યુ 250 ઇનાઝુમા

કિંમત: રૂ. 2,98,918 (એક્સ શોરૂમ દિલ્હી)
એન્જીનઃ 248સીસી, 25 હોર્સપાવર અને 22 એનએમ ટાર્ક
0-60 કિ.મી પ્રતિ કલાક: એનએ
0-100 કિ.મી પ્રતિ કલાક: 11 સેકન્ડ
ટોપ સ્પીડ: 135 કિ.મી પ્રતિ કલાક
વજન: 183કેજી

સુઝુકી જીડબલ્યુ 250 ઇનાઝુમા

સુઝુકી જીડબલ્યુ 250 ઇનાઝુમા

આ સામાન્ય રીતે પરફોરમન્સ બાઇક નથી અને તેને કમ્યૂટર બાઇક તરીકે મુલવવામાં આવે છે. તેની સ્ટાઇલિંગ પણ કમ્યૂટર બાઇકને મળતી આવે છે. તેમાં બે સિલિન્ડર 250સીસી એન્જીન છે જે પાવર અને પરફોરમન્સમાં નબળું છે. તેમ છતાં તેનું એન્જીન સ્મૂથ છે.

મંતવ્ય અને નોંધ

મંતવ્ય અને નોંધ

અહીં જે ઉક્ત બાઇકના પરફોરમન્સ આંકડાની વાત કરવામા આવે તો તે રાઇડરના વજન અને રસ્તો કેવો છે, તેના પર આધાર રાખે છે. અહીં જે આંકડા આપવામાં આવ્યા છે, તે ઇન્ટરનલ ટેસ્ટિંગના આધારે છે. તેમજ વાહન નિર્માણ કરતી કંપનીઓ દ્વારા આપવામાં આવેલા આંકડાઓ અહીં વાપરવામાં આવ્યા છે.

English summary
Back in 2009 Bajaj came out with the Pulsar 220F, a Pulsar variant that was the largest displacement bike it had ever made. Its marketing tag line read "the fastest bike in India". With a 0-60 km/h time of about 4 seconds, it was indeed the fastest then, but times have changed and India plays hosts to several 200cc, 250cc and 300cc performance bikes, all of which outperform the good old Pulsar hands down.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X