વાંદરાના મોઢાવાળું બેબી પિગ, પોતાના બાળકની જેમ ઉછેરે છે માલિક

Written By:
Subscribe to Oneindia News

ચીનમાં એક બેબી પિગ વાંદરાનું મોઢું લઇને જનમ્યું છે. જી હા, આ બેબી પિગનું મોઢું વાંદરા જેવું છે! આ નાનકડા બેબી પિગનો ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ થતાંની સાથે જ ખૂબ વાયરલ થયો છે. તો બીજી બાજુ ઘણાં લોકો દૂર-દૂરથી ખાસ આ મંકી ફેસ બેબી પિગને જોવા પણ જઇ રહ્યાં છે.

Also Read: કાંગારૂ અને માણસ વચ્ચે જડબાતોડ બોક્સિંગનો વીડિયો

monkey face piglet

ચીનના ઝીજિંનમાં જન્મેલા આ વિચિત્ર ચહેરાવાળા પિગને જોવાની લોકોને ભારે જિજ્ઞાસા છે. આ બેબી પિગનો માલિક પોતાના આ અનોખા ચહેરાવાળા બેબી પિગને પોતાના બાળકની જેમ ઉછેરે છે. માલિક બેબી પિગને માણસના બાળકની માફક બોટલથી દૂધ પીવડાવે છે અને તેને પોતાની સાથે પોતાના ઘરમાં જ રાખે છે. તે પોતાના નાના બાળકની માફક આ મંકી ફેસ બેબી પિગને સાચવે છે.

આ બેબી પિગને ખરીદવા માટે ઘણા લોકો તૈયાર છે, બેબી પિગના માલિક સામે ઘણા લોકોએ આ બેબી પિગને ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. પરંતુ તેનો માલિક બેબી પિગને વેચવા માટે તૈયાર નથી. તેણે જણાવ્યું હતું, લોકો આ બેબી પિગ માટે તગડી રકમ આપવા તૈયાર છે, પરંતુ હું આને વેચવાનો નથી. મને ખબર છે કે લોકો આ બેબી પિગનો ખોટો ઉપયોગ કરી શકે છે. માટે તેણે જાતે જ આ બેબી પિગની દેખભાળ કરવાનો નિર્ણય લીધો છે.

મંકી ફેસ બેબી પિગના ફોટાએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. જો કે, વિચિત્ર મોઢાવાળા પિગના જન્મનો ચીનમાં આ પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ ચીનના યાનન ટાઉનશિપમાં એક અનોખા ચહેરાવાળા પિગનો જન્મ થયો હતો, આ પિગનું મોઢું માણસ જેવું હતું અને તેના માથા પર લિંગ જેવું કઇંક જોવા મળતું હતું. આ અનોખા પિગને જોવા પણ લોકો દૂર-દૂરથી યાનન ટાઉનશિપ જતા હતા અને ઘણા દિવસો સુધી ચીનના અખબારોમાં પણ તેની તસવારો છપાતી હતી. જો કે, થોડા જ દિવસમાં આ અનોખા ચહેરાવાળા પિગનું મૃત્યુ થઇ ગયું હતું.

English summary
A tiny piglet born with the face of a monkey has baffled not only locals but the internet too. Snaps show the mutant piglet appears to have a monkey’s face.
Please Wait while comments are loading...