For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: છત પર ઊભો હતો માણસને અચાનક સામે જોયા દીપડો...

દીપડાને પકડવાં માટે વન વિભાગની ટીમ દ્વારા જાળ બનાવામાં આવ્યો હતો. પરંતુ દીપડો આવી રીતે હુમલો કરશે તેની કોઇને ખબર ન હતી.

By Chhatrasingh Bist
|
Google Oneindia Gujarati News

દીપડાઓ હજુ પણ રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જવાની ખબરો મળતી હોય છે. પરંતુ હવે આવો એક વીડીયો સામે આવ્યો છે, જેને જોઇને તમે આશ્ચર્યમાં મુકાઇ જશો. આ વીડીયોમાં દીપડાનાં હુમલાથી બચવાં માટે વન વિભાગના એક અધિકારીએ ઘરની છત પરથી નીચે કૂદકો માર્યો હતો. જેના કારણે તે અધિકારીને શરીરનાં ઘણા ભાગમાં ઇજાઓ થઇ હતી. આ વીડીયો ઓડિસ્સાનાં કેન્દ્રપાડા વનના વિસ્તારમાં આવેલા કરૂલી ગામનો છે.

leopard

ગામમાં દાખલ થયેલા દીપડાએ આગાઉ એક છોકરા પર હુમલો કર્યો હતો. તેના પછી ગામના લોકોની ફરિયાદ પર વન વિભાગની ટીમે દીપડાને પકડવામાં માટે જાળ બીછાવ્યો હતો. દીપડો એક ગાયની પાછળ છૂપાયેલો હતો. ગામના લોકોએ જ્યારે તેને જોયો, તો બચવા માટે છત પર ચઢી ગયા હતો. તેના પછી વન વિભાગ અધિકારી વિજયનંદા ખુંટાએ તેને પકડવાા માટે એક ઘરની છત પર ઊભા હતો.

હુમલામાં 3 લોકો ઘાયલ

વન વિભાગ અધિકારી વિજયનંદા જ્યારે દીપડાને શોધી રહ્યા હતા ત્યાં અચાનક દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો. દીપડાનાં હુમલાથી બચવા માટે વિજયનંદાએ તરત જ ઘરના છત પરથી કૂદકો માર્યો હતો. જે દરમિયાન તેમને શરીરમાં ઇજાઓ થઇ હતી. દીપડા તે હુમલામાં ગામનાં 3 લોકો પણ ઘાયલ થયા હતા. તેની પછી ભારે મુશ્કેલીથી દીપડાને પકડવામાં વન વિભાગની ટીમ સફળ રહી હતી. અને પછી દીપડાને પ્રાણી સંગ્રહાલયમાં મોકલવામાં આવ્યો હતો.

English summary
Forest ranger jumps off roof, when leopard attacked.Read here more.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X