For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેંકિંગ ટ્રાન્ઝેક્શન્સ અંગે ચોક્કસ જાણવા જેવી 10 બાબતો

|
Google Oneindia Gujarati News

બેંકિંગ ક્ષેત્રમાં આવેલી નવી ટેકનોલોજીને કારણે મોટા ભાગના બેંક એકાઉન્ટ હોલ્ડર્સ પેપરલેસ અને ઓનલાઇન બેંકિંગ વ્યવહારો (બેંકિંગ ટ્રાન્ઝેક્શન્સ) કરતા થઇ ગયા છે. જેના કારણે વ્યક્તિની શારીરિક રીતે બેંકની મુલાકાતોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.

બેંક એકાઉન્ટ હોલ્ડરે કેટલીક મહત્વની બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ, જે તેમના રોજબરોજના જીવનમાં ઉપયોગી સાબિત થશે. અહીં અમે બેંકિંગ ટ્રાન્ઝેક્શન અંગે કેટલીક મહત્વની હકીકતો ટૂંકમાં રજૂ કરી રહ્યા છીએ જેની જાણકારી હોવી જરૂરી છે...

investment-18

1. આઇધર ઓર સર્વાઇવરની સૂચના સાથે કે ફોર્મર ઓર સર્વાઇવરની સૂચના સાથે કરાવેલી ફિક્સ્ડ ડિપોઝિટ કે ટર્મ ડિપોઝિટને ફરીથી મૂકવા માટે બંને અથવા બધા ડિપોઝિટર્સની સહી હોવી જરૂરી નથી.જો કે મેચ્યોરિટી તારીખ પહેલા જો ડિપોઝિટ ચૂકવવાની હોય તો બંને કે બધા ડિપોઝિટર્સની સહી હોવી જરૂરી છે.

2. જો બે વર્ષથી ખાતામાં કોઇ પ્રકારનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવે નહીં તો તે સેવિંગ કે કરન્ટ બેંક એકાઉન્ટને ઇનઓપરેટિવ કે ડોરમેન્ટ જાહેર કરવામાં આવે છે.

3. જો કોઇ એક બ્રાન્ચમાં કેવાયસી કરવામાં આવેલું હોય અને ત્યાર બાદ તે જ બેંકની અન્ય કોઇ શાખામાં બેંક એકાઉન્ટ ટ્રાન્સફર કરવાનું હોય તો નવા કેવાયસી ફોર્મ ભરવાની જરૂર રહેતી નથી. તેમાં કોઇ પ્રકારના બંધન સિવાય ટ્રાન્સફર થઇ શકે છે. જો કે આ ટ્રાન્સફર માટે નવા એડ્રેસ પ્રુફની જરૂર રહે છે.

4. ચેક/ડ્રાફ્ટ/બેંકર્સ ચેકનો વેલિડિટી સમય લખવામાં આવેલી તારીખથી છ મહિનાને બદલે ઘટાડીને ત્રણ મહિના કરી દેવામાં આવ્યો છે.

5. ATM ટ્રાન્ઝેક્શન રદ થવું, ATM કાર્ડ ઇશ્યુ કરવાનો સમયગાળો 7 દિવસનો છે. આ અંગેની કોઇ પણ ફરિયાદનો ઉકેલ 7 કામના દિવસમાં આવવો જરૂરી છે. કાર્ડ ઇશ્યુ કરવામાં બેંક વિલંબ કરે તો ગ્રાહકને પ્રતિ દિવસના રૂપિયા 100નો ચાર્જ ચૂકવવો પડે છે. જો કે આ લાભ ગ્રાહકને ત્યારે જ મળી શકે છે જ્યારે તે કાર્ડ ઇશ્યુ કરનારી બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવે છે.

6. વર્તમાન સમયમાં એટીએમ કાર્ડ ઇશ્યુ કરનારી બેંક સિવાયની શાખામાં ફ્રી ટ્રાન્ઝેક્શનની સંખ્યા 5 છે. આ પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શનમાં તમામ પ્રકારના ફાઇનાન્શિયલ અને નોન ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનનો સમાવેશ થાય છે.

7. જો કોઇ ગ્રાહક કાઉન્ટર પર ચેક આપે તો કોઇ બેંક ની શાખા તેને એક્નોલેજમેન્ટ આપવાનો ઇનકાર કરી શકતી નથી.

8. ચેક ચૂકવ્યા વિના રિટર્ન કરવામાં આવે તો તેની સાથે ચોક્કસ કારણ દર્શાવતી સ્લિપ હોવી જરૂરી છે. ચેક રિટર્ન મેમોમાં બેંકે ચેક રિટર્નની તારીખ દર્શાવવી જરૂરી છે.

9. ફ્લોટિંગ રેટ હોમ લોન પર બેંકોને લેવી કે પ્રિ પેમ્ન્ટ ચાર્જીસ વસૂલ કરવાની મંજુરી આપવામાં આવી નથી.

10. બેંકોને સૂચના આપાવમાં આવી છે કે તમામ કાર્ડ સંબંધિત ટ્રાન્ઝેક્શન્સ માટે બેંકે ઓનલાઇન એલર્ટ્સ મોકલવા જરૂરી છે.

English summary
10 Quick Must Know Facts About Banking Transactions.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X