For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીડિયોઃ ટ્રકે લગાવ્યો 83 ફૂટનો કૂદકો ને બની ગયો વિશ્વ રેકોર્ડ

|
Google Oneindia Gujarati News

આપણે ઓટોમોબાઇલ ક્ષેત્રમાં કરવામાં આવેલા અનેક એવા સ્ટંટ્સ અને રેકોર્ડ જોયા હશે કે જે કરવા જોખમી અને સાહસિક હોય છે. કાર ડ્રાફ્ટિંગ, ઓફ રોડ રેકોર્ડ, બાઇક દ્વારા રાઇડર્સ જે કરતબ હવામાં કરે છે, તે ખરેખર ચોંકાવી દે અને આપણા શ્વાસ થંભાવી દે તેવા હોય છે. આજે અમે અહીં એવો જ એક વિશ્વ રેકોર્ડ લઇને આવી રહ્યાં છીએ. જેમાં એક ટ્રકને હવામાં ઉડાવવામાં આવ્યો છે. જીહાં, આ ટ્રકે ફોર્મુલા વન રેસિંગ કાર સાથે રેસ લગાવ્યા બાદ હવામાં મોટો કૂદકો માર્યો હતો અને સાથે જ એક વિશ્વ રેકોર્ડ બનાવી દીધો હતો.

અહીં આ વિશ્વ રેકોર્ડનો વીડિયો આપવામાં આવ્યો છે, જેમાં લોટસ એફ 1 ટીમ દ્વારા આ સ્થાપિત કરવામાં આવ્યો છે. વીડિયોમાં તમે જોઇ શકશો કે પહેલા ટ્રક ડ્રાઇવર ટ્રેક પર આવે છે અને પછી ફોર્મુલા વન રેસિંગ કાર સાથે રેસ લગાવે છે, બાદમાં વચ્ચે રાખવામાં આવેલા બિમ પર ટ્રકને ચઢાવીને તેને કૂદાવવામાં આવે છે. એ જ સમયે ફોર્મુલા વન રેસિંગ કાર ટ્રક નીચેથી ચપળતાપૂર્વક પસાર થઇ જાય છે. જે કોઇના પણ શ્વાસને થંભાવી દે તેવું છે. આ દરમિયાન ટ્રક 83 ફૂટ અને 7 ઇંચનો જમ્પ લગાવ્યો હતો.

નોંધનીય છેકે, આ ટ્રકને જાણીતા સ્ટંટમેન માઇક રાયન દ્વારા ચલાવવામાં આવ્યો હતો. જે પ્રકારનો સ્ટંટ આ સાહસિકોએ કર્યો છે, તેવા સ્ટંટ આપણને જેમ્સ બોન્ડ શ્રેણીની ફિલ્મોમા જોવા મળે છે. તો ચાલો અહીં આપવામાં આવેલા વીડિયોમાં એ નિહાળીએ.

English summary
Lotus sets world record after jumping a truck over one of the team’s cars
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X