For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એરટેલ, વોડાફોને કોલ રેટ્સ વધાર્યા, ડિસ્કાઉન્ટ ઘટાડ્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 14 એપ્રિલ : દેશની અગ્રણી ટેલિકોમ કંપનીઓએ ડિસ્કાઉન્ટ ઘટાડીને કોલિંગ રેટમાં વધારો કર્યો છે. આ દ્વારા કંપનીઓએ ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં આવનારા સમયમાં ભાવ વધારાની તૈયારીઓ કરી લીધી છે. ટેલિકોમ કંપનીઓએ તેમના કોલ પેક અને વાઉચર વેલિડિટી ઓછી કરી દીધી છે. આ સાથે એરટેલે ઇન્ટરનેશલ પેક મોંઘા કર્યા છે.

એરટેલે 125 રૂપિયાના ઇન્ટરનેટ પેકની વેલેડિટી 28 દિવસમાંથી ઘટાડીને 21 દિવસ કરી દીધી છે. આ જ રીતે હવે 1 જીબી ઇન્ટરનેટ ડેટા માટે 30 દિવસની વેલેડિટી પર 170 રૂપિયા ચૂકવવા પડશે.

vodafone-store

એરટેલે પોતાના 46 રૂપિયાના વાઉચરમાંથી મળનાર ફાયદાને પણ મોંઘો કરી દીધો છે. અગાઉ આ વાઉચરમાંથી રિચાર્જ કર્યા બાદ એસટીડી અને લોકલ કોલ દરો ઘટાડીને 45 પૈસા પ્રતિ મિનિટના દરે થતા હતા, પરંતુ હવે આ વાઉચરથી લોકલ અને એસટીડી કોલ દરો 5 પૈસા વધુ એટલે કે 50 પૈસા પ્રતિ મિનિટના હશે.

આજ રીતે 38 રૂપિયાના રિચાર્જ વાઉચરમાંથી મળનાર ફાયદાને યથાવતા રાખતા તેની કિંમતને વધુ વધારી દીધી છે. એક રિટલેરના મતે 38 રૂપિયાથી રિચાર્જ કર્યા બદા એસટીડી કોલ રેટ ઘટીને 40 પૈસા પ્રતિ મિનિટ થઇ જતા હતા. પરંતુ હવે તેના માટે ગ્રાહકને 48 રૂપિયાની ચૂકવણી કરવી પડશે.

જાણીતી ટેલિકોમ કંપની વોડાફોને પણ પ્રમોશનલ પેકની વેલિડિટી 30 દિવસથી ઘટાડીને 24 દિવસ કરી દીધી છે. વોડાફોન ઇન્ડિયાના એક પ્રવક્તાએ કહ્યું કે કોઇપણ બેસ ટેરિફમાં કોઇપણ પ્રકારનો કોઇ ફેરફાર કરાયો નથી. પરંતુ તેમનું કહેવું હતું કે પ્રમોશનલ પેક સમય સમય પર બદલાતા રહે છે.

આઇડિયાએ પણ પોતાના કેટલાંક વાઉચર્સની વેલિડિટીમાં ફેરફાર કરતાં તેની વેલેડિટીને 30 દિવસથી ઘટાડીને 24 દિવસ કરી દીધા છે.

English summary
Leading telecom majors Bharti Airtel and Vodafone India have increased call rates by scaling down discount offers, setting the stage for the next round of tariff hikes in the industry.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X