For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટોપ 10 ઓલટાઇમ ગ્રેટેસ્ટ બાઇકઃ આજે પણ કાયમ છે જાદૂ

|
Google Oneindia Gujarati News

ઈચ્છા એટલે કે કંઇક મેળવવાની આકાંક્ષા. મનુષ્ય કોઇપણ પ્રકારની ઇચ્છા ધરાવી શકે છે, જેમાં મટિરિયાલિસ્ટિક બાબતો હોઇ શકે છે અથવા તો નોન મટિરિયાલિસ્ટિક બાબતોની એ ઇચ્છા રાખી શકે છે. કાર્સ અને મોટરસાઇકલનો સમાવેશ મટિરિયાલિસ્ટિક બાબતોમાં થાય છે અને દરેકની એવી ઇચ્છા હોય છેકે તેની પાસે એક કાર અને બાઇક હોય. જોકે કેટલાક તેનાથી પણ વિશેષ વિચારતા હોય છે.

એક બાઇકર તરીકે વાત કરીએ તો કાર કરતા તેને પોતાની મોટરસાઇકલ અનેકગણી વ્હાલી અને તેના પ્રત્યે તેને લગાવ વધારે હોય છે, કારની સરખામણીએ બાઇકનું વેચાણ વધારે થાય છે, તેની પાછળનું કારણ એ છેકે વિશ્વભરમાં કારની સરખામણીએ બાઇક ચાહકો અથવા તો બાઇક ખરીદનારાઓની સંખ્યા વધારે હોય છે. તેના કારણે દર વર્ષ લાખો બાઇક્સનું નિર્માણ કરવામાં આવે છે. જોકે વિશ્વભરમાં લોન્ચ કરવામાં આવતી બાઇક્સમાંથી અમુક જ બાઇક એવી છે, જે વર્ષો સુધી પોતાનો જાદૂ ચલાવી શકે છે અથવા તો ગ્રેટ મોટરસાઇકલ તરીકે વર્ષો સુધી એ માનસપટલ પર છવાયેલી રહે છે.

આજે અમે અહીં એવી જ ટોપ 10 ઓલટાઇમ ગ્રેટેસ્ટ મોટરસાઇકલ અંગે માહિતી આપી રહ્યાં છીએ, જે આજે પણ પોતાની લોકપ્રીયતા અને ચાર્મ જાળવવામાં સફળ રહી છે. તો ચાલો તસવીરો થકી તેના પર નજર ફેરવીએ.

ગ્રેટેસ્ટ મોટરસાઇકલ

ગ્રેટેસ્ટ મોટરસાઇકલ

ટોપ 10 ઓલટાઇમ ગ્રેટેસ્ટ મોટરસાઇકલ અંગે જાણવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો.

10. બિમોટા ટેસી 3ડી

10. બિમોટા ટેસી 3ડી

અમારી આ યાદીમાં બિમોટા ટેસી 3ડી દસમાં ક્રમે આવે છે. આ બાઇકને પ્રથમ દ્રષ્ટિએ નિહાળતા જ તમે સમજી જશો કે શા માટે આ બાઇકનો સમાવેશ ઓલટાઇમ ગ્રેટેસ્ટ બાઇક્સની યાદીમાં કરવામાં આવ્યો છે. તેની ડિઝાઇન સુંદર છે. હબ સેન્ટર્ડ સ્ટીયરિંગ અને પુલ શોક ફોર્ક તેનો શ્રેષ્ઠ પાર્ટ છે. આ બાઇકમાં ડુકાટી એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

9. યામાહા વાયઝેડએફ-આર7

9. યામાહા વાયઝેડએફ-આર7

યામાહા આર7 ખરેખર રસપ્રદ બાઇક છે. આ બાઇક 749 સીસી, ફોર સિલિન્ડર એન્જીન ધરાવતી એક પ્રોપર રેસ સ્પેસ મોટરસાઇકલ છે. તેનું રસપ્રદ પાસુ તેમાં આપવામાં આવેલું મોટું એન્જીન છે. આર7 માત્ર 100 બીએચપી જ જનરેટ કરે છે, પરંતુ જો તેમાં આપવામાં આવેલા ફ્યુઅલ ઇન્જેક્ટર્સનો ઉપયોગ કરવામાં આવે તો 135 બીએચપી જનરેટ કરી શકે છે. કંપની દ્વારા આ મોડલના માત્ર 500 બાઇક જ બનાવવામાં આવ્યા હતા.

