For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કૈફે રેસરનો અનુભવ કરાવે છે એન્ફિલ્ડની કોન્ટિનેન્ટલ જીટી

By Super
|
Google Oneindia Gujarati News

વિશ્વને બુલેટ જેવી શાનદાર શાહી સવારીનો મજા અપાવનારી દેશની એકમાત્ર મોટરસાઇકલ વાહન નિર્માતા કંપની રોયલ એન્ફિલ્ડે તાજેતરમાં જ ભારતીય બજારમાં પોતાની બાઇક રેન્જમાં લાંબા સમય બાદ વધારો કર્યો છે. જી હાં, લાંબા સમય બાદ પોતાની બુલેટથી જ કંપની વિશ્વના રસ્તાઓ પર વિચરી રહી હતી, પરંતુ આ વખતે રોયલ એન્ફિલ્ડે પોતાની એક દમ નવી બાઇક કોન્ટિનેન્ટલ જીટીથી લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે.

પહેલાં કંપનીએ પોતાની આ બાઇકને વૈશ્વિક ઓળખ અપાવવા માટે લંડનના રસ્તાઓ પર રજૂ કરી હતી, બાદમાં તેને ભારતીય બજારમાં ઉતારી. જેમ કે રોયલ એન્ફિલ્ડની બાઇકને જોઇને તમે તેને સહેલાયથી ઓળખી શકો છો, નવી કોન્ટિનેન્ટલમાં પણ એ જ ખુબી જોવા મળશે. પોતાના ખાસ આકર્ષક લુક અને દમદાર અવાજના કારણે આ બાઇકે સહેલાયથી બધાને પોતાની તરફ આકર્ષિત કર્યા છે.

નવી રોયલ એન્ફિલ્ડ કોન્ટિનેન્ટલ જીટી દેખાવે રેટ્રો લુકનો આભાસ કરાવે છે અને આ પ્રકારની આ બાઇક દેશમાં પહેલી બાઇક છે. જેને કંપનીએ ખાસ કરીને યુવાનો અને તેમની જીવનશૈલીને ધ્યાનમાં રાખીને બનાવી છે. તો ચાલો તસવીરો થકી જાણીએ રોયલ એન્ફિલ્ડ કોન્ટિનેન્ટલ જીટી અંગે. અહીં સ્લાઇડરમાં બાઇકનો રિવ્યૂ આપવામાં આવ્યો છે.

 26 નવેમ્બરે લોન્ચ કરવામાં આવી હતી

26 નવેમ્બરે લોન્ચ કરવામાં આવી હતી

તમને જણાવી દઇએ કે કંપનીએ નવી રોયલ એન્ફિલ્ડ કોન્ટિનેન્ટલ જીટીને ગત 26 નવેમ્બરે લોન્ચ કરી હતી. નેક્સ્ટ સ્લાઇડ પર ક્લિક કરો અને જુઓ આ શાનદાર બાઇકમાં કંઇ ખુબીઓ છે જે તમને તેના તરફ આકર્ષિત કરે છે.

કૈફે રેસરના દોરની શરૂઆત

કૈફે રેસરના દોરની શરૂઆત

એક સમય હતો કે, જ્યારે બાઇકની દુનિયામાં કૈફે રેસરનું ચલણ હતુ, રોયલ એન્ફિલ્ડ કોન્ટિનેન્ટલ જીટીને એ જ દોરની શરૂઆત કરી હોય તેવું લાગી રહ્યું છે. ભારતીય બજારમાં આ બાઇકની કિંમત 2.05 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. સામાન્ય રીતે રોયલ એન્ફિલ્ડની બાઇકને તેના હેવી વજનના કારણે કેટલાક લોકો તેને સહેલાયથી ચલાવતા ખચકાય છે, પરંતુ આ કૈફે રેસરની સાથે એવું જરા પણ નથી. આ બાઇક ઘણી જ શાર્પ અને લાઇટવેટ છે.

