For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bizzare : સિંહોએ "હિરો" બનીને બચાવી એક છોકરીની જીંદગી!

જંગલનાં ત્રણ સિંહો દ્વારા એક બાર વર્ષની છોકરીને બચાવામાં આવી હતી.અને તેનું રક્ષણ પણ કરવામાં આવ્યો હતું. વધુ જાણો અહીં.

By Chhatrasingh Bist
|
Google Oneindia Gujarati News

સિંહ જ્યારે કોઇ માણસને જોઇ જાય ત્યારે તે સીધો તેના પર હુમલો કરી નાખે છે. પરંતુ ઇથોપિયાનાં જંગલ માં કંઇક વિચિત્ર જ ધટના બની છે. જેને જાણીને તમને નવાઇ લાગશે. આ ધટનામાં ત્રણ સિંહોએ 12 વર્ષની છોકરીની અપહરણ કર્તાઓથી બચાવી છે અને તેને કોઇ બચાવા માટે નહીં આવ્યુ ત્યાં સુધી તેનું રક્ષણ પણ કર્યું હતું. ત્યારે શું છે આ અજબ ગજબ કહાણી વિગતવાર વાંચો અહીં.

સિંહો બન્યા હીરો

સિંહો બન્યા હીરો

ઇથોપિયામાં છોકરીઓના અપહરણ કરી તેમની જોડે બળજબરીથી લગ્ન કરવામાં આવે છે. તેવા જ એક કિસ્સો સામે આવ્યો વર્ષ 2005માં જ્યારે શાળાએ જતી એક છોકરીને કેટલાક ઇસમો દ્વારા અપહરણ કરીને ઇથોપિયાના દક્ષિણ પશ્ચિમનાં જંગલોમાં કેદી બનાવીને રાખી હતી. અને તે દરમિયાન તેણીને મારતા પીટતા પણ હતા. પરંતુ જંગલનાં ત્રણ સિંહોએ છોકરીનો રડવાનો અવાજ સાંભળીને તેનો પીછો કર્યો અને અપહરણકર્તાને ડરાવીને ત્યાંથી ભગાડી મુક્યા હતા.

આદીસ અબાબાનાં જંગલો

આદીસ અબાબાનાં જંગલો

સ્થાનિક પોલીસ જણાવે છે કે અપહરણ કરનારનાં ભાગ્યા બાદ પણ સિંહોએ છોકરીનું રક્ષણ કર્યું હતું, જ્યાં સુધી તેના ઘરવાળા કે કુટુંબનાં લોકો તેને શોધી ન નીકાળી ત્યાં સુધી તે તેની સાથે હતા. સ્થાનિક પોલીસ જણાવે છે કે અપહરણ થયેલી છોકરી બીતા જનેટ દક્ષિણ પશ્ચિમની રાજધાની અદીસ અબાબાથી 560 કિલોમીટર (348 મીલ) દૂર જંગલોમાં મળી આવી હતી. જ્યારે તે લોકોએ છોકરીને ત્યાં જીવિત જોઇ તો તેઓ બધા આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા, પરંતુ જ્યારે છોકરીએ તેમને સંપૂર્ણ હકીકત જણાવી તો તે બધા વિચારમાં પડી ગયા હતા.

સિંહોએ કર્યો રક્ષણ

સિંહોએ કર્યો રક્ષણ

પોલીસના અધીકારીઓનાં જણાવ્યા મુજબ, જ્યારે તેઓ ત્યાં પહોચ્યાં હતા તો સિંહો તે છોકરીનું રક્ષણ કરી રહ્યા હતા. તેમના ત્યાં પોહચતા જ, સિંહો તેને છોડીને જંગલમાં પાછા જતા રહ્યા હતા, છોકરીએ પોલીસને જણાવ્યુ કે અપહરણ કરનારઓ એ લગ્ન માટે દબાણ કરવા માટે છોકરીને માર માર્યો હતો. પણ સિંહો દ્વારા તેને કોઈપણ રીતનું નુકસાન પહોંચાડવામાં આવ્યું ન હતું.

સિંહોનુ હૃદય પરિવર્તન ?

સિંહોનુ હૃદય પરિવર્તન ?

ઇથિયોપીયન વન્યજીવન નિષ્ણાતો મુજબ સિંહો દ્વારા તે છોકરીને એટલા માટે છોડી મૂકવામાં આવી હતી કારણ કે છોકરીનો રડવાનો આવાજ સિંહોને તેમના બાળક જેવો લાગ્યો હશે. સ્થાનિક લોકો માટે આ એક ચમત્કાર સમાજ જ છે. કારણ કે, સામાન્ય રીતે સિંહો મનુષ્યોને જોઇને તેમના પર હુમલો કરી નાખે છે. જે ઇસમો દ્વારા છોકરીનો અપહરણ કરવામાં આવ્યું હતું પોલીસે તેઓને પાછળથી પકડી પડ્યા હતા. ઇથિયોપીયન જાતિમાં આ કુરિવાજ હજી પણ છે જેમાંલોકો અપહરણ કરીને બળજબરીથી લગ્ન કરે છે.

વધુ વાંચો

વધુ વાંચો

કહેવાય છે કે માં તે માં બીજા વગડાના વા આ કહેવતને યથાર્થ કરતો હાથણી અને તેના બચ્ચાંનો આ અનોખો વીડિયો જુઓ અહીં.

Read also : જુઓ વીડિયો કેવી રીતે કરી હાથણીએ પોતાના બચ્ચાની મદદ!Read also : જુઓ વીડિયો કેવી રીતે કરી હાથણીએ પોતાના બચ્ચાની મદદ!

English summary
A pride of lions has rescued a girl from her kidnappers in rural south-west Ethiopia, according to police.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X