For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક આઇડિયા બદલી જિંદગી, પ્લાસ્ટિકે બનાવ્યો આર્ટીસ્ટ

|
Google Oneindia Gujarati News

જે પ્લાસ્ટિકની વસ્તુઓને આપણે વેસ્ટ અને કચરો સમજીને ફેંકી દઇએ છીએ બની શકે તે જ પ્લાસ્ટિક તમારા ઘરમાં સુંદર પેન્ટિંગના સ્વરૂપે પાછું તમારા જ ઘરમાં આવે. તમને લાગશે કચરાના ગંદા પ્લાસ્ટિકનો ઉપયોગ ઘરના પેન્ટીંગ તરીકે કેવી રીતે. બસ કંઇક આવું જ અલગ અને આઉટ ઓફ ધ બોક્સ વિચારીને બોન્જેનીએ મુફીદ આર્ટફોર્મ બનાવ્યું છે.

આ આર્ટફોમની સૌથી સારી વસ્તુએ છે કે આ દ્વારા પર્યાવરણનો પણ બચાવ થાય છે અને અદ્ઘભૂત કલાકારીગરી પણ બની જાય છે. અને આ વાતનો શ્રેય જાય છે દક્ષિણ આફ્રિકાના 49 વર્ષીય બોન્જેનીને. તેમણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને તેવી યુનિક સ્ટાઇલ બનાવીને પેન્ટિંગ કર્યા છે કે તેમના પેન્ટિંગ દુનિયાના સૌથી યુનિક પેન્ટિંગમાં સામેલ થઇ ગયા છે. વનઇન્ડિયા સાથે ટેલફોનથી વાતચીત કરતા બોન્જેની કહ્યું કે તે સ્કૂલના સમયથી આર્ટવર્ક અને પેન્ટીંગ કરતા આવ્યા છે. તેમને તેમાં રસ પણ છે પણ પહેલા તે આ ચિત્રો વોટરકલરથી બનાવતા હતા.

ત્યારે આફ્રિકાના શીર્ષ આર્ટીસ્ટ તેવા બોન્જેનીએ પ્લાસ્ટિકને રિસાકલિંગ કરીને એક અનોખા આર્ટફોર્મને બનાવ્યો. જેમણે તેમને નામ આપ્યું પ્લાસ્ટિક ફૈન્ટાસ્ટિક. ત્યારે કેવી રીતે તેમણે પ્લાસ્ટિકમાંથી બેનમૂત ચિત્રો બનાવ્યા તે વિષે વધુ જાણો નીચે....

બોન્જેનીની અનોખી સ્ટાઇલ

બોન્જેનીની અનોખી સ્ટાઇલ

બોન્જેની તેમની આસપાસના કૂડા કૂચરામાંથી પ્લાસ્ટિક વેસ્ટ ભેગા કરીને ચેને પેન્ટના રૂપમાં ઉપયોગ કરે છે. અને પછી આ પ્લાસ્ટિકમાંથી તેમના ગમતા કલરની પાતળી જરૂર મુજબની પટ્ટીઓ કાપે છે.

અનોખી પેન્ટ

અનોખી પેન્ટ

પછી તે પ્લાસ્ટિકની પતળી પટ્ટીને બ્લોઅરની આગની મદદથી પીગળાવીને તેમાથી કેનવાસ પર રંગો પાથરે છે.

પ્રતિષ્ઠિત એવોર્ડ

પ્રતિષ્ઠિત એવોર્ડ

પર્યાવરણવાદીઓ પણ બોન્જેની આ અનોખી આર્ટકળાના વખાણી છે. અને તે માટે બોન્જેનીને અનેક જાણીતા એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે.

પ્લાસ્ટિક પર બેન

પ્લાસ્ટિક પર બેન

નોંધનીય છે કે પ્લાસ્ટિકની વિષલેણ રી સાઇકલિંગ વિધિના કારણે હાલમાં જ પશ્ચિમ આફ્રિકાના ઘાનામાં પ્લાસ્ટિક પર બેન મૂકવામાં આવ્યો છે.

આફ્રિકન લોકોના ચિત્રો

આફ્રિકન લોકોના ચિત્રો

બોન્જેની મોટે ભાગે તેમના ચિત્રોમાં આફ્રિકન સંસ્કૃતિ અને આફ્રિકન લોકોને પ્રોટરેટ બનાવે છે.

રોચક અને સસ્તી

રોચક અને સસ્તી

વળી તેમની પેન્ટિંગ કરવાની આ અનોખી પણ સસ્તી ટેકનિકની અનેક લોકો હવે આ રીતે પ્લાસ્ટિકના સારા અર્થમાં સદઉપયોગ કરવાનું વિચારી રહ્યા છે.

English summary
Read a small interview with a man in South Africa his name is, Bonzani Buthelizi. He discovered Plastic Fantastic Idea of Painting and got famous in whole world.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X