યુવાઓને ધ્યાનમાં રાખીને કરાઇ તૈયાર

યુવાઓને ધ્યાનમાં રાખીને કરાઇ તૈયાર

રોયલ એન્ફિલ્ડના સીઇઓ ડો. વેકી પદ્મનાભમે પોતાના એક ઇન્ટર્વ્યુમાં જણાવ્યું હતું કે, આ બાઇકને એ યુવાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે, જે કૈફે કલ્ચર જેમ પોતાના મિત્રો વિગેરેને શહેરની આસપાસ સ્થિત કોઇ કેફે વિગેરે સ્થળો પર દરરોજ મળે છે. આ માટે તેઓ કોઇ દમદાર અને સ્ટાઇલિશ બાઇકનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે અને એ માટે આ બાઇક એકદમ ઉપયુક્ત છે.

સીટીંગ, આકર્ષક હેન્ડલથી લોકો પ્રભાવિત

સીટીંગ, આકર્ષક હેન્ડલથી લોકો પ્રભાવિત

આ બાઇક ખાસ કરીને સીટીંગ, આકર્ષક હેન્ડલ અને શાનદાર એન્જીન ક્ષમતાથી આપણે ઘણી જ પ્રભાવિત કરે છે. તમને જણાવી દઇએ કે આ બાઇકને કંપનીના લંડનના એક યુનિટે તૈયાર કરી છે અને તેને ખાસ કૈફે રેસર લુક પ્રદાન કરવામાં આવ્યું છે.

આ બાઇકનું એન્જીન

આ બાઇકનું એન્જીન

રોયલ એન્ફિલ્ડની બાઇક તેના એન્જીન માટે જાણીતી છે. આ બાઇકમાં આપણને એ દમ જોવા મળે છે. કંપનીએ 535 સીસીની ક્ષમતાના શાનદાર સિંગલ સિલેન્ડર એન્જીનનો પ્રયોગ કર્યો છે. જે બાઇકને 29.1 બીએચપીની શાનદાર શક્તિ પ્રદાન કરે છે.

અંદરના ભાગમાં ફેરબદલ

અંદરના ભાગમાં ફેરબદલ

કંપનીએ આ બાઇકના એન્જીનના અંદરના ભાગમાં ખાસ ફેરબદલ કર્યા છે, જે તેને વધુ શ્રેષ્ઠ બનાવે છે. જેમ કે કંપનીએ કોન્ટિનેન્ટલ જીટીમાં એલોય યુનિટ ફ્યૂલ ઇન્જેક્શન એન્જીનનો પ્રયોગ કર્યો છે. આ એન્જીન કંપની દ્વારા પૂર્વમાં પ્રયોગ કરવામાં આવેલા એન્જીનની સરખામણીએ એકદમ અલગ છે.

વાઇબ્રેશનનો અનુભવ નહીં થાય

વાઇબ્રેશનનો અનુભવ નહીં થાય

કંપનીએ આ બઇકમાં પાંચ સ્પીડ મેસ ગીયર બોક્સનો પ્રયોગ કર્યો છે. હાઇ સ્પીડમાં ગયા પછી પણ તમને બાઇક પર જરા પણ વાઇબ્રેશનનો અનુભવ નહીં થાય, જે બાઇકની ખુબીઓમાંની એક છે. આ બાઇકને તમે 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડાવી શકો છો, જે સ્પીડોમીટરમાં અંકિત છે.

 યાત્રા દરમિયાન આરામદાયક સફર

યાત્રા દરમિયાન આરામદાયક સફર

જેમ કે લાંબા સમયથી રોયલ એન્ફિલ્ડના બુલેટમાં તેની બ્રેકિંગ અને હેન્ડલિંગ અને ચેસિસને લઇને પ્રશ્નો ઉઠતાં રહ્યાં છે, આ વાતને ખાસ ધ્યાનમાં રાખીને કંપનીએ કોન્ટિનેન્ટલ જીટીમાં 41 એમએમ ટેલેસ્કોપિક ફ્રેમનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 110 એમએમ ફ્રન્ટ સસ્પેન્શન તમને યાત્રા દરમિયાન આરામદાયક સફર પ્રદાન કરે છે.

