For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હજારો વર્ષો પહેલા પણ હતી આવી એડવાન્સ ટેકનોલોજી

|
Google Oneindia Gujarati News

આજે જ્યારે આખી દુનિયા આધુનિક વિજ્ઞાનની વાહવાઇ ગાય છે ત્યારે તે વાત પણ એટલી જ સારી છે કે આપણા આધુનિક વિજ્ઞાનને આગળ વધારવા માટે આપણા પૂર્વજો દ્વારા તે સમયમાં ખૂબ જ ઓછા સાધનો અને જ્ઞાનના અભાવમાં પણ શોધવામાં આવેલી આત્યાધુનિક ટેનકોલોજીનો મહત્વપૂર્ણ હાથ રહેલો છે. પ્રાચીન કાળમાં જે અડવાન્સ ટેકનોલોજીની શોધ કરવામાં આવી છે તે આજની ટેકનોલોજીથી પણ ખાસ છે.

આજે આપણે પાસે કોમ્પ્યૂટર અને ઇન્ટરનેટ દ્વારા દુનિયાભરની માહિતી છે. અને આ જ કારણે આપણે અનેક વસ્તુઓની શોધ ખૂબ જ સરળતાથી અને સટિક રીતે કરી શકીએ છીએ. પણ પ્રાચીન સમયમાં જે વૈજ્ઞાનિકો અને સંશોધકોએ જે શોધ કરી છે તે ખૂબ જ ટાંચા સાધનો અને જૂજ માહિતી દ્વારા જ બનાવવામાં આવી હતી. ત્યારે આજે અમે તમને આવી જ કેટલીક પ્રાચીન સમયની એડવાન્સ ટેક્નોલોજી વાળી શોધ વિષે જણાવાના છીએ. તો વાંચો આ રસપ્રદ આર્ટીકલ....

બૂમરંગ

બૂમરંગ

માનવો દ્વારા નિર્મત સૌથી જૂના અને અદ્ઘભૂત આવિષ્કારોમાંથી એક છે આ બૂમરંગ. જેને ઓસ્ટ્રેલિયાના આદિવાસીઓએ 10,000 વર્ષ પહેલા બનાવ્યું હતું. વળી લાકડી માંથી બનતા આ ઓજારને 23,000 વર્ષ જૂની હોવાના પણ પ્રમાણો મળે છે. અને તેની ખાસિયત તે છે કે હવામાં ઉડીને પાછું જ્યાંથી ફેંકવામાં આવે છે ત્યાં પરત આવે છે.

પીત્તળ

પીત્તળ

પહેલાના સમયમાં કિટનાશકના રૂપમાં પીત્તળનો ઉપયોગ થતો. પીત્તળના ડોરનોબ આ જ વાતનું ઉદાહરણ છે. ધાતુ કીટનાશકની જેમ કામ કરે છે. માટે જ તેનો ઉપયોગ અનેક રીતે કરવામાં આવે છે.

કોક્રિટ

કોક્રિટ

આજે આપણે જે આલિશાન કોક્રિકના ઘરોમાં સલામતી સાથે રહીએ છીએ તેની શોધ રોમ શાસન દરમિયાન થઇ હતી. જે બાદ નિર્માણ કાર્યોમાં તેજી આવી હતી. રોમન્સની કેમેસ્ટ્રીના સાહિત્યોમાં તેનો પ્રભાવ અને પ્રયોગો વિષે લખવામાં આવ્યું છે.

દા વિન્સીનું ભવિષ્યનું શહેર

દા વિન્સીનું ભવિષ્યનું શહેર

લિયોનાર્ડો દા વિન્સીએ કાગળ પર ભવિષ્યના શહેરોની કલ્પના કરી હતી. જેમાં તેણે બ્લોક બનાવ્યા હતા. અને કહ્યું હતું કે ભવિષ્યના શહેરો આવા હશે. 1400માં દા વિન્સી મિલાનમાં રહેતા હતા ત્યારે ત્યાં પ્લેગ ફેલાયો હતો. ત્યારે એક સિદ્ધાંતના આધારે તેમણે કહ્યું હતું કે હવાના કારણે મોટા ભાગના રોગ ફેલાય છે.

સ્ટીલ

સ્ટીલ

પ્રાચીન કાળમાં સુપરસ્ટીલનો ઉપયોગ 300 બીસીમાં કરવામાં આવ્યો. એલેક્સઝાન્ડરે તેનો ઉપયોગ કર્યો હતો. આ સ્ટીલ મજબૂત પણ હતું અને શાર્પ પણ. જેનાથી હથિયારો બનતા હતા. જો કે 18મી સદી આવતા આવતા તેનો ઉપયોગ બંધ થઇ ગયો.

રોબોટ

રોબોટ

15મી શતાબ્દીમાં રોબોટનું નિર્માણ કરવામાં આવ્યું હતું. માનવ આકૃતિવાળા રોબોટ સૈનિકો બનાવવામાં આવ્યા હતા. અને દોરડાની મદદથી તેને ચલાવવામાં આવતું હતું. જેમાં અનેક આધુનિક સિદ્ધાંતો અને ટેકનોલોજી સામેલ હતી.

English summary
Now a days every where people are using hi-tech gadgets. which makes people life easy and fast, but you know Ancient time people have some different type of technology. Here we are telling about Ancient Technologies That people use on old days..
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X