ગુમ થયા પછી આ માણસનું મૃત શરીર મળ્યું, આના પેટમાં...

આ સૌથી વધુ વિચિત્ર ઘટનાઓમાથી એક છે જે ભાગ્યે જ બનતી હોય છે. જ્યાં એક ખોવાયલો વ્યક્તિ એક મહાકાય અજગરની પેટમાંથી મળ્યો હતો. વધુ વાચો અહીં.

Subscribe to Oneindia News

ઈન્ટરનેટ પર એવા ઘણા ફોટોઝ અપલોડ કરવામાં આવે છે, જે ફટાફટ વાયરલ બની જાય છે, જોકે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે. આવી જ એક વિવાદાસ્પદ ઘટનાનો ફોટો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે. એક માણસ જે છેલ્લા 24 કલાકથી ઘરેથી નકળી ને પોતના ખેત તરફ ગયોલો તે પરત ફર્યો નહતો. તો લોકો તેને ખોવાઇ ગયેલો માની તેની શોધખોળ કરવા લાગ્યા જે દરમિયાન લોકોને એક અજગર ના પેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. આજે જાણીએ એવી જ એક વિચિત્ર ઘટના વિશે, કેમ એક વ્યક્તિને આવી ધૃણાજનક મોત મળી? કહેવાય છે આ એક ચોંકાવનારી ઘટના છે. કારણ કે ભાગ્યેજ તેવું બને છે કે અજગર મનુષ્યો ખાઇ જાય. ત્યારે શું છે આ આખી વાત જાણો અહીંય.

Read aslo : Bizarre: આ ભાઇ પોતાને તેલના ઇન્જેક્શન આપે છે, કારણ છે...

અજગરનો હુમલો

સંશોધકોએ દાવો કર્યા છે કે અજગર ખાસ કરીને મોટા પ્રાણીઓને તેમના ખોરાક તરીકે લેતા હોય છે. તેઓ એક હરણ, એક કાળિયાર, કે એક વાછરડાને આરામથી ખાઇ શકે છે. જોકે, તેમ છતાં સંશોધકર્તા સ્વીકારે છે કે ભાગ્યેજ અજગર મનુષ્યો પર હુમલો કરે છે.

અકબર સાલુબિરો

અકબર સાલુબિરો માત્ર પચ્ચીસ વર્ષનો હતો જ્યારે તે અજગરના હુમલાનો શિકાર બન્યો. અકબર તેના સૌથી ખરાબ સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય કે તેને આવી મોત મળશે. વળી જેના કારણે અકબરની મોત થઇ હતી. તે અજગરને પણ પાછળથી લોકો દ્વારા મારી નાખવામાં આવ્યો હતો.

ગુમ થવાની ફરિયાદ

અકબર સાલુબિરો 24કલાક પહેલા પોતાના ઘરેથી નકળીને પોતના ખેતમાં પામ તેલ લેવા ગયો હતો પણ પરત ન ફરતા, તેના મિત્રો અને પરિવારના લોકોએ મળીને તેના ગુમ થવાની ફરીયાદ કરી હતી.

વિશાળ અજગર

જ્યારે અકબરના ગુમ થવાની તપાસ પરિવારજનો કરી રહ્યા હતા ત્યારે જ લોકોને 23 ફૂટ લાંબો કદાવર અજગર સુસ્ત હાલતમાં મળી આવ્યો. તે અજગરનું પેટ અસાધારણ રીતે ફુલી ગયેલુ. અને અની આજુ બાજુ તેઓને કટીંગનુ સાધન અને એક જૂતા મળ્યા હતા. જે અકબરના હોય તેવું લાગતું હતું.

અજગરની પણ મોત.

લોકોને અમંગળ શંકા જતા તેઓએ અજગરના પેટને કાપવાનું નક્કી કર્યું. જ્યારે અજગરનું પેટ કાપવામાં આવ્યું ત્યારે તેમાંથી મૃત અકબરની લાશ મળી. જાણકારો જણાવ્યું કે અકબરને પહેલા અજગરે દબોચ્યો અને પછી તેને ગળી ગયો. પણ પછી તેને પચાવવો તેમને મુશ્કેલ પડી ગયો. અને માટે જ તે આવી સુસ્ત હાલતમાં પડ્યો હતો.

English summary
Indonesia : A man who was missing was found in a pythons stomach. Find out more about this freaking bizarre incident…
Please Wait while comments are loading...