અંગૂઠો બતાવીને તમે કરી શકો છો પેમેન્ટ, જાણો Aadhaar Pay વિષે

તમે કોઇ સામાન્ય ખરીદી પછી ખાલી તમારો આધાર નંબર અને ફિંગરપ્રિન્ટ આપી કરી શકો છો બિલની ચૂકવણી. આધાર પે સાથે જોડાયેલી 6 વાતો.

Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના નાગપુરથી આધાર પે સુવિધા લોન્ચ કરી છે. આ સુવિધાથી હવે તમે ખાલી અંગૂઠો બતાવીને કોઇ પણ પ્રકારના બિલની ચૂકવણી કરી શકો છો. આ યોજનાને આજે નાગપુરના ડિઝીમેળા ખાતે લોન્ચ કરવામાં આવી હતી. તો જો તમેમ પણ આધાર પે શું છે તે જાણવા ઇચ્છો છો તો વાંચો આ આર્ટીકલ વિગતવાર. જેમાં અમે આ અંગે તમામ મહત્વની વાતો જણાવીશું.

અંગૂઠાની છાપ!

આધાર પે વ્યવસ્થા હેઠળ પેમેન્ટ એટલે કે ચૂકવણી કરવા માટે તમારે ખાલી અંગૂઠો બતાવવો પડશે. તમે કોઇ પણ સામાનની ખરીદી ખાલી તમારા આધાર કાર્ડને બતાવી અને પોતાના અંગૂઠાની ફિંગરપ્રિન્ટ આપીને કરાવી શકો છો. જે બાદ તમારી ખરીદેલી વસ્તુની ચૂકવણી તમારા બેંક એકાઉન્ટમાંથી થઇ જશે. તમે જેમ ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ આપી ચૂકવણી કરતા હતા તેના બદલે આધારકાર્ડ આપી અને ફિંગર પ્રિન્ટ દ્વારા ચૂકવણી કરવી પડશે.

સર્વિસ ચાર્જ નહીં

એક તરફ જ્યાં કાર્ડથી ચૂકવણી કરવા માટે તમારે સર્વિસ ચાર્જ આપવો પડતો હતો. ત્યાં જ બીજી તરફ તમે આધાર પેનો ઉપયોગ કરીને પૈસાની ચૂકવણી કરશો તો તમારા પર કોઇ પણ પ્રકારનો સર્વિસ ચાર્જ નહીં લગાવવામાં આવે. જે આ યોજનાની સૌથી સારી વાત છે.

ઇન્ટરનેટ જરૂરી નથી

બીજી સારી વાત છે કે આ ચૂકવણી માટે ઇન્ટરનેટ જરૂરી નથી. તમારો બાયોમેટ્રિક ડેટા વાંચવા માટે દુકાનદાર પાસે ખાલી એક બાયોમેટ્રિક ડિવાઇઝ હોવું જરૂરી છે. જેમાં તમે અંગૂઠો મૂકતા જ તમારા બાયોમેટ્રિક ડેટાથી જાતે જ ચૂકવણી થઇ જશે. ઇન્ટરનેટ વગર.

બેંક કરશે ચૂકવણી

જ્યારે તમે આધારકાર્ડ અને પોતાનો અંગૂઠો બાયોમેટ્રિક પર મૂકશો ત્યારે આધાર સાથે સંલગ્ન તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા કપાઇ જશે. અને આ રીતે તમારા પૈસાની ચૂકવણી થઇ જશે. નોંધનીય છે કે આ યોજના અમલમાં આવે તે માટે પહેલાથી જ સરકારે તમામ બેંકોને આધાર કાર્ડ સાથે જોડવાનું કહી દીધું છે.

ડેબિટ કાર્ડવાળાને જ ફાયદો

જો કે સરકારની આ નવી વ્યવસ્થાથી ખાલી ડેબિટ કાર્ડ વાળાને જ ફાયદો થશે. ક્રેડિટ કાર્ડ વાળા આ વાતનો ફાયદો નહીં ઉઠાવી શકે. નોંધનીય છે કે ડેબિટ કાર્ડમાં પૈસા કપાય છે માટે આ સુવિધા તેમના માટે છે જ્યારે ક્રેડિટ કાર્ડમાં પૈસા કપાતા નથી. માટે આ સુવિધા ખાલી ડેબિટ કાર્ડ માટે જ ફાયદાકારક નથી.

2 ઇંચનું ડિવાઇઝ

વળી આ વ્યવસ્થાને લાગુ કરવા માટે જે બાયોમેટ્રિક મશીનની જરૂરિયાત છે. તે અંગે જણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ માટે જે ડિવાઇઝ બનાવવામાં આવ્યું છે તે ખાલી બે ઇંચનું જ છે. અને વધુમાં આ ડિવાઇનના મેન્ટેઇન કરવા માટે પણ કોઇ ભારે મહેનત કરવાની જરૂર નથી. ખૂબ જ સરળતાથી આ ડિવાઇઝ કોઇ પણ વ્યક્તિ કરી શકશે.

English summary
Main points about the Aadhaar pay launched by Narendra Modi news Gujarati.
Please Wait while comments are loading...