For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવી રહ્યું છે વિન્ડોલેસ પ્લેનઃ નિહાળી શકાશે સુંદર આકાશી નજારાને

|
Google Oneindia Gujarati News

ઇમેજીન કરો કે તમે એક પ્લેનમાં ઉડી રહ્યા હોવ અને તેમાં બેઠાં બેઠાં જ તમે તમારી આસપાસ વાદળાઓને નિહાળી શકો. આકાશની સુંદરતાને નિકટથી જોઇ શકો તો? કદાચ આ બધું એક સ્વપ્ન સમાન લાગતું હશે, પરંતુ યુકે સ્થિત એક કંપની દ્વારા એક એવા પ્લેનની રચના કરવાનો નિર્ણય કર્યો છે, જે થકી આ તમામ બાબતો શક્ય બનશે. જીહા, આગામી 10 વર્ષમાં વિશ્વમાં એક અનોખું પ્લેન લોન્ચ કરવામાં આવશે, જે વિન્ડોલેસ હશે.

Windowless-planes-is-this-the-future-of-flying
યુકે સ્થિત કંપી સેન્ટર ફોર પ્રેસેસ ઇનોવેશન(સીપીઆઇ)ના ટેક્નોલોજી એસોસિએશન દ્વારા નેક્સ્ટ જનરેશનનું એરક્રાફ્ટ બનાવવાની દિશામાં કામ શરૂ કર્યું છે. જેનાથી પ્લેનમાં મુસાફરી કરનારાને એક અનોખો અનુભવ થશે ઉપરાંત ફ્યુઅલની બચત પણ થશે.

કંપનીના માર્કેટિંગ મેનેજરે જણાવ્યા પ્રમાણે, વિન્ડો હટાવવાથી એરક્રાફ્ટનું વજન હળવું થશે, જેના કારણે ફ્યુઅલની બચત કરી શકાશે તેમજ ઓપરેશનલ કોસ્ટમાં પણ ઘટાડો થશે. વિન્ડોના સ્થાને પ્લેનમાં હાઇ ક્લોવિટીની ફ્લેક્સિબલ ઓએલઇડી ડિસ્પલે લગાવવામાં આવશે. જે પ્લેનના એક્સટેરિયર સાથે ઇન્ટ્રાગેટેડ ડીજીટલ કેમેરા સાથે જોડાયેલી હશે.

આ પ્રકારે એરફેરમાં પણ ઘટાડો થશે તેવો કંપનીનો દાવો છે. વિન્ડોલેસ એલિમેન્ટમાં મુસાફર વેબ સર્ફ કરી શકશે, ફ્લાઇટમાં એન્ટરટેઇનમેન્ટનો આનંદ ઉઠાવી શકશે અને પ્લેનમાં વિવિધ એંગલ બદલી શકશે. નોંધનીય છેકે અમુક મહિનાઓ પહેલા સ્પાઇક એરોસ્પેસ દ્વારા વિશ્વના પહેલા સુપરસોનિક જેટનો કન્સેપ્ટ લોન્ચ કર્યો હતો, જેને સ્પાઇક એસ-512 તરીકે ઓળખવામાં આવે છે, તે પણ એક વિન્ડોલેસ જેટ છે. અહીં સીપીઆઇના વિન્ડોલેસ પ્લેનના પ્રોજેક્ટનો વીડિયો આપવામાં આવ્યો છે.

<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/afGL5GX6avs" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Windowless Planes to Hit Skies in Next Decade
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X