For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમારા કામની ખબરઃ રોકડ લેવડ-દેવડ પર બેંકો વસુલ કરશે ચાર્જ

બુધવારે પ્રાઇવેટ બેંકે કહ્યું કે, પૈસા જમા-ઉપાડની કામગીરી માટે મહિનામાં ચાર ફ્રી ટ્રાન્ઝેક્શન બાદ ઓછામાં ઓછી રૂ.150ની ફી વસૂલવામાં આવશે.

By Shachi
|
Google Oneindia Gujarati News

બુધવારે પ્રાઇવેટ બેંકે કહ્યું કે, પૈસા જમા-ઉપાડની કામગીરી માટે મહિનામાં ચાર ફ્રી ટ્રાન્ઝેક્શન બાદ ઓછામાં ઓછી રૂ.150ની ફી વસૂલવામાં આવશે. 8 નવેમ્બર, 2016ના રોજ નોટબંધી લાગુ થયા બાદ આ ચાર્જ વસૂલ કરવો કે નહીં એ અંગે દુવિધા હોવાથી આ નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો.

transaction

એચડીએફસી, આઇસીઆઇસીઆઇ અને એક્સિસ બેંક જેવી બેંકો રોકડની લેણદેણમાં ઘટાડો થાય એ માટે આ નિર્ણ તરફ આગળ વધવાનું વિચારી રહ્યાં છે. આ ફી દર હજાર રૂપિયાની લેવડ-દેવડ પર રૂ. 5 અથવા તો એક ટ્રાન્ઝેક્શન દીઠ રૂ.150, આ બેમાંથી જે ઓછું હોય તે વસૂલવામાં આવશે.

જો કે, કોઇ બેંકે એ અંગે સ્પષ્ટતા નથી કરી કે એટીએમ થકી કરવામાં આવતી રોક ઉપાડ પર આ ફી ચાર્જ કરવામાં આવશે કે નહીં. આ ચાર્જ હોમ બ્રાન્ચ સિવાયની બ્રાન્ચમાંથી રોકડની લેવડ-દેવડ પર લાગુ કરવામાં આવશે. વધુમાં હોમ બ્રાન્ચની વ્યાખ્યા અંગે પણ અનેક મુંઝવણો છે. આઇસીઆઇસી અનુસાર હોમ બ્રાન્ચ એટલે ગ્રાહકનું જે શહેરમાં એકાઉન્ટ હોય એ શહેરની બ્રાન્ચ તે ગ્રાહકની હોમ બ્રાન્ચ કહેવાશે. એચડીએફસી અનુસાર જે બ્રાન્ચમાં ગ્રાહકે પોતાનું એકાઉન્ટ ખોલાવ્યું હોય તે જ ગ્રાહકની હોમ બ્રાન્ચ કહેવાશે.

એક મહિનામાં 5મા ટ્રાન્ઝેક્શનથી જ આ ચાર્જ વસુલવામાં આવશે. આ ચાર્જ બેઝિક સેવિંગ એકાઉન્ટ અને સેલેરી એકાઉન્ટના ખાતાધારકો પર લાગુ કરવામાં આવશે. જો કે, પ્રિવિલેજ્ડ કસ્ટમર્સને આ ચાર્જમાંથી બાકાત કરવામાં આવે એવી શક્યતા છે.

English summary
Private banks said on Wednesday that they would charge a minimum fee of Rs 150 on cash deposits and withdrawals after four free transactions in a month.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X