For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એરટેલ VS જીયો: તારું 4જી, મારા 4 જીથી ફાસ્ટ છે?

|
Google Oneindia Gujarati News

દુનિયાના સૌથી સસ્તા મોબાઇલ ડેટા સર્વિસને આપવાનો દાવો કરતી રિલાયન્સ જીઓએ હવે એરટેલની ખુલ્લી પડકાર ફેંક્યો છે. એરટેલે દાવો કર્યો છે કે રિલાયન્સ જીઓ જે 4જીની સ્પીડ આપી રહી છે તે એરટેલની 4જી સ્પીડથી ખુબ જ ઓછી છે.

વાંચો રિલાયન્સ જીયો 15 ખાસ વાતો જે વાંચો રિલાયન્સ જીયો 15 ખાસ વાતો જે "તમારા કામની છે"

રિલાયન્સ પાસે તે ટેકનોલોજી જ નથી જે એરટેલને પછાડી શકે.
ત્યારે આજે અમે તમારી માટે એરટેલ વર્સિસ જીઓની વિષે કેટલીક તુલનાત્મક માહિતી લાવ્યા છીએ. તો વાંચો અહીં અને જાણો કોણ છે કોનાથી આગળ અને કોણ છે કોનાથી પાછળ....

એરટેલ VS જીયો

એરટેલ VS જીયો

નોંધનીય છે કે જીઓના લોન્ચ પહેલા જ તમામ મોટી કંપનીઓ જેમ કે એરટેલ અને આઇડિયાએ તેમના ડેટા પેક્સના ભાવમાં 80 ટકાની જેટલી કપાત કરી હતી.

એરટેલ

એરટેલ

રિલાયન્સ જીઓએ ગુરુવારે જિયો સર્વિસ લોન્ચ કરી 5 સપ્ટેમ્બરથી 31મી ડિસેમ્બર 2016 સુધી તમામ સર્વિસ મફતમાં આપવાની વાત કરી છે. તો એરટેલે પણ છાપામાં જાહેરાત પાડી પોતાની સ્પીડ દેશમાં સૌથી સારી હોવાનો દાવો કર્યો છે.

એરટેલનો દાવો

એરટેલનો દાવો

એરટેલનો દાવો છે કે તેની પાસે 2300 મેગાહર્ટઝની સ્પીડ છે. અને 1800 મેગાહર્ટઝની બેંડવિથ કેપેસિટી છે જે કોઇ પણ અન્ય કંપની પાસે નથી.

સૌથી ફાસ્ટ

સૌથી ફાસ્ટ

એરટેલનો દાવો છે કે તે દેશની સૌથી એડવાન્સ 4જી સર્વિસ આપી રહ્યો છે. એરટેલ પોતાનું પહેલું 4જી નેટવર્ક કેરલામાં ફેબ્રુઆરી 2016માં શરૂ કર્યું હતું. એરટેલનો દાવો છે કે તેની કરિયર એગ્રેશનની ટેકનોલોજી કોઇ પણ પાસે નથી રિલાયન્સ જીઓ પાસે પણ નહીં.

135 MBPSની સ્પીડ

135 MBPSની સ્પીડ

એરટેલનો દાવો છે કે મુંબઇ અને કેરળમાં LTE-4ની સર્વિસ આપે છે. જેમાં 1800 થી લઇને 2300 મેગાટર્ઝ સુધીને બેંડમાં 135 MBPSની સ્પીડ આપે છે. જે સૌથી ફાસ્ટ છે.

80-90 MBPS સ્પીડ

80-90 MBPS સ્પીડ

ત્યાં જ રિલાયન્સ જીઓની સ્પીડ 80 થી 90 એમબીપીએસની માનવામાં આવી રહી છે.

ગ્રાહકોને ફાયદો

ગ્રાહકોને ફાયદો

જો કે ગુરુવારે રિલાયન્સ જીઓની જાહેરાત બાદ તેણે અનેક આકર્ષક ઓફરો ગ્રાહકો સામે મૂકી છે. અને તેની અનેક સેવાઓ 31મી ડિસેમ્બર સુધી મફત છે. જે જોતા કંપનીઓની આ લડાઇમાં ગ્રાહકોને ફાયદો ચોક્કસથી થવાનો છે.

જીયોની આકર્ષક ઓફર્સ

જીયોની આકર્ષક ઓફર્સ

રિલાયન્સ જીઓ 4 મહિના સુધી ફ્રી સર્વિસ સિવાય 50 રૂપિયામાં 1 જીબી 4જી ડેટા, વિદ્યાર્થીઓ માટે ડેટા પેકામાં 25 ટકા ડિસ્કાઉન્ટ, રોમિંગ સર્વિસ ફ્રી, ફ્રી વોઇસ કોલ, અનલિમિટેડ 4જી નાઇટ ડેટા પેક જેવી તમામ આકર્ષક સ્કીમ આપી છે.

45 મિનિટમાં 13,870 રૂપિયા ડૂબ્યા

45 મિનિટમાં 13,870 રૂપિયા ડૂબ્યા

જો કે મુકેશ અંબાણીએ ગુરુવારે જ્યારે ભાષણ શરૂ કર્યું ત્યારે જ ભારતીય એરટેલ અને આઇડિયાના શેર પડવા લાગ્યા હતા. આ દરમિયાન ભારતીય એરટેલની માર્કેટ કેપ 11,025 કરોડ રૂપિયા ઓછી થઇ તો આઇડિયા સેલુલરની માર્કેટ કેપ 2845 કરોડ રૂપિયા પડી. આમ 45 મિનિટમાં જ બન્ને કંપનીઓના કુલ 13,870 કરોડ રૂપિયાનું નુક્શાન થયું.

English summary
Airtel said that it has deployed technology known as "carrier aggregation", peak download speeds of as much as 135 mbps, which is faster than what users get on a normal 4G network.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X