8. એપ્રિલિયા આરએસ 250

8. એપ્રિલિયા આરએસ 250

એપ્રિલિયા આરએસ 250ને એપ્રિલિયા દ્વારા પોતાની જીપી250ને રીસેમ્બલ કરવામાં આવી હતી, જે મોટોજીપી ચેમ્પિયનશિપમાં સફળ નિવડી હતી. આ બાઇકમાં એપ્રિલિયા દ્વારા રેસિંગમાં વપરાતા ફીચર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમજ તેમાં ઉપયોગમાં લેવામાં આવેલા ડીજીટલ ઇન્ટસ્ટ્રુમેન્ટ રાઇડરને વિવિધ માહિતી પૂરી પાડતા હતા. તે પ્રતિ કલાક કિ.મીની ઝડપની સૌથી વધુ અને સૌથી ઓછી રીડિંગ ડિસપ્લે કરતા હતા. આ ઉપરાંત તેમાં ક્રોનોમીટર, બેટરી ચાર્જ ઇન્ડિકેટર, વૉટર ટેમ્પ્રેચર, રેવ લિમિટર વૉર્નિંગ ઝોન ઇન્ડિકેટર વિગેરે ફીચર્સ આપવામાં આવ્યા હતા.

7. હોન્ડા આરસી30

7. હોન્ડા આરસી30

હોન્ડાની વીએફઆર750આર ખાસ કરીને હોન્ડા આર30 તરીકે જાણીતી છે. તેમાં 748 સીસી, 16 વાલ્વ, વી4 એન્જીન આપવામાં આવ્યું છે, જે 9500 આરપીએમ પર 76 એચપી જનરેટ કરે છે. આ બાઇકે વિશ્વ સુપરબાઇક ચેમ્પિનશિપમાં ભાગ લીધો હતો. આ બાઇકમાં સ્લિપર ક્લચ આપવામાં આવ્યો હતો જે રસ્તામાં સારો પાવર પૂરો પાડવામાં મદદરૂપ છે અને રાઇડરને ચલાવવામાં સરળ રહે છે.

6. મોટો ગુઝ્ઝી વી8

6. મોટો ગુઝ્ઝી વી8

આ યાદીમાં છઠ્ઠા નંબરે આવે છે, મોટો ગુઝ્ઝી વી8. આ બાઇકનું નિર્માંણ 1955-1967માં મોટો ગુઝ્ઝી ગ્રાન્ડ પ્રિક્સ ટીમ માટે રેસિંગ માટે કરવામાં આવ્યું હતું. જેમાં 499 સીસી, વી8, લિક્વિડ કૂલ્ડ એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે 12000 આરપીએમ પર 78 એચપી જનરેટ કરતું હતું. તેની ટોપ સ્પીડ 280 કિ.મી પ્રતિ કલાક હતી.

મોટો ગુઝ્ઝી વી8: એન્જીન

મોટો ગુઝ્ઝી વી8: એન્જીન

તેણે ગ્રાન્ડ પ્રિક્સ મોટરસાઇકલ રેસિંગમાં ફરીથી એ સ્પીડને ટચ કરી હતી. તેના દરેક સિલિન્ડરમાં આઠ કાર્બોરેટર ફેડ ફ્યુઅલ હતા.

5. ડુકાટી ડેસ્મેસેડિસિ આરઆર

5. ડુકાટી ડેસ્મેસેડિસિ આરઆર

આ બાઇકનું લિમિટેડ પ્રોડક્શન કરવામાં આવ્યું હતું જે મોટોજીપી બાઇકનું રોડ લીગલ વર્ઝન હતું. માત્ર 1500 બાઇક બનાવવામાં આવ્યા હતા. જેમાં વી4 ડબલ એલ ટ્વિન, ટ્વિન પલ્સ ફાયરિંગ ઓર્ડર, લિક્વિડ કૂલ્ડ, ડીઓએચસી, ડેસ્મોડ્રોમિક, ફોર ટિટેનિયમ વાલ્વ દરેક સિલિન્ડરે આપવામાં આવ્યા હતા. આ બાઇક 13,800 આરપીએમ પર 197 એચપી જનરેટ કરતી હતી.

