For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: ગાડીમાં છુપાઇને બેઠો હતો આ 3 મીટર લાંબો કિંગ કોબરા

ચીનમાં એક વ્યક્તિની ગાડીમાંથી 3 મીટર લાંબો કિંગ કોબરા સાપ મળી આવ્યો હતો.

By Shachi
|
Google Oneindia Gujarati News

સાપોનો રાજા કહેવાતા કિંગ કોબરાના ઘણા કિસ્સા તમે સાંભળ્યા હશે. પરંતુ જો 3 મીટર લાંબો કિંગ કોબરા સાપ જો કોઇની ગાડીમાં ઘર બનાવી લે તો કેવું લાગે? ચીનમાં એક વ્યક્તિ સાથે કંઇક એવું જ થયું છે. વાત કંઇક એમ બની કે, આ વ્યક્તિ ઘણા સમયથી પોતાની ગાડી ચાલુ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. અનેક પ્રયત્નો છતાં જ્યારે ગાડી ચાલુ ન થઇ તો તેણે પોતાની ગાડીનું બોનટ ખોલ્યું. બોનટમાં તેને એક ત્રણ મીટર લાંબો સાપ જોવા મળ્યો, જે જોઇને તે આશ્ચર્યચકિત થઇ ગયો.

king cobra

પોલીસની મદદ લઇ સાપને ગાડીના બોનટમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો, આ આખી ઘટનાને વીડિયોમાં કેદ કરી વીડિયો સોશિયલ મીડિયા પર મુકવામાં આવ્યો છે.

ત્રણ મીટર લાંબા આ કિંગ કોબરાનું વજન સાડા ચાર કિલોથી વધારે હતું. કોબરાને જ્યારે ગાડીના બોનટમાંથી બહાર કાઢવામાં આવ્યો ત્યારે તેણે ભારે ધમાલ કરવાનો પ્રયાસ કર્યો હતો. ગાડીમાંથી કાઢીને આ સાપને જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો.

સોશિયલ મીડિયા પર શેર થયો વીડિયો

આ ઘટનાનો વીડિયો ફેસબૂક પર શેર થયા બાદ ખૂબ વાયરલ થયો છે. આ વીડિયોને લગભગ 70 હજાર વ્યૂ મળ્યા છે અને એક હજારથી વધુ રિએક્શન મળ્યા છે. એક ફેસબૂક યૂઝરે લખ્યું છે, સર, આ કોબરા માટે તમને વધારે મોટી બેગની જરૂર છે.

પોલીસ ટીમને બોલાવી પૂરું કર્યું મિશન

3 મીટર લાંબા આ કોબરાને ગાડીમાંથી બહાર કાઢવા માટે પોલીસ ટીમની મદદ લેવામાં આવી હતી. 1 સ્ટિક વડે ખેંચીને કોબરાને બહાર કાઢવામાં આવ્યો અને એક સ્ટિકનો ઉપયોગ કોબરાને નિયંત્રણમાં રાખવા માટે કરવામાં આવ્યો હતો. શાંતિથી વીડિયો જોતાં ખ્યાલ આવશે કે, આ એક કોબરાને કાઢવા માટે પોલીસે કેટલી જહેમત ઉઠાવવી પડી હતી.

English summary
3 meter long King Cobra found in car's bonnet in China. This video is going viral on social media.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X