For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો તાજમહેલની સત્યતાના આ 10 પહેલું

|
Google Oneindia Gujarati News

તાજમહેલ, પ્રેમની આ અનોખી નિશાની જેને દુનિયાની આઠમી અજાયબીમાંથી એક માનવામાં આવે છે. તેવા ભારતના ગર્વ સમાન આ અદ્ધભૂત સ્મારકની સુંદરતા અને તેની બેનમૂનતા વિષે જેટલું પણ લખીએ તેટલું ઓછું છે.

મુગલ રાજા શાહજહાંએ આ તાજમહેલ તેની બેગમ મુમતાઝની યાદમાં બનાવ્યું હતું. ત્યારે દુનિયાભરના પ્રેમીઓ તેમના જીવનમાં એક વાર આ સુંદર જગ્યાની મુલાકાત લેવાનું વિચારે છે.

યમુના નદીના તટ પર આવેલ આ સ્મારક વિષે અનેક વાતો કહેવા અને સાંભળવા મળે છે. કોઇ તેને પ્રેમની નિશાની નહીં પણ કુરાનમાં બતાવેલા જન્નતની પ્રતિકૃતિ કહે છે તો કેટલાક લોકોનું માનવું છે કે પહેલા અહીં હિંદુ મંદિર હતું. ત્યારે આવી જ કેટલીક રોચક માહિતી આજે અમે તમને જણાવીશું આ ફોટોસ્લાઇડરમાં...

1

1

શાહજહાંએ તેની ત્રીજી બેગમ મુમતાઝની યાદમાં વર્ષ 1631માં તાજમહાલનું નિર્માણ કર્યું હતું. મુમતાઝ, શાહજહાંના બાળકને જન્મ આપતી વખતે મરી ગઇ હતી. કહેવાય છે કે શાહજહાં કંઇક તેવું કરવા ઇચ્છતા હતા જેવું કોઇએ પણ તેની પ્રેમિકા માટે ના કર્યું હોય.

2

2

વર્ષ 1632માં તાજમહાલ બનાવવાની શરૂઆત થઇ. પણ તેને બનતા 22 વર્ષ લાગ્યા. કુલ 22000 કલાકારો અને ચિત્રકારોએ મળીને તેને બનાવ્યો. વર્ષ 1653માં તે બનીને તૈયાર થયો. તે સમયે તાજમહેલ બનાવવા પાછળ શાહજહાંએ 32 મિલિયન ડોલરનો ખર્ચ કર્યો હતો.

3

3

તાજમહાલના આર્કિટેક્ટનું નામ હતું અહમદ લાહૌરી. તેને બનાવવા માટે 1000 હાથીઓનો ઉપયોગ કરાયો. જે આ સ્મારકના પથ્થરને ખેંચવાનું કામ કરતા હતા.

4

4

કહેવાય છે કે શાહજહાં નહતા ઇચ્છતા કે કોઇ ફરી તાજમહેલ બનાવે. મોટે તેમણે મોટી રકમ આપી તાજમહેલ બનાવનાર કલાકારોના અંગૂઠા કાપી નાંખ્યા.

5

5

17 હેક્ટરમાં ફેલાયેલા આ સ્મારકને મુસ્લિમ ધર્મની વાસ્તુકળા પ્રમાણે બનાવ્યું છે. કહેવાય છે કે તેને બનાવવા માટે રાજસ્થાન, ચીન, અફગાનિસ્તાન અને તિબ્બટથી સંગેમરમર લાવવામાં આવ્યો હતો. વળી તેમાં 28 ટાઇપના કિંમતી પથ્થને ઝડવામાં આવ્યા છે.

6

6

તાજમહેલમાં અનેક આયાતો લખવામાં આવી છે. અરબી ભાષાની આ આયાતો માટે કૈલીગ્રાફીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વળી તેમાં અલ્લાહના 99 વિભિન્ન નામોને પણ ગુબંઝના પથ્થર પર અંકિત કરવામાં આવ્યા છે.

7

7

જે રીતે સફેદ સંગેમરમરનો તાજમહલ છે તેવી જ રીતે કાળા સંગેમરમરનો તાજમહલ શાહજહાં નદીની બીજી બાજુ બનાવવા માંગતા હતા. પણ તાજમહલ પર થયેલા ખર્ચા બાદ તેમના પુત્રએ શાહજહાંને તેવું કરવા ના દીધું. અને તેણે શાહજંહાને બંદી બનાવી લીધા.

8

8

પ્રદૂષણ અને અન્ય કારણોના કારણે તાજમહલે તેની સફેદી છોડી દીધી છે. તે હવે હલ્કો ગુલાબી રંગનો થઇ ગયો છે. જો કે તાજમહેલ પર ચંદ્રમાની રોશનીનો વિશેષ પ્રભાવ પડે છે. અને પૂર્ણિમાની રાતે તાજમહેલ સોનરી રંગ જેવો ચમકી ઉઠે છે.

9

9

તાજમહલમાં 1857ના હમલા દરમિયાન થોડું નુક્શાન થયું હતું. પણ લોર્ડ કર્ઝને 1908માં તેને ઠીક કરી દીધું હતું. કારણ કે ત્યાં સુધીમાં તાજમહલની પ્રખ્યાતિ દુનિયાભરમાં થઇ ગઇ હતી.

10

10

કહેવાય છે કે તાજમહેલની જગ્યા પર પહેલા રાજા પરમાર દેવ દ્વારા નિર્મિત તેજો મહાલય નામનું શિવજીનું મંદિર હતું. જો કે મુગલો આ વિસ્તાર પર પોતાનો તાબા હેઠળ કરતા. તેમણે અહીં સ્મારક બનાવ્યો. જો કે આ વાતમાં કેટલી સચ્ચાઇ છે તે વાતની કોઇ પૃષ્ઠિ નથી. જો કે તેમ છતાં દર વર્ષે દુનિયાભરની કરોડો લોકો અહીં આવે છે.

English summary
10 Most Interesting and Unknown Facts about Taj Mahal In this article we shall discuss a few hidden secrets of Taj Mahal which will shock you. Here are 10 most interesting and unknown facts about the Taj Mahal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X