For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં પ્રોપર્ટી ખરીદતા પહેલા આ 8 દસ્તાવેજો અવશ્ય ચેક કરો

|
Google Oneindia Gujarati News

ભારતમાં પ્રોપર્ટી ખરીદવાનું સહેલું નથી. કારણ કે પ્રોપર્ટીના દસ્તાવેજોમાં જો ચૂક રહી જાય તો આપણા પૈસા પાણીમાં જઇ શકે છે. આ કારણે ભારતમાં પ્રોપર્ટી ખરીદતા પહેલા જે દસ્તાવેજો ધ્યાનપૂર્વક ચેક કરવા જોઇએ, તેની માહિતી અહીં આપી છે...

પ્રોપર્ટીના રેકોર્ડ

પ્રોપર્ટીના રેકોર્ડ


કોઇ પણ જુની પ્રોપર્ટી હોય તો શક્ય છે કે તેનું વેચાણ અનેકવાર થયું હશે. જેના કારણે તેના માલિકો બદલાયા હશે. આ માટે આપ જ્યારે પ્રોપર્ટી ખરીદતા હોવ ત્યારે પ્રોપર્ટી રેકોર્ડ ચેક કરવો જોઇએ. જેમાં તેનો મુખ્ય દસ્તાવેજ એટલે કે મધર ડીડમાં જમીન કોની માલિકીની હતી, પહેલું એપાર્ટમેન્ટ કોના નામે હતુંથી લઇને વર્તમાન દિવસ સુધીની વિગતો હશે.

પ્લાનની મંજુરી

પ્લાનની મંજુરી


આપ કોઇ એપાર્ટમેન્ટ ખરીદવા જઇ રહ્યા છો, ત્યારે અવશ્ય ચેક કરો કે તેને ચોક્કસ સત્તામંડળ તરફથી મંજુરી મળી છે કે નહીં. કોઇપણ મહાનગર પાલિકા પ્લાનને મંજુરી આપે છે.

NOC ક્લીયરન્સ

NOC ક્લીયરન્સ


જો આપ રિસેલ પ્રોપર્ટી ખરીદી રહ્યા હોવ તો આપે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ ચકાસવું જરૂરી છે. કારણ કે એકથી વધારે માલિકી ધરાવતી પ્રોપર્ટીમાં ક્યારેક વાંધો ઉભો થઇ શકે છે.

પ્રોપર્ટીમાં બાકી લેણા નથી

પ્રોપર્ટીમાં બાકી લેણા નથી


આપને પ્રોપર્ટી રજિસ્ટ્રારની ઓફિસમાંથી ડોક્યુમેન્ટ્સ મળશે. તેમાં આપ જાણી શકશો કે તેના વર્તમાન માલિક કોણ છે અને તેના પર કોઇ પ્રકારના બાકી લેણા છે કે નથી.

નામના દસ્તાવેજો

નામના દસ્તાવેજો


આપ જેની પાસેથી મિલકત ખરીદી રહ્યા છો, મિલકત તેના જ નામે છે એ ખાસ ચેક કરી લેવું જોઇએ.

કર ચૂકવણી

કર ચૂકવણી


આપ જે પ્રોપર્ટી ખરીદી રહ્યા છો તેના તમામ કરની ચૂકવણી થઇ ગઇ છે. કોઇ પ્રકારનો કર ચૂકવવાનો બાકી રહ્યો નથી તે ખાસ જોઇ લેવું. આમ નહીં થયું હોય તો બાકી રહેલો કર આપે ચૂકવવો પડી શકે છે.

સોસાયટી NOC

સોસાયટી NOC


જો આપ કોઇ સોસાયટીમાં મકાન ખરીદી રહ્યા હોવ તો સોસાયટીને તેમાં કોઇ વાંધો નથી તે બાબતનું સર્ટિફિકેટ લેવું જરૂરી છે.

સારો વકીલ રોકો

સારો વકીલ રોકો


ઘણીવાર પ્રોપર્ટીના કામકાજમાં સારો વકીલ રોકવો ફાયદાકારક બની રહે છે. જે આપને ટાઇટલ ડીડ અને મધર ડીડને વ્યવસ્થિત રીતે ચેક કરી આપે છે.

English summary
8 documents you must check before buying property in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X