For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

6 SIPs, જેમાં આપ મહિને 1000 રોકીને બચત કરી શકશો

|
Google Oneindia Gujarati News

સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઇપી - SIP) રોકાણકારોમાં ઝડપથી પોતાનું સ્થાન બનાવી રહ્યા છે. રોકાણકારોમાં લોકપ્રિય બનેલા એસઆઇપી આપના રોકાણનું વધારે વળતર આપવા સાથે માર્કેટની ભારે ઉતાર-ચઢાવની સ્થિતિને પણ હળવી બનાવે છે.

વર્તમાન સમયમાં માર્કેટમાં અનેક એસઆઇપી પ્લાન્સ ઉપલબ્ધ છે, જેમાં રોકાણકાર ઓછામાં ઓછા રૂપિયા 500થી રૂપિયા 1000નું રોકાણ કરીને દર મહિને નાનકડી બચત શરૂ કરી શકે છે. આ સાથે તેઓ મ્યુચ્યુઅલ ફંડમાં પોર્ટફોલિયો તૈયાર કરી શકે છે. અહીં અમે 6 બેસ્ટ એસઆઇપીની વિગતો આપી રહ્યા છે. જો કે એસઆઇપીમાં રોકાણ કરતા પહેલા આપે વ્યક્તિગત રીતે તેના લાભ અને જોખમો જાણીને રોકાણ કરવું જોઇએ...

બિરલા સનલાઇફ ટોપ 100 ફંડ

બિરલા સનલાઇફ ટોપ 100 ફંડ


બિરલા સનલાઇફ ટોપ 100 ફંડમાં આપ મહિને રૂપિયા 1000નું લઘુત્તમ રોકાણ કરીને બચત શરૂ કરી શકો છો. તેને ક્રિસિલ દ્વારા નંબર 1 રેટિંગ મળ્યું છે. જ્યારે વેલ્યુ રિસર્ચ દ્વાર 4 સ્ટોર રેટિંગ પ્રાપ્ત છે. તેમાં છેલ્લા વર્ષમાં 50 ટકા રિટર્ન મળ્યું હતું.

BNP પરિબાસ ઇક્વિટી ફંડ

BNP પરિબાસ ઇક્વિટી ફંડ


BNP પરિબાસ ઇક્વિટી ફંડમાં આપ મહિને રૂપિયા 500નું રોકાણ કરીને બચત શરૂ કરી શકો છો. ક્રિસિલ તરફથી તેને નંબર 1નું રેટિંગ મળ્યું છે. છેલ્લા એક વર્ષમાં તેણે 48 ટકા રિટર્ન આપ્યું છે.

UTI ઇક્વિટી ફંડ

UTI ઇક્વિટી ફંડ


UTI ઇક્વિટી ફંડમાં આપ ઓછામાં ઓછું રૂપિયા 500નું રોકાણ કરી શકો છો. તેણે છેલ્લા એક વર્ષમાં 48 ટકાનું રિટર્ન આપ્યું છે. એક વર્ષ કરતા ઓછા સમયમાં બહાર નિકળવા પર 1 ટકાનો એક્ઝિટ લોડ લાગે છે.

L&T ઇક્વિટી ફંડ

L&T ઇક્વિટી ફંડ


L&T ઇક્વિટી ફંડ સોલિડ પોર્ટફોલિયો ધરાવે છે. તેની પાસે ઇન્ફોસિસ, આઇસીઆઇસીઆઇ બેંક, એચડીએફસી બેંક, લાર્સન એન્ડ ટર્બો અને એક્સિસ બેંક જેવા સ્ટોક્સ છે. તેણે છેલ્લા એક વર્ષમાં 50 ટકાનું રિટર્ન આપ્યું છે.

કોટક ઓપોર્ચ્યુનિટીઝ ફંડ

કોટક ઓપોર્ચ્યુનિટીઝ ફંડ


કોટક ઓપોર્ચ્યુનિટીઝ ફંડમાં આપ ઓછામાં ઓછું રૂપિયા 1000નું માસિક રોકાણ કરીને સ્કીમનો લાભ લઇ શકો છો. તેની પાસે સારા સ્ટોક્સનો પોર્ટપોલિયો છે. છેલ્લા એક વર્ષમાં તેણે 49 ટકા રિટર્ન આપ્યું છે.

તાતા ઇક્વિટી ઓપોર્ચ્યુનિટી ફંડ

તાતા ઇક્વિટી ઓપોર્ચ્યુનિટી ફંડ


તાતા ઇક્વિટી ઓપોર્ચ્યુનિટી ફંડમાં છેલ્લા એક વર્ષમાં 48 ટકાનું રિટર્ન મળ્યું હતું. તેના પોર્ટફોલિયોમાં બ્લુ ચિપ શેર્સ છે. તેમાં દર મહિને ઓછામાં ઓછું રૂપિયા 1500નું રોકાણ કરવું જરૂરી છે.

English summary
6 SIPs Where You Can Invest a Small Sum of Rs 1000 Every Month.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X