For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એર ઇન્ડિયાને મળ્યું વૈશ્વિક વિમાન સંગઠન સ્ટાર એલાયન્સમાં સભ્યપદ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 જૂન: થોડા સમય પહેલા એર ઇન્ડિયાના કર્મચારીયો પર બેજવાબદારીપૂર્વક કાર્યવાહી કરવાના સમાચાર આવ્યા હતા. હવે એવા સમાચાર છે કે આ ગ્રૂપ હવે ઝડપથી સ્પર્ધાત્મક દૌરમાં આગળ વધવાની દિશમાં છે. એર ઇન્ડિયા વૈશ્વિક વિમાન કંપનીઓના સંગઠન સ્ટાર એલાયન્સનો ભાગ બની ગઇ છે.

આના દ્વારા વિમાન કંપનીના યાત્રિયોને 1300થી વધારે સ્થળો સુધી સીધી યાત્રા કરવાની તક મળશે. સાત વર્ષની લાંબી ઇંતેજારી બાદ સ્ટાર એલાયન્સના મુખ્ય કાર્યકારી બોર્ડે લંડનમાં પોતાની બેઠક બાદ એર ઇન્ડિયાને આ સમૂહમાં સામેલ કરવાનું સમર્થમ કર્યું.

નાગર વિમાનન મંત્રી અશોક ગજપતિ રાજૂએ જણાવ્યું કે 'અમે એ કહેતા ખૂબ જ ખુશી થઇ રહી છે કે એર ઇન્ડિયા સ્ટાર એરલાઇન્સનો એક ભાગ બની ગઇ છે. તે વિશ્વના સૌથી મોટા સંગઠનોમાંનું એક છે.' તેમણે જણાવ્યું કે આ સંગઠન સાથે જોડાયા પછી એર ઇન્ડિયાની આવકમાં 4-5 ટકાનો વધારો થઇ શકે છે. આની સાથે જ એરઇન્ડિયા આ વૈશ્વિક સંગઠન સાથે જોડાનાર દેશની પહેલી અને સૌથી મોટી વિમાન કંપની બની ગઇ છે.

આ પહલથી એર ઇન્ડિયાના યાત્રીઓની પહોંચ એલાયન્સના 195 દેશોમાં 1328 હવાઇ મથકો પર 21980થી વધારે ઉડાનોના વૈશ્વિક નેટવર્ક સુધી પહોંચશે. સ્ટાર એલાયન્સની સભ્ય વિમાન કંપનીઓની પાસે કુલ 4338 વિમાન છે અને વર્ષે 64 કરોડથી વધારે મુસાફરો મુસાફરી કરે છે અને તેમાંથી આ સંગઠનના સંપૂર્ણ નેટવર્કમાં યાત્રા કરી શકે છે.

આ સભ્યપદથી વિમાન કંપનીના યાત્રીઓને ઘણા બધા લાભ થશે જેમાં પહેલા વર્ષે જ ભારત - અમેરિકા માર્ગ પર એર ઇન્ડિયાની ભાગીદાવી વધીને 20 ટકા થઇ જશે, જે હાલમાં માત્ર 13 ટકા છે.

English summary
Air India is shaking hands with Star Alliance bring Modi Obama nearer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X