ડુકાટી ડેસ્મોસેડિસિ આરઆર

ડુકાટી ડેસ્મોસેડિસિ આરઆર

આ બાઇકને સ્પેશિયલ વન બનાવે તેવી બાબત તેનું ઓલ કાર્બન ફાઇબર બોડીવર્ક અને મેગ્નેસિયમ રેસિંગ વ્હીલ્સ છે. આ બાઇકની ટોપ સ્પીડ 307.03 કિ.મી પ્રતિ કલાક હતી. આ જાહેર રસ્તામાં ઉપયોગમાં લઇ શકાય તેવી પ્રોપર જીપી બાઇક હતી.

4. વિન્સેન્ટ બ્લેક શેડો

4. વિન્સેન્ટ બ્લેક શેડો

આ યાદીમાં નંબર ચાર પર આવે છે વિન્સેન્ટ બ્લેક શેડો, આ બાઇકના માત્ર 1700 યુનિટ બહાર પાડવામાં આવ્યા હતા. આ એક ઇનોવેટિવ બાઇક હતી, તેમાં સ્ટ્રેસ્ડ એન્જીન અને ઘણું બધુ એલ્યુમિનિયમ ઉપયોગમાં લેવામાં આવ્યું હતું. 60ના દશકામાં બનાવવામાં આવેલી આ સૌથી ફાસ્ટેસ્ટ બાઇક હતી.

3. સુઝુકી આરજી 500 ગામ્મા

3. સુઝુકી આરજી 500 ગામ્મા

આ યાદીમાં ત્રીજા નંબર પર આવે છે સુઝુકીની આરજી 500 ગામ્મા. જેને 1985 અને 1987ની વચ્ચે બનાવવામાં આવી હતી. આ બાઇક 1984 સુઝુકી આરજી 500 ગામ્મા ગ્રાન્ડ પ્રિક્સ મોટરસાઇકલ પરથી પ્રેરણા લઇને બનાવવામાં આવી હતી. ટૂ સ્ટ્રોક, રોટરી વાલ્વ, ટ્વિન ક્રાન્ક, સ્ક્વેર ફોરનું 498 સીસી એન્જીન આપવામાં આવ્યું હતું, જે 93 એચપી જનરેટ કરતું હતું.

2. બીએમડબલ્યુ આર32

2. બીએમડબલ્યુ આર32

બીએમડબલ્યુ દ્વારા બનાવવામાં આવેલી આ પહેલી બાઇક હતી. જ્યારે તેમને એરક્રાફ્ટ બનાવવાનું બંધ કરવાની ફરજ પડી ત્યારે તેમણે મોટરસાઇકલનું નિર્માણ કરવાનું શરૂ કર્યું હતું. આર32એ પહેલી બોક્સર ટ્વિન, શાફ્ટ ડ્રિવન મોટરસાઇકલ હતી. બીએમડબલ્યુ પોતાની તમામ મોટરસાઇકલમાં શાફ્ટ ડ્રાઇવ્સનો ઉપયોગ કરે છે.

1. હોન્ડા એનઆર

1. હોન્ડા એનઆર

આ યાદીમાં નંબર એક પર આવે છે હોન્ડા એનઆર. તેની ડિઝાઇન શાનદાર છે, જેમાં ફુલ કાર્બન ફાઇબર બોડીવર્ક છે. ડુકાટી દ્વારા આજે પણ એવું જ કહેવામાં આવે છેકે હોન્ડા દ્વારા આ બાઇકમાં તેમની ડિઝાઇનને કોપી કરવામાં આવી છે.

હોન્ડા એનઆરઃ એન્જીન

હોન્ડા એનઆરઃ એન્જીન

આ બાઇકનું એન્જીન પર તેના દેખાવની જેમ શાનદાર છે. એનઆરમાં ઓવર પિસ્ટન છે, જેમાં દરેક સિલિન્ડરે 8 વાલ્વ છે અને તે ટૂ કોન રોડ્સથી દરેક પિસ્ટન સાથે જોડાયેલા છે. તેમાં વી8 એન્જીન છે. જ્યારે તેને લોન્ચ કરવામાં આવ્યું હતું ત્યારે અને આજે પણ તેને સૌથી મોંઘી બાઇક માનવામાં આવે છે.

English summary
Top 10 Greatest Motorcycles Of All Time
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X