For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાનો બિઝનેસ શરૂ કરવા માટે બેસ્ટ 20 આઇડિયા

|
Google Oneindia Gujarati News

શું તમે તમારો પોતાનો કોઇ નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યાં છો? જો તમારો જવાબ હા હોય તો તમારે તેને એક આઇડિયાની સાથે શરૂ કરવો જોઇએ. એક વખત જો વિચારી લેવામાં આવે કે કયો વ્યવસાય શરૂ કરવો છે, ત્યારબાદ બહુ જ જરૂરી છેકે તે અંગે એક વ્યવસાયીક યોજના પણ તૈયાર કરવામાં આવે. કોઇ પણ વ્યવસાયનું ઉચિત મુલ્યાકન કરવામાં સુવ્યસ્થિત લેખિત વ્યવસાયિક યોજના ઘણી મદદરૂપ બને છેકે જેથી તમે તમારો બીઝનેસ વધુ સારી રીતે શરૂ કરી શકો.

ઘરે બેઠા પૈસા કમાવો કેવી રીતે અહીં જાણો

આ યોજના લોન આપનાર અને રોકાણકર્તાઓ માટે પણ મદદરૂપ સાબિત થઇ શકે છે. જેનાથી જે લોકો તમારા વ્યવસાયમાં રોકાણ કરવા ઇચ્છે છે તે લોકો પણ તમારા વ્યવસાય અંગે સારી રીતે સમજ મેળવી શકે છે. જો તમારો વ્યવસાય માત્ર તમે જ શરૂ કરવા માંગો છો, તો તેના માટે જરૂરી છે કે તમે પાક્કા આયોજન સાથે તેની શરૂઆત કરો.

જેમકે બીઝનેસનો આઇડિયા, ત્યારબાદ બિઝનેસનો લક્ષ્ય, લક્ષ્ય સિદ્ધ કરવા માટેની ફ્રેમ, મૂડી, રોકાણકર્તાઓની સંભાવના, ટીમ વગેરેનું પરફેક્ટ આયોજન સારા બિઝનેસ માટે ખુબ જ જરૂરી છે. અહીં એવા જ કેટલાક વ્યવસાયો અંગે વાત કરવામાં આવી છે જેને તમે નાના રોકાણ સાથે એકલા પણ શરૂ કરી શકો છો.

નાના વેપાર માટેના આઇડિયા

નાના વેપાર માટેના આઇડિયા

નાનો વેપાર શરૂ કરવા માટે તમને 20 નવા આઇડિયા આગળની સ્લાઇડ્સમાં મળશે.

ખાનગી અને કસ્ટમ નિર્મીત ગીફ્ટ સ્ટોર

ખાનગી અને કસ્ટમ નિર્મીત ગીફ્ટ સ્ટોર

આજે ખાનગી અને કસ્ટમ નિર્મીત ગીફ્ટની માંગ બજારમાં વધી રહી છે. એટલે તમે તેનો બીઝનેસ શરૂ કરવાનું વિચારી શકો છો.

જીમ કે ફીટનેસ સેન્ટર

જીમ કે ફીટનેસ સેન્ટર

વર્તમાન સમયમાં વિશ્વભરમાં લોકો પોતાની ફીટનેસને લઇને વધુ સજાગ બન્યા છે. માટે જ જો તમે નાનુ જીમ સેન્ટર પણ ખોલો તો તેમા ખોટ જવાની શક્યતા નહીંવત છે.

ઇવેન્ટ પ્લાનર

ઇવેન્ટ પ્લાનર

એક એવી કંપનીની શરૂઆત કરી શકો છો જે કાર્યક્રમોનું આયોજન કરતી હોય. આ વેપારનો એક ઉત્તમ વિકલ્પ સાબિત થઇ શકે છે. પરંતુ અહીં તમારે મહેનત પણ તનતોડ કરવી પડશે.

ઇન્ટીરીયર ડિઝાઇનીંગ

ઇન્ટીરીયર ડિઝાઇનીંગ

ઇન્ટીરીયર ડિઝાઇનરની માંગ આજે દરેક જગ્યાએ થઇ રહી છે. એટલે જ ઇન્ટીરીયર ડિઝાઇનર તરીકે વેપાર શરૂ કરવો એક સારો વિકલ્પ સાબિત થઇ શકે છે. જરૂર માત્ર તમારા કૌશલ્યની છે.

નાની કરિયાણાની દુકાન

નાની કરિયાણાની દુકાન

નાના સ્તરે કરિયાણાની દુકાન શરૂ કરવી પણ એક સારો વિકલ્પ સાબિત થઇ શકે છે.

ગેમ પાર્લર

ગેમ પાર્લર

આજની પેઢી ફ્રેશ થવા માટે અથવા ટાઇમ પાસ કરવા માટે ગેમ રમવાનું પસંદ કરે છે. એવામાં તમે ગેમ પાર્લરને પણ તમારો બિઝનેસ બનાવી શકો છો.

ટ્યુશન ક્લાસ

ટ્યુશન ક્લાસ

શિક્ષણ અતિઆવશ્યક છે. અને દરેક પોતાના અભ્યાસમાં આગળ રહેવા ઇચ્છે છે એટલે જો તમારામાં ભણાવવાની કાબેલિયત હોય તો તમે ટ્યુશન ક્લાસીસ પણ ખોલી શકો છો.

