For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો ક્રેડિટ કાર્ડને હેક થવાથી કેવી રીતે બચાવશે આ એપ

|
Google Oneindia Gujarati News

બેંગલોર, 26 એપ્રિલ: બે ભારતીય અમેરિકન તરફથી સંચાલિત સેન જોસ સ્થિત એક સ્ટાર્ટઅપ ઓનડોટ તરફથી એક એવી એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે જે આપના ક્રેડિટ કાર્ડને હેક થતા બચાવશે. આ એપનું નામ છે કાર્ડકંટ્રોલ અને આ બિલ્કુલ કોઇ રિમોટ કંટ્રોલની જેમ જ કામ કરશે. માત્ર ક્રેડિટ કાર્ડ જ નહીં પરંતુ આ એપ ડેબિટ કાર્ડ અને પ્રીપેડ કાર્ડને પણ પ્રોટેક્ટ કરશે.

આજના સમયમાં જ્યારે ક્રેડિટ અને ડેબિટ કાર્ડ જેવા પ્લાસ્ટિક મનીના હેક હોવાની સાથે જ તેના દુરુપયોગની વાતો ખૂબ જ સામાન્ય થઇ ગઇ છે, આ એપ ચોક્કસપણે લોકોને થોડી રાહત આપી શકે છે.

credit card
આ એપ માટે કોઇપણ પ્રકારના એક્સટર્નલ હાર્ડવેર અથવા કોઇ સ્પેશિયલ ક્રેડિટ કાર્ડની બિલકૂલ પણ જરૂરીયાત નથી ઓનડોટની સીઇઓ રચના અહલાવતએ આ એપ અંગે જણાવ્યું કે એપને સીધા બેંક અને ક્રેડિટ કાર્ડ પ્રોસેસ કંપનીયોને વેચવામાં આવશે જે પોતાના ગ્રાહકોને એક વિશેષ સર્વિસ તરીતે તેને ઓફર કરશે.

રચના અનુસાર ઓનડોટ બેંકો અને પ્રોસેર્સથી પ્રતિ યૂઝરના હિસાબે લાયસન્સિંગ ફીસ લેવામાં આવશે. જ્યારે કંપનીના ફાઉંડર વાડૂવૂર ભારઘવને જણાવ્યું કે આ એપને બેંક અથવા પ્રોસેસિંગ કંપનીઓને વેચવાનો નિર્ણય એક સાવધાની પૂર્વક લેવામાં આવેલો નિર્ણય છે.

ભારધવને જણાવ્યું કે બેંકોને સુવિધા અંતર્ગત આ એપની રજૂઆત કરવી પડશે. ઓનડોટએ ચાર મોટી ક્રેડિટ કાર્ડ પ્રોસેસિંગ કંપનીઓની સાથે ડીલ સાઇન કરી છે.

English summary
App to protect your credit card from hacking.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X