For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓટો વર્લ્ડની 10 કૂલેસ્ટ જોબ્સ

|
Google Oneindia Gujarati News

ઓટોમોબાઇલ વર્લ્ડમાં કામ કરવા મળવું તે કેટલાક લોકો માટે સુંદર સ્વપ્નને સાચા થવા જેવું છે. ફરારી, લેમ્બોર્ગિની, ડુકાટી, બુગાટી અને એમવી અગસ્ટા આ બધી કંપનીના નામ સાંભળતા જ દિલની ધડકન તેજ થઇ જાય છે.

ત્યારે અહીં અમે તમને ઓટો ઇન્ડસ્ટ્રીની 10 કૂલ જોબ્સ વિષે જણાવાના છીએ તો જોતા રહો આ સ્લાઇડર.

10. સુપરકાર એન્જિન બિલ્ડર

10. સુપરકાર એન્જિન બિલ્ડર

એન્જિન બનાવવું એક કળા છે. પણ આ સાથે જ તેજ તર્રાર અને પાવરફૂલ એન્જિન બનાવા માટે યોગ્યતા પણ એટલી જ જરૂરી છે. આ ખરેખરમાં એક કૂલ જોબ બની શકે છે.મર્સિડિઝ એએમજી જીટી અને નિસાન જીટી-આરના એન્જિન હેન્ડ મેડ હોય છે. એટલું જ નહીં તેના એન્જિન પર તેના બનાવાવાળાનું નામ અને તેમના હસ્તાક્ષર પણ હોય છે.

9. વિટેંજ કાર રેસ્ટોરર

9. વિટેંજ કાર રેસ્ટોરર

વિટેંજ કાર એક સુંદર માસ્ટરપીસ હોય છે પણ સમય સાથે તેના પાર્ટ મળવા મુશ્કેલ થઇ જાય છે ત્યારે આવી કારને ઠીક કરવાનું કામ કેટલાક ટેલેન્ટેડ લોકો કરતા હોય છે. જો તે આમ ના કરતા હોત તો આજે આપણે આ સુંદર બ્યૂટીને જોઇ ના શકતા.

8. કસ્ટમ કાર બિલ્ડર્સ

8. કસ્ટમ કાર બિલ્ડર્સ

જરા વિચારો તો ખરા, કારને ડિઝાઇન કરવી અને તેને રિડિઝાઇન કરવી કેટલી કૂલ વસ્તુ છે. આ માટે ક્રિએટીવ માઇન્ડ અને એન્જિનિયરીંગમાં સારો અનુભવ બન્ને હોવા જરૂરી છે. આવા ક્રિએટીવ આર્ટીસ્ટોની કારની દુનિયામાં ભારે માંગ છે.

7. રોયલ ફેમલી શોફર

7. રોયલ ફેમલી શોફર

તમારે દરરોજ મોટા મોટા લોકોને મળવાનું, મોંધી મોંધી કાર ચલાવાની અને આ બધુ કરવા માટે તમને પગાર પણ મળે તો બીજું શું જોઇએ. રાજા, રાણીઓ અને નેતાઓના ડ્રાઇવરો આ જ કામ કરે છે.

6 ઓટો શો બેબ્સ

6 ઓટો શો બેબ્સ

કોઇ હિરોઇનની જેમ સ્કિમી આઉટફીટ પહેરી ખૂબસૂરત ગાડીઓ સાથે પોઝ આપવાનું. આ કામ છે ઓટો શો બેબ્સનું. આ એક એવી નોકરી છે જેની પર કેટલાયની નજર હોય છે.

5. કંપની સીઇઓ

5. કંપની સીઇઓ

બીજા જોડેથી કામ નીકાળવાનું અને માહિતી મેળવાનું આ જ કામ તો સીઇઓ કરે છે. જેમ કે ફોક્સવેગનના બોર્ડ ઓફ મેનેજમેન્ટના એજી પ્રો. ડોક્ટર માર્ટિન વિંટરકાર્ન. જેમના એક મહિનાનો પગાર એટલો છે કે તે દર મહિને એક નવી કાર ખરીદી શકે તેમ છે.

4. ડાઇનો બેન્ચ ટેસ્ટર

4. ડાઇનો બેન્ચ ટેસ્ટર

સુપરકારમાં બેસીને જો તમને નિશ્ચિત સીમા સુધી દરરોજ ચક્કર માળવા મળે તો એવી જોબ કરવાની કેવી મઝા આવે. અને આમ કર્યા પછી તમારે કારના ઓનરને કહેવાનું કે આને કેટલા પાવરની જરૂરત છે અને આ બધુ કરવા માટે તમને પગાર પણ મળે.

3. ફોર્મૂલા વન સેફ્ટી કાર ડ્રાઇવર

3. ફોર્મૂલા વન સેફ્ટી કાર ડ્રાઇવર

આ કામની શરૂઆત બ્રેંડ મેલેન્ડરે વર્ષ 2000માં કરી હતી. તેમનું કામ સ્પીડને કાબુમાં રાખવાનું હતું જેથી એફવન કારના ટાયર અને બ્રેક વધુ પડતા ઠંડા ના થઇ જાય.

2. મોટોજીપી ટેસ્ટ ડ્રાઇવર

2. મોટોજીપી ટેસ્ટ ડ્રાઇવર

જો તમને લાગે છે કે મોટરસાઇકલ રેસ એક કૂલ જોબ છે તો આ બાઇકોને ટેસ્ટ કરી તેને ડેવલોપ કરવામાં મદદ કરતા ટેસ્ટ ડ્રાઇવરોનું મહત્વ પણ ઓછું ના આંકી શકાય.

1. એડિટર ડ્રાઇવસ્પાર્ક

1. એડિટર ડ્રાઇવસ્પાર્ક

તમને જો કાર અને મોટરસાઇકલો ગમતી હોય તો આ તમારા માટે શ્રેષ્ઠ જોબ છે. કારણ કે આમાં તમને આ તમામ નવી કારો અને મોટરસાઇકલોને ચલાવા મળે છે અને તે વિષે લોકોને જાગૃત કરવા પણ મળે છે.

English summary
Top 10 coolest jobs in the automobile world. These jobs are quite possibly the most coolest jobs which any automobile enthusiast would love to do.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X