મોબાઇલની દુકાન

મોબાઇલની દુકાન

મોબાઇલ આજની મુખ્ય આવશ્યક્તાઓમાંથી એક છે. મોબાઇલની માંગ શહેર અને ગામ દરેક જગ્યાએ છે. મોબાઇલની નાની દુકાનથી પણ નાના બિઝનેસ માટે એક સારૂ ઓપ્શન છે.

આઇસ્ક્રીમ પાર્લર

આઇસ્ક્રીમ પાર્લર

આઇસ્ક્રીમ પાર્લર બિઝનેસ શરૂ કરવા માટે એક સારો વિકલ્પ બની શકે છે. તમે આ વિકલ્પ માટે પણ વિચારી શકો છો.

ઝેરોક્સ અને બુક બાઇન્ડીંગ

ઝેરોક્સ અને બુક બાઇન્ડીંગ

ઘણી સ્કુલ કોલેજની આસપાસ ઝેરોક્સ અને બુક બાઇન્ડીંગની સુવિધાનો અભાવ જોવા મળે છે. એવામાં જો તમે આવા સ્ટોર્સની આસપાસ ઝેરોક્સ કે બુક બાઇન્ડીંગના સ્ટોરની શરૂઆત કરો તો તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.

મોબાઇલ ફુડ શોપ

મોબાઇલ ફુડ શોપ

આજની વ્યસ્ત પેઢીને ધ્યાનમાં રાખીને તમે મોબાઇલ ફુડ શોપનો બિઝનેસ પણ શરૂ કરી શકો છો.

જ્વેલરી ડિઝાઇન

જ્વેલરી ડિઝાઇન

જેમ જેમ સોનાની કિંમતોમાં ઉછાળો આવી રહ્યો છે. તેમ તેમ ઘરેણા બનાવવાની માંગ પણ વધી રહી છે. તેવામાં તમે જ્વેલરી નિર્માતાના રૂપમાં પણ વેપાર શરૂ કરી શકો છો.

વીમા સલાહકાર

વીમા સલાહકાર

જો તમે એક વીમા કન્સલન્ટસી ખોલો કે પછી કોઇ વીમા એજન્સી લઇ લો તો તે પણ વેપાર માટે એક ઉત્તમ વિકલ્પ સાબિત થઇ શકે છે.

ફ્રીલાન્સર

ફ્રીલાન્સર

જો તમે પ્રોગ્રામીંગમાં સારા છો, તો ઘણી સાઇટ્સ છે જ્યાંથી તમને ફ્રીલાન્સનું કામ મળી શકે છે. આમ તમે સારી કમાણી પણ કરી શકો છો.

બુક સ્ટોર

બુક સ્ટોર

બુક સ્ટોર ખોલીને પણ તમે તમારૂં કામ શરૂ કરી શકો છો. બુક સ્ટોર પર બુક્સનો બિઝનેસ હંમેશા ચાલુ જ રહે છે.

કેટરીંગ સર્વિસ

કેટરીંગ સર્વિસ

લગ્ન અને નાની નાની પાર્ટીઝમાં કેટરીંગની માંગ હંમેશા ચાલુ જ રહે છે. જો તમે સારૂ જમવાનુ અને સારી કેટરીંગ સર્વિસ પ્રોવાઇડ કરી શકો છો, તો આ વિકલ્પ પણ તમારા માટે સારો છે.

કમ્પ્યુટર ટ્રેઇનર

કમ્પ્યુટર ટ્રેઇનર

જો તમે કમ્પ્યુટર ટ્રેઇનીંગ આપી શકો છો તો તમારે આ બિઝનેસ શરૂ કરવા માટે બિલકુલ રાહ ન જોવી જોઇએ. તમારી આ સ્કીલ વ્યાપારનું ઉત્તમ સાધન બની શકે છે.

યોગા સેન્ટર

યોગા સેન્ટર

વર્તમાન સમયમાં દરેકનું જીવન ઘણું તણાવયુક્ત બન્યુ છે. તેથી લોકોનો હવે યોગ પ્રત્યે ઝુકાવ પણ વધ્યો છે. જેથી યોગા સેન્ટર પણ વ્યાપારનો એક ઉત્તમ વિકલ્પ બની શકે છે.

બેબી સીટીંગ સર્વિસીઝ

બેબી સીટીંગ સર્વિસીઝ

જે મહિલાઓ ઘરેથી પોતાનું કોઇ કામ શરૂ કરવા માંગે છે. તેમના માટે એક એક ઉત્તમ વિકલ્પ સાબિત થઇ શકે છે. ઘણાં કામકાજી કપલ્સને આ સર્વિસની જરૂર હોય છે.

રિયલ એસ્ટેટ સલાહકાર

રિયલ એસ્ટેટ સલાહકાર

રિયલ એસ્ટેટનું કામ હંમેશા ચાલતુ જ રહેશે. આ ક્ષેત્રે જંપ લાવવા માટે તમારામાં સારૂં વાકચાતુર્ય અને સારી સમજ હશે તો બેડો પાર થઇ જશે.

English summary
20 Small Business Ideas with low investment If you are planning to start your own business, then first thing you should start with is an IDEA. Here are 20 Small Business Ideas for you which requires low investment.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X