For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : ભારતમાં કલમ 80C ઉપરાંત મળતા ટેક્સ બેનિફિટ

|
Google Oneindia Gujarati News

જો આપ વિચારતા હોવ કે સામાન્ય લાઇફ ઇન્શ્યોરન્સ પ્રિમિયમ, PPF અને અન્ય સાધનો આવક વેરા કાયદાની કલમ 80C હેઠળ કર બચત કરે છે. સામાન્ય લોકો એમ માને છે કે ભારતમાં આટલા જ સાધનો દ્વારા કરબચત કરી શકાય છે. વાસ્તવમાં ભારતમાં આ ઉપરાંતના પણ કરબચત સાધનો છે. અહીં અમે એવા ઉપયોગી ટેક્સ બેનિફિટ સાધનોની વાત કરવાના છીએ...

હેલ્થ ઇન્શ્યોરન્સ માટે ટેક્સ બેનિફિટ

હેલ્થ ઇન્શ્યોરન્સ માટે ટેક્સ બેનિફિટ


જો આપ આપના માટે, આપના સ્પાઉસ માટે, માતા પિતા માટે કે બાળકો માટેની હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીનું પ્રિમિયમ ચૂકવતા હોવ તો આ રકમ ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 80 D હેઠળ કરમુક્તિ મળે છે. આપ આપના અને આપના કુટુંબ માટે કુલ 15,000 રૂપિયા ક્લેમ કરી શકો છો. સિનિયર સિટીઝન માટે આ મર્યાદા રૂપિયા 20,000 છે.

શિક્ષણ લોનમાં ટેક્સ બેનિફિટ

શિક્ષણ લોનમાં ટેક્સ બેનિફિટ


શિક્ષણ લોનનું જે પણ વ્યાજ ચૂકવવામાં આવે છે તેના પર કરલાભ મળે છે. તેમાં કોઇ પ્રકારની મર્યાદા રહેતી નથી. તે સંપૂર્ણ રીતે કલમ 80ઇ હેઠળ બાદ મળે છે. આ લાભ માત્ર વ્યક્તિગત રીતે મળે છે.

દાનની રકમથી ટેક્સ બેનિફિટ

દાનની રકમથી ટેક્સ બેનિફિટ


આવક વેરાની કલમ 80જી હેઠળ દાન આપેલી રકમ ઉપર પણ કરલાભ મળે છે. જો કે આ માટે આપે જે સંસ્થામાંથી રકમ દાનમાં આપી હોય તેની પાસેથી કરછૂટનું સર્ટિફિકેટ મળવું જરૂરી છે. આ માટે આપે પાન નંબર આપવો જરૂરી છે.

એચઆરએના બદલામાં કર લાભ

એચઆરએના બદલામાં કર લાભ


જો આપને એચઆરએ મળતું ના હોય તો કલમ 80જીજી હેઠળ કર લાભનો દાવો માંડી શકાય છે. ઘણા ઓછા લોકોને આ કરલાભ અંગે માહિતી હોય છે. આ માટે જરૂરી છે કે આ લાભ લેવા માટે વ્યક્તિનું પોતાનું મકાન હોવું જોઇએ નહીં.

રાજકીય પાર્ટીઓના દાન સામે કર લાભ

રાજકીય પાર્ટીઓના દાન સામે કર લાભ


જો આપ રાજકીય પાર્ટીઓને દાન આપી રહ્યા હોવ તો કલમ 80જીજીસી હેઠળ કર છૂટ મળે છે. હવે જ્યારે પણ આપ આવું દાન કરો ત્યારે કર લાભ લેવાનું ચૂકશો નહીં.

કલમ 80U હેઠળના કરલાભ

કલમ 80U હેઠળના કરલાભ


જો કોઇ પણ ભારતીય શારિરીક અક્ષમતા ધરાવતા હોય, જેમ કે અંધ હોય, બધિર હોય, માનસિક અસ્થિર હોય તો તેઓ કરલાભનો દાવો કરી શકે છે. જો કે આ સ્થિતિ 40 ટકાથી વધારે હોવી જરૂરી છે. તેમના કુલ ખર્ચમાંથી રૂપિયા 50,000 ફ્લેટ કરલાભ મળે છે.

કલમ 80સીસીજી

કલમ 80સીસીજી


જો આપની આવક રૂપિયા 10 લાખથી ઓછી હોય અને આપે રાજીવ ગાંધી ઇક્વિટી સેવિંગ સ્કીમમાં રોકાણ કર્યું હોય તો પ્રથમવાર રોકાણ કરનારને રૂપિયા 50,000નો કરલાભ મળે છે.

English summary
7 Tax Benefits That You Get In India Apart From Sec 80C.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X