કોન્ટિનેન્ટલ જીટીના ટાયર

કોન્ટિનેન્ટલ જીટીના ટાયર

નવી રોયલ એન્ફિલન્ડ કોન્ટિનેન્ટલ જીટીના ટાયરનું વિવરણ
આગળનું વ્હિલ-100/90 x 18, 56 એચ પિરેલી સ્પોર્ટ ડિમોન
પાછળનું વ્હિલ- 130/70 x 18, 63 એચ પિરેલી સ્પોર્ટ ડિમોન

કોન્ટિનેન્ટલનું માઇલેજ

કોન્ટિનેન્ટલનું માઇલેજ

રોયલ એન્ફિલ્ડે નવી કોન્ટિનેટન્ટલ જીટીમાં 13.5 લીટરની ક્ષમતાની ફ્યૂલ ટેન્ક પ્રદાન કરી છે, બુલેટની સરખામણીએ આ ઘણી ઓછી છે, પરંતુ કૈફે રેસર માટે તે ઉપયુક્ત છે. જેમ કે આ બાઇકની એન્જીન ક્ષમતા ઘણી વધારે છે, કંપનીએ તેની માઇલેજને શ્રેષ્ઠ બનાવવાનો પુરતો પ્રયાસ કર્યો છે. કંનપી દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર નવી કોન્ટિનેન્ટલ જીટી 25 કિમી પ્રતિ લીટરનું માઇલેજ પ્રદાન કરે છે.

 કોન્ટિનેન્ટલનો રંગ

કોન્ટિનેન્ટલનો રંગ

હાલના સમયે યુવાનો વચ્ચે બાઇકના ચટક અને આકર્ષક રંગને લઇને પણ ઘણા ઉહાપોહ છે. કંપનીએ આ વાતને ધ્યાનમાં રાખીને નવી કોન્ટિનેન્ટલ જીટીને લાલ રંગની સાથે પીળા રંગમાં પણ રજૂ કરી છે. તમે તેમાંથી કોઇપણ મનપસંદ રંગની પસંદગી કરી શકો છો.

સીટનો ઓપ્શન

સીટનો ઓપ્શન

કંપનીએ આ વખતે બાઇકમા ડ્યુએલ અને સિંગલ બન્ને સીટોનો ઓપ્શન રજૂ કર્યો છે, જો કે, સીટની લંબાઇ જોઇને એ કહીં શકાય તેમ નથી કે પાછળ બેસનાર વ્યક્તિ કેટલી આરામદાયક સફર કરશે.

બાઇકની કિંમત

બાઇકની કિંમત

તમને જણાવી દઇએ કે જે મોડલનો ટેસ્ટ અમારી ડ્રાઇવ સ્પાર્કની ટીમ દ્વારા કરવામાં આવ્યો છે, તેની કિંમત 2.05 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. તેની કિંમત એક્સશોરૂમ દિલ્હી અનુસાર આપવામાં આવી છે. આ બાઇકને ડ્રાઇવસ્પાર્ક ટીમના મુખ્ય સંપાદક જોબો કુરુવિલાએ લગભગ 350 કિમી સુધી ચલાવીને ટેસ્ટ કર્યો છે.

શાનદાર પેઇન્ટ જોબ

શાનદાર પેઇન્ટ જોબ

આ બાઇકમાં શાનદાર પેઇન્ટ જોબ કરવામાં આવ્યું છે. જે નક્કી તમને પસંદ પડશે. શાનદાર સસ્પેન્શન, આકર્ષક લુક અને સ્ટાઇલિશ ડ્રાઇવિંગનો શાનદાર નમૂનો છે, નવી રોયલ એન્ફિલ્ડ કોન્ટિનેન્ટલ જીટી.

ભારતમાં એક નવા ટ્રેન્ડની શરૂઆત

ભારતમાં એક નવા ટ્રેન્ડની શરૂઆત

ભારતમાં આવેલી નવી રોયલ એન્ફિલ્ડ કોન્ટિનેન્ટલ જીટી એક નવા ટ્રેન્ડની શરૂઆત કરશે. તેનો શુભારંભ થઇ ચૂક્યો છે, કદાચ તમને પસંદ પડશે.

English summary
Royal Enfield has recently launches its awaited bike, Continental GT in Indian market. Here we are giving a special review of new Royal Enfield Continental GT Cafe Racer 535cc.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X