For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેંક ફિક્સ્ડ ડિપોઝિટ અંગે આપ આ 7 હકીકતો જાણો છો?

|
Google Oneindia Gujarati News

રોકાણકારોના તમામ વર્ગોમાં બેંક ફિક્સ્ડ ડિપોઝિટ એક લોકપ્રિય રોકાણ સાધન છે. બેંક ફિક્સ્ડ ડિપોઝિટ લોકપ્રિય હોવાનું એક મહત્વનું કારણ એ છે કે તેમાં રોકવામાં આવેલી મૂડી સુરક્ષિત હોવાની સાથે વળતરની ખાતરી પણ આપે છે.

ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવાથી આપ ઇક્વિટી સાથે સંકળાયેલા જોખમથી બચી શકો છો. જોકે એફડીમાં કેટલું રોકાણ કરવું તે વ્યક્તિગત જોખમ લેવાની ક્ષમતા પર આધાર રાખે છે. અહીં ખાસ નોંધવા જેવી બાબત એ છેકે બેંક ફિક્સ્ડ ડિપોઝિટની તુલના અન્ય રોકાણ જેમ કે ઇક્વિટી કે અન્ય કંપની ડિપોઝિટ સાથે ઓછી કરવામાં આવે છે.

જો આપ બેંક ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરતા હોવ અથવા કરવા માંગતા હોવ તો આપે આ સાત બાબતો ખાસ જાણવી જોઇએ...

1.

1.

ભારતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ડિપોઝિટ ઇન્શ્યોરન્સ સ્કીમ હેઠળ રૂપિયા 1 લાખ સુધીની ફિક્સ્ડ ડિપોઝિટ ઇન્શ્યોરન્સ કવર હેઠળ આવરી લેવામાં આવે છે. આ કારણે જો આપ રૂપિયા એક લાખ કરતા વધારે રકમનું રોકાણ કરવા માંગતા હોવ તો વિવિધ બેંકોમાં રોકાણ કરવું જોઇએ.

2.

2.

મોટા ભાગની બેંકોમાં સિનિયર સિટીઝનને વધારે સારા વ્યાજદર ચૂકવવામાં આવે છે.

3.

3.

કોઇપણ NBFC કે કંપની ફિક્સ્ડ ડિપોઝિટમાં બેંક ફિક્સ્ડ ડિપોઝિટની સરખામણીએ ઊંચું વ્યાજ મળે છે. જો કે આવા સમયે કંપની ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરતા સમયે તેની સાથે સંકળાયેલા જોખમની પણ અવગણના કરી શકાય નહીં. ખાસ યાદ રાખવું કે ઉંચું વ્યાજ , ઊંચા જોખમ સાથે આવે છે.

4.

4.

બેંક એફડીમાં મોટા ભાગે દર ત્રણ મહિને વ્યાજ ઉમેરવામાં આવે છે. આ અંગે બેંકમાં તપાસ કરવી જોઇએ.

5.

5.

બેંક ફિક્સ્ડ ડિપોઝિટમાં એક જોખમ એ છે કે તેમાં લાંબા સમય સુધી નાણા બંધાયેલા રહે છે. જોઆપની રકમ લાંબા ગાળા સુધી લોક કરવામાં આવી હોય અને વ્યાજ દર વધે તો લાભ મળી શકતો નથી. ઉપરાંત પ્રિ મેચ્યોર વિડ્રોઅલ પર ચાર્જ પણ ચૂકવવો પડે છે.

6.

6.

બેંક એફડી પર મળતું વાર્ષિક રૂપિયા 10,000 સુધીનું વ્યાજ કરમુક્ત છે. ત્યાર બાદ વ્યાજની રકમ કરપાત્ર બને છે.

7.

7.

જો આપ ટેક્સ બચાવવા માંગતા હોવ તો બેરોજગાર સ્પાઉસના નામે એફડી કરાવી શકો છો.

English summary
7 Must Know Facts About Bank Fixed Deposits.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X