For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુઝુકીએ લોન્ચ કર્યું Most Fuel Efficient સ્કૂટર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 8 મેઃ ભારતીય ઓટોમોબાઇલ બજારમાં એકથી એક ચઢિયાતા સ્કૂટર રજૂ કરનારી જાપાનીઝ કંપની દ્વારા વધુ એક ઓટોમેટિક સ્કૂટર લોન્ચ કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છેકે સુઝુકી દ્વારા લોન્ચ કરવામાં આવેલું આ સ્કૂટર ભારતના સૌથી સારા ફ્યુલ એફિસીએન્ટ સ્કૂટર્સમાનું એક છે. જે રીતે પેટ્રોલના ભાવ આસમાને પહોંચ્યા છે, તેને જોતા એ વાત નકારી ના શકાય કે આ સ્કૂટર ભારતીય યુવાનો પર પોતાની અસર છોડવામાં નિષ્ફળ નહીં જાય.

જોકે બજારમાં અનેક પ્રકારના સ્કૂટર્સ છે, જે પોતાના શાનદાર લુક, દમદાર એન્જીન અને એવરેજના કારણે લોકોને પોતાની તરફ આકર્ષવામાં સફળ રહ્યાં છે. ત્યારે આ સ્કૂટરના લોન્ચિંગ બાદ સ્કૂટર્સ રસિકોને વધુ એક ઓપ્શન મળી જશે, જ્યારે સ્કૂટર્સ નિર્માતાઓમાં પોતાના સ્કૂટરની લોકપ્રિયતા જાળવી રાખવા માટે સ્પર્ધા જામશે. જાપાનીઝ કંપનીએ પોતાના આ સ્કૂટરને અગાઉ ફેબ્રુઆરીમાં યોજાયેલા ઓટો એક્સપોમાં પ્રદર્શિત કર્યું હતું. જેની સીધી ટક્કર એક્ટિવા, ટીવીએસ વેગો અને જ્યુપીટર તથા યામાહા આલ્પા સાથે હોવાનું માનવામાં આવી રહ્યું છે. તો ચાલો તસવીરો થકી જાણીએ આ સ્કૂટર્સની ખાસિયતો.

સુઝુકી લેટ્સ અંગે માહિતી

સુઝુકી લેટ્સ અંગે માહિતી

સુઝુકી લેટ્સના ફીચર્સ સહિતની માહિતી જાણવા માટે તસવીરો પર ક્લીક કરો.

સુઝુકી લેટ્સનું એન્જીન

સુઝુકી લેટ્સનું એન્જીન

સુઝુકી લેટ્સમાં 112.8 સીસી એન્જીન આપવામાં આવ્યું છે જે 7500 આરપીએમ પર 8.7 હોર્સપાવર અને 6500 આરપીએમમાં 9 એનએમ ટાર્ક ડેવલોપ કરી શકે છે.

સુઝુકી લેટ્સની એવરેજ

સુઝુકી લેટ્સની એવરેજ

સુઝુકી લેટ્સની એવરેજ અંગે વાત કરવામાં આવે તો કંપની અનુસાર આ સ્કૂટર 63 કિ.મી પ્રતિ લીટરની એવરેજ આપવાની ક્ષમતા ધરાવે છે.

સુઝુકી લેટ્સના ફીચર્સ

સુઝુકી લેટ્સના ફીચર્સ

સુઝુકી લેટ્સના ફીચર્સની વાત કરવામાં આવે તો તેમાં મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ્સ આપવામાં આવ્યો છે.

સુઝુકી લેટ્સમાં ડિમેન્શન્સ

સુઝુકી લેટ્સમાં ડિમેન્શન્સ

સુઝુકી લેટ્સ 1805 એમએમ લંબાઇ, 655 એમએમ પહોળાઇ, 1120 એમએમ ઉંચાઇ છે અને તેનું વજન 98 કેજી છે.

સુઝુકી લેટ્સના વ્હીલ્સ અને બ્રેક

સુઝુકી લેટ્સના વ્હીલ્સ અને બ્રેક

સુઝુકી લેટ્સના રીયરમાં સ્વિંગ આર્મ ટાઇપ મોનો સંસ્પેન્શન અને ફ્રન્ટમાં ટેલિસ્કોપિક ફોર્ક્સ છે. 10 ઇન્ચના ટ્યૂબલેસ ટાયર્સ. 120 એમએમ ડ્રમ બ્રેક.

સુઝુકી લેટ્સના કલર

સુઝુકી લેટ્સના કલર

સુઝુકી લેટ્સને પાંચ કલરમાં લોન્ચ કરવામાં આવી છે, જેમાં બ્લુ, સિલ્વર, બ્લેક, રેડ અને વ્હાઇટ છે.

સુઝુકી લેટ્સની કિંમત

સુઝુકી લેટ્સની કિંમત

સુઝુકી લેટ્સની દિલ્હીમાં 47,610 રૂપિયા અને બેંગ્લોરમાં 52,822ની કિંમત નક્કી કરવામાં આવી છે.

English summary
The Suzuki Let's automatic scooter has arrived. The new automatic scooter from the Japanese company was revealed ahead of the Auto Expo in February and it will be pitted against the mighty Activa, the TVS Wego and the Jupiter, and Yamaha Alpha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X