For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

OMG : 13 વર્ષ પહેલા ખોવાયેલી વીંટી ગાજરમાં ફસાયેલી મળી

લગ્નની વર્ષગાંઠમાં મળેલી વીંટી ખોવાઈ ગઈ. 13 વર્ષ બાદ ફરી એ વીંટી મળી. પરંતુ કંઈ જગ્યાએથી મળી? વાંચો અહીં..

By Kajal
|
Google Oneindia Gujarati News

કોઈ પણ વ્યક્તિ દ્વારા મળેલી ભેટ દરેક વ્યક્તિ માટે કિંમતી હોય છે અને જ્યારે આ ભેટ કોઈ ખાસ, પ્રિય વ્યક્તિ દ્વારા મળી હોય તો તે વધુ ખાસ થઈ જતી હોય છે. હવે વાત જો લગ્નમાં પતિ કે પત્નીએ આપેલી ભેટ હોય, તો એ જીવથી પણ વધારે કિંમતી બની જાય છે. દરેક વ્યક્તિ લગ્નમાં પહેરેલા કપડા, સગાઈની વીંટી વગેરે જેવી વસ્તુઓને જીવથી પણ વધારે સાચવે છે. પરંતુ અચાનક આવી કોઈ વસ્તુ ખોવાઈ જાય તો? અને એ વસ્તુ 13 વર્ષ બાદ મળે તો? હા, આવુ જ કંઈ થયું છે, કેનેડામાં રહેતી મેરી નામની મહિલા સાથે. મેરી જ્યારે પોતાના બગીચામાં કામ કરી રહી હતી, ત્યારે તેના પતિએ આપેલી સગાઈની ડાયમંડની વીંટી તેનાથી ખોવાઈ ગઈ હતી. ઘણી બધી શોધવા છતાં પણ તેને વીંટી મળી ન હતી.

bizarre

વર્ષ 2004માં મેરીના પતિએ તેને લગ્નની વર્ષગાંઠ પર એક ડાયમંડની વીંટી ભેટમાં આપી હતી. પરંતુ એ વીંટી મેરીથી ખોવાઈ ગઈ. ડરેલી મેરીએ આ વાત ઘરમાં કોઈને જણાવી નહતી. જો કે, લગ્ન બાદ તેણીએ તેના પુત્રને આ વાત કહી હતી. આ પછી 13 વર્ષ બાદ જ્યારે મેરી અને તેની વહુ બગીચામાં કામ કરી રહ્યા હતા, ત્યારે તેને આ વીંટી એક ગાજરમાં ફસાયેલી મળી. આ જોઈ તેના આનંદનો પાર ન રહ્યો. પરંતુ સાથે એ એટલી દુઃખી પણ થઈ, કારણ કે મેરીના પતિનું મૃત્યુ થઈ ગયું છે. અને મેરીએ વીંટી ખોવાઈ ગઈ છે, એ વાત તેના પતિને જણાવી ન હતી. જો કે હવે એક મીઠી યાદગીરી રૂપે મેરી આ વીંટીને હવે સાચવી રાખવા માંગે છે.

English summary
FOR a lucky Canadian woman, this is no garden-variety 1-carrot diamond ring.Mary Grams lost the engagement ring in 2004 while pulling weeds and thought it was gone for good, according to the Canadian Broadcasting Corp.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X