For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2014 ની ટોપ 10 ગૂગલ કાર બ્રાન્ડ્સ

|
Google Oneindia Gujarati News

કેટલાક સમય પહેલા જ્યારે આપણે કાર ખરીદતા હતા ત્યારે આપણે જેના ઘરમાં કાર હોય કે જેને ઓટામોબાઇલ વિષે સારી માહિતી હોય તેની સલાહ લેતા હતા. પણ આજકાલ બધુ બદલાઇ ગયું છે. હવે દરેક વસ્તુ માટે લોકો ગૂગલ કરી લે છે. કોઇ કંઇ પૂછે તો પણ જવાબ એ જ મળે છે કે ગૂગલ કરી લેને.

ત્યારે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં 2014માં જે 10 કારોના વિષે લોકોએ ગૂગલ પર સૌથી વધુ જાણકારી શોધી તે કારોનું લિસ્ટ આજે અમે તમને આ સ્લાઇડરમાં બતાવાના છીએ. તો જોતા રહો આ સ્લાઇડર..

10. ટેસ્લા મોટર્સ

10. ટેસ્લા મોટર્સ

ટેસ્લા મોટર્સનો ક્રમ આ લીસ્ટમાં 10મો છે. આ કારના નિર્માતા યૂએસની એક કંપની છે. વધુમાં આ એક ઇલેક્ટ્રિક કાર છે.

9. બીએમડબલ્યૂ

9. બીએમડબલ્યૂ

9મા ક્રમ પર આવનાર જર્મનીની લક્ઝરી કાર છે બીએમડબલ્યૂ. આ કંપનીની સ્થાપના 1961માં થઇ હતી અને તેની હેડઓફિસ મ્યૂનિખ, બાવારિયામાં છે.

8. નિસાન

8. નિસાન

જાપની કંપની નિસાન આ ક્રમમાં 8માં નંબરે છે. 1933માં સ્થાપિત થયેલી આ કંપની નિસાન, ઇનફિનિટી, દૈટસન અને નિસ્મો બ્રાન્ડ હેઠળ કાર વેચે છે. નોંધનીય છે કે 2013માં નિસાન છઠ્ઠી સૌથી મોટી કાર નિર્માતા કંપની હતી.

7. હોન્ડા

7. હોન્ડા

અન્ય એક કાર નિર્માતા કંપની હોન્ડા આ ક્રમ પર 7માં સ્થાને છે. વર્ષ 2001માં હોન્ડા વિશ્વમાં બીજા નંબરની સૌથી મોટી કાર નિર્માણ કંપની હતી. આ કંપનીની સ્થાપના 1946માં થઇ હતી.

6. સુબરુ

6. સુબરુ

જાપાની કાર નિર્માતા કંપની સુબરુ આ ક્રમાંકમાં છઠ્ઠા નંબરે છે. નોંધનીય છે કે પહેલી સુબરુ કાર 1954માં બની હતી.

5. જનરલ મોટર્સ

5. જનરલ મોટર્સ

અમેરીકી કાર નિર્માતા જનરલ મોટર્સનું આ સૂચીમાં 5મું સ્થાન છે. જીએમ વાહનો, તેના પાર્ટ્સ, ડિઝાઇન, વેચાણ અને આર્થિક સેવાઓ આપવાનું કામ કરે છે. તેની સ્થાપના 1908માં થઇ હતી.

4. ટોયોટા

4. ટોયોટા

1937માં ટોયોટાની સ્થાપના થઇ હતી. આ કંપનીનું મુખ્યાલય ટોયોટા, આઇચી, જાપાનમાં છે. વર્ષ 2014માં સમગ્ર વિશ્વમાં ટોયોટાના 338,875 કર્મચારીઓ હતા.

3.ડોઝ

3.ડોઝ

ડોઝ આ ક્રમમાં ત્રીજા નંબરે આવે છે. આ કંપની ઓટોમોબાઇલ, મીની વેન અને સ્પોર્ટ યૂટીલિટી વ્હીકલ બનાવે છે. યુએસએમાં સ્થિત આ કંપનીની સ્થાપના 1900માં થઇ હતી.

2.જીપ

2.જીપ

જીપ આ લીસ્ટમાં બીજા નંબરે છે. આ કંપની ફિએટ ક્રિસલર ઓટોમોબાઇલની સહાયક કંપની છે. આ કંપનીની સ્થાપના 1941માં થઇ હતી.

1.ફોર્ડ

1.ફોર્ડ

અમેરિકામાં સૌથી વધુ ગૂગલ્ડ કરાયેલી કાર છે ફોર્ડ. તેની સ્થાપના 1903માં હેનરી ફોર્ડે કરી હતી. આ કંપની ફોર્ડ અને લિંકન બ્રાન્ડના નામથી વાહનો વેચે છે.

English summary
Top 10 most Googled cars brands of 2014. These 10 car brands have been searched for the most in Google in 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X