For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

5 એવા ક્રેડિટ કાર્ડ, જેની પર નથી લાગતો વાર્ષિક ચાર્જ

|
Google Oneindia Gujarati News

ક્રેડિટ કાર્ડ હવે દરેક વ્યક્તિની જરૂરીયાત બની ગયું છે, જે ઘરથી દૂર રહે છે અથવા તો પોતાની સાથે કેશ બેક રાખવું પસંદ નથી કરતો. અને તમામ લોકો એવા પણ છે, જે ક્રેડિટ કાર્ડને ભૂત સમજે છે અને તેનાથી દૂર ભાગે છે. તેમને લાગે છે કે દર વર્ષે બેંક તેમની પર ભારે ભરકમ ચાર્જ લાદી દેશે. જ્યારે વાસ્તવમાં એવું નથીં. ઘણા ક્રેડિટ કાર્ડ એવા પણ છે, જેનો વાર્ષિક ચાર્જ શૂન્ય હોઇ શકે છે, જો આપ ઇચ્છો તો.

અમે વાત કરી રહ્યા છીએ પાંચ ક્રેડિટ કાર્ડની, જેમાં પહેલા વર્ષે કોઇ વાર્ષિક ચાર્જ નથી લાગતો. જોકે એવું પણ નથી કે ક્રેડિટ કાર્ડમાં સંપૂર્ણપણે કોઇ ચાર્જ લાગતો નથી હોતો. પરંતુ તેને કેવી રીતે નોનચાર્જેબલ બનાવવું તે તમારા યૂઝ પર આધારિત છે. આવો જાણો એ ક્રેડિટ કાર્ડ વિશે જેમાં નથી કોઇ ચાર્જ અને જેમાં છે તો તેને કેવી રીતે બનાવશો નોનચાર્જેબલ....

આઇસીઆઇસીઆઇ એચપીસીએલ કોરલ ક્રેડિટ કાર્ડ

આઇસીઆઇસીઆઇ એચપીસીએલ કોરલ ક્રેડિટ કાર્ડ

આઇસીઆઇસીઆઇ બેંકના આ ક્રેડિટ કાર્ડ પર આપને ભારે માત્રામાં કેશબેક પોઇંટ મળે છે, જે આપના કાર્ડના ફીસના બરાબરનું કેશબેક આપે છે. આ કાર્ડ પર આપને નિમ્ન ફાયદા મળે છે.

- 100 રૂપિયા ખર્ચ કરવા પર 5 પોઇંટ મળે છે.
- 2000 પોઇંટને રીડીમ કરવા પર આપ 500 રૂપિયાનું પેટ્રોલ/ડીઝલ ભરાવી શકો છો.
- એચપીના પેટ્રોલ પંપથી પેટ્રોલ લેવા પર 2.5 ટકા કેશબેક અને સરચાર્જ પર 2. ટકાની છૂટ.
- બુક માય શોથી ટિકિ લેવા પર 2 મૂવી ટિકિટ પર દર મહીને 100 રૂપિયાની છૂટ.
- દેશના 800 રેસ્ટોરન્ટમાં ભોજન કરવા પર 15 ટકા સુધીની છૂટ મળે છે.
- આ પહેલા વર્ષમાં વાર્ષિક ચાર્જ નથી લાગતું. બીજા વર્ષથી 199+ સર્વિસ ટેક્સ.
એચએસબીસી પ્લેટિનમ

એચએસબીસી પ્લેટિનમ

પહેલા 90 દિવસોમાં કોઇ પણ ટ્રાંજેક્શન કરવા પર 10 ટકા કેશ બેક મળે છે. પરંતુ ઓછામાં ઓછા 10 હજાર રૂપિયા ખર્ચ કરવા પડે છે. વધારેમાં વધારે કેશબેક 3000 રૂપિયા સુધી છે.

તેમાં કોઇપણ વાર્ષિક ચાર્જ નથી લાગતો. અને નથી કોઇ જોઇનિંગ ફીસ.

એચડીએફસી મનીબેક ક્રેડિટ કાર્ડ

એચડીએફસી મનીબેક ક્રેડિટ કાર્ડ

આ લાઇફટાઇમ ફ્રી ક્રેડિટ કાર્ડ છે, જે બેંકની વેબસાઇટ પર અરજી કરવા પર જ મળે છે. તેમાં 100 પોઇંટ 40 રૂપિયા બરાબર હોય છે. કાર્ડ ખોવાઇ જવાથી આપે કંઇ પે કરવાનું નથી રહેતું. જો આપ પહેલા વર્ષમાં 10 હજાર રૂપિયા સુધી ખર્ચ કરો છો, તો રિન્યુઅલ ફી પાછી થઇ જાય છે.

એસબીઆઇ સેવ એસબીઆઇ કાર્ડ

એસબીઆઇ સેવ એસબીઆઇ કાર્ડ

તેને લેવા પર આપે 499 રૂપિયા આપવાના હોય છે. કાર્ડ લેતા જ 2000 બોનસ કેશ પોઇંટ મળે છે, જેમાં આપને 500 રૂપિયા કેશબેક મળે છે. જો આપ વર્ષભરમાં 75 હજાર રૂપિયા સુધી ખર્ચ કરો છો તો આપને સીધા સીધા ચાર્જ 499 બરાબર છૂટ મળી જાય છે.

દેશના કોઇપણ પેટ્રોલ પંપ પર ઉપયોગ કરવા પર શૂન્ય સરચાર્જ લાગે છે. જોકે આપ 2.5 ટકા દર વખતે બચાવો છો.
એક્સિસ ઇંસ્ટા ઇઝી ક્રેડિટ કાર્ડ

એક્સિસ ઇંસ્ટા ઇઝી ક્રેડિટ કાર્ડ

તેમાં 200 રૂપિયા ખર્ચ કરવા પર આપને 6 પોઇંટ મળે છે અને 1000 પોઇંટ હોવા પર આપ કેશબેક લઇ શકો છો. સાથે જ આપના જન્મદિવસના મહિનામાં કંપની આપને 2 હજાર પોઇંટ મફત આપે છે. આ કાર્ડને લેતી વખતે કોઇ ફીસ પે કરવાની નથી રહેતી. પરંતુ હા એક વર્ષ પુરું થયા બાદ નેક્સ્ટ યર ચાર્જ પે કરવો પડે છે.

English summary
Credit cards have become a necessary payment instrument for those who avoid carrying cash each time. Here are 5 credit cards with no annual fees.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X