For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દર મહિને પોતાના પર ધ્યાન આપવાના 8 કારણ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

દરેકની જરૂરિયાતનું ધ્યાન રાખો પરંતુ તેના ચક્કરમાં પોતાના પર ધ્યાન આપવાનું ન ભૂલો. પોતાના પર ધ્યાન આપો. વાસ્તવમાં જો તમે પોતાના પર ધ્યાન આપશો તો તમારા માટે વધુ સારું રહેશે.

એકદમ સ્વાર્થી ન બનો, પરંતુ પોતાના વ્યક્તિત્વ, વાતો અને સ્વભાવમાં કંઇક ને કંઇ સકારાત્મક પરિવર્તન અવશ્ય લાવો. અહીં 8 એવા કારણ બતાવવામાં આવ્યા છે જે તમારા પોતાના પર ધ્યાન આપવાના કારણે બની શકે છે. દર મહિને પોતાના પર ધ્યાન આપવાના 8 કારણ નિમ્નલિખિત છે-

ઇમ્યૂનિટી બૂસ્ટર

ઇમ્યૂનિટી બૂસ્ટર

પોતાના શરીરની ઇમ્યૂનિટીને બૂસ્ટ કરવા માટે પોતાના પર ધ્યાન આપે. તેના માટે કસરત કરો, માલિશ કરો, જેથી તમે શરીરની પ્રતિરોધક ક્ષમતામાં વધારો થાય. માલિશ કરવાથી બોડી પર જેન્ટલ પ્રેશર પડે છે જે શરીરના બેકાર તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. જો શરીરનો ઇમ્યૂનિટી પાવર સારો હશે, તો શરદી, ખાંસી, તાવ વગેરે સામે લડવાની તાકાત મળશે.

ઉંઘમાં સુધારો

ઉંઘમાં સુધારો

જો તમે ખૂબ જલદી ઉંઘમાંથી ઉઠી જાવ છો તો આ સ્વાસ્થ્ય માટે સારી વાત નથી. દરેક વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછી 8 કલાકની ઉંઘ જરૂર લેવી જોઇએ. જો ઉંઘ પુરતી લેવામાં આવે તો શરીરમાં બધા હાર્મોન્સ સંતુલિત માત્રામાં રહે છે અને મગજમાં ફ્રેશનેસ રહે છે.

સ્વચ્છ ત્વચા

સ્વચ્છ ત્વચા

જો તમારી ત્વચા પર ઘણા બધા દાણા છે તો પોતાના શરીરની ત્વચા પર ધ્યાન આપવાની જરૂરિયાત છે. ત્વચાને સાફ કરવા માટે ઘણા પ્રકારના હર્બલ અથવા કોસ્મેટિક પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવી શકે છે, પરંતુ પોતાની ત્વચાના પ્રકારે તેનો ઉપયોગ કરો. તમે ભલે તો પીલ, લેઝર ટ્રીટમેંટ વગેરે પણ કરાવી શકો છો.

કઠોર પરિશ્રમમાંથી બ્રેક લો

કઠોર પરિશ્રમમાંથી બ્રેક લો

લાંબા સમય સુધી કામ ન કરો. દરેક મહિને ઓછામાં ઓછા બે દિવસ રજા લો અને આરામ કરો. પોતાના શરીરને આરામ આપતાં પણ શીખો, આનાથી જ્યારે તમે ફરીથી કામ શરૂ કરશો તો વધુ સારું લાગશે અને ક્ષમતામાં વધારો થશે.

પડકારોનો સામનો કરો

પડકારોનો સામનો કરો

ઘણીવાર તમે પોતાના કમ્ફર્ટ જોનથી બહાર રહેવું પસંદ કરતા નથી, પરંતુ મજબૂરીમાં રહેવું પડે છે. પરંતુ જો તમે ખરેખર થોડી શાંતિ અને પ્રેમ ઇચ્છો છો તો તમે કમ્ફર્ટ જોનમાં એકલા સમય વિતાવો. તેનાથી તમને ચિંતા રહેશે નહી, તણાવ રહેશે નહી અને કોઇ માનસિક પરેશાની અથવા સ્ટ્રેસ પણ રહેશે નહી.

આત્મવિશ્વાસ વધારો

આત્મવિશ્વાસ વધારો

જ્યારે તમે સારા દિવસો જુઓ છો તો તમારી અંદરથી આત્મવિશ્વાસ આવે છે કે યસ...! એટલા માટે જરૂરી છે કે પોતાની અંદર આત્મવિશ્વાસને વધારો. પોતાને સારી રીતે તૈયાર કરો, સારા ડ્રેસ પહેરો અને સારી રીતે સંભાળ કરો. આનાથી તમારો આત્મવિશ્વાસ સ્વત: આવશે.

ડિપ્રેશનને દૂર કરો

ડિપ્રેશનને દૂર કરો

ડિપ્રેશનની સ્થિતી પેદા ન થવા દો. પોતાનાને બ્રેક આપો. બહાર જાવ, સોશિયલ બનો અને પોતાનાને ખુશ રહેવાનો પ્રસાય કરો. નકારાત્મક વાતો અને લોકોથી દૂર રહો. વીકેંડ પર જે પણ કામ સારું લાગે તે કરો.

જુના દર્દમાંથી રાહત

જુના દર્દમાંથી રાહત

એક ઉંમર બાદ મોટાભાગે ક્યાંક ને ક્યાંક દુખાવો રહે છે. મહિનામાં ઓછામાં ઓછા એક વખત પોતાના શરીરની સ્પા મસાજ કરાવો અને દવા ખાવ, તેનાથી તમને ઘણો આરામ મળશે. સ્વિડિશ મસાજ એવામાં વધુ ફાયદાકારક હોય છે. એટલા માટે મહિનામાં એકવાર તો તમે તેના ઉપર એટલો ખર્ચ કરી શકો છો.

English summary
You take care of everyone’s needs but hardly give a thought to yourself. While your unselfishness is admirable it is not necessarily wise. In fact, you may be doing yourself and everyone around you a disservice by failing to pamper yourself on a regular basis.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X