For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનામાં ભાવ ઘટાડવાનો લાભ લેવા 5 બેસ્ટ ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરો

|
Google Oneindia Gujarati News

છેલ્લા બે વર્ષમાં ગોલ્ડ ઇટીએફમાં રોકાણકારોને નેગેટિવ રિટર્ન્સ મળ્યાં છે. જેના કારણે છેલ્લા એક વર્ષમાં રોકાણકારોએ ગોલ્ડ ઇટીએફને પડતા મુકીને શેર માર્કેટમાં રોકાણ કરવાનો નિર્ણય લીધો છે. હવે વર્તમાન સમયમાં શેરમાર્કેટની તેજીના આધારે વિશ્લેષકોનું માનવું છે કે છેલ્લા બે વર્ષથી તેજીની ચાલ ચાલી રહેલા શેરમાર્કેટમાં થોડો વિરામ આવી શકે છે. આ સાથે જ બે વર્ષ સુધી સોનામાં ચમક પાછી ફરી શકે છે. જો વૈશ્વિક અર્થતંત્રમાં મંદીનું મોજુ ફરીવળે તો સોનાની કિંમતો વધી શકે છે.

આ કારણથી વર્તમાનમાં સોનાના ઘટેલા ભાવે રોકાણ કરીને આગામી બે વર્ષમાં તેજીનો લાભ લેવા માટે 5 બેસ્ટ ગોલ્ડ ઇટીએફ આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ...

એસબીઆઇ ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ

એસબીઆઇ ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ


છેલ્લા એક અને તેના પહેલાના વર્ષમાં એસબીઆઇ ગોલ્ડ એક્સચેન્જ ફંડે અનુક્રમે 4.3 ટકા અને 10.2 ટકાનું નેગેટિવ રિટર્ન આપ્યું હતું. વૈશ્વિક ચાલ પર તેના નફાનો આધાર રહેલો છે.

યુટીઆઇ ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ

યુટીઆઇ ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ


યુટીઆઇ ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ દ્વારા છેલ્લા એક વર્ષમાં 10.2 ટકા નેગેટિવ રિટર્ન આપવામાં આવ્યું છે.

એચડીએફસી ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ

એચડીએફસી ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ


એચડીએફસી ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ દ્વારા રૂપિયા 600 કરોડથી વધુની એસેટ છે. તેણે છેલ્લા બે વર્ષમાં 10.9 ટકાનું નેગેટિવ રિટર્ન આપ્યું છે.

રિલાયન્સ શેર્સ ગોલ્ડ ઇટીએફ

રિલાયન્સ શેર્સ ગોલ્ડ ઇટીએફ


રિલાયન્સ શેર્સ ગોલ્ડ ઇટીએફ દ્વારા તેની એસેટ્સ સ્થિર રાખવામાં આવી છે. આ ઉપરાંત તેણે 10.7 ટકાનું નેગેટિવ રિટર્ન આપ્યું છે. આપ નાના પ્રમાણમાં રોકાણ કરી શકો છો.

ગોલ્ડમેન સેશ્સ ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ

ગોલ્ડમેન સેશ્સ ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ


ગોલ્ડમેન સેશ્સ ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ દ્વારા છેલ્લા બે વર્ષમાં 5 ટકાનું નેગેટિવ રિટર્ન આપવામાં આવ્યું છે. લાંબા ગાળા માટે આમાં રોકાણ કરી શકાય છે.

English summary
5 Best Gold ETFs To Invest As Gold Prices Fall.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X