For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેંક ઓફ બરોડાએ આપી ગ્રાહકોને ભેટ, વ્યાજદરો ઘટાડ્યા

બેંક ઓફ બરોડાએ લોન 0.2% સુધી સસ્તી કરી દીધી છે. પહેલા આ દર 9.25% હતો જે ઘટાડીને 9.05% કરવામાં આવશે...

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

ભારતીય રિઝર્વ બેંકની ત્રિમાસિક નાણાકીય સમીક્ષા પહેલા જ બેંક ઓફ બરોડાએ પોતાના કરોડો ગ્રાહકોને એક શાનદાર ભેટ આપી છે. બેંક ઓફ બરોડાએ મંગળવારે આ બાબતે ઘોષણા કરી છે. બેંક ઓફ બરોડાએ પોતાની બધી લોન સસ્તી કરી દીધી છે.

bob

બેંક ઓફ બરોડાએ પોતાની લોન 0.2% સસ્તી કરી દીધી છે. પહેલા આ દર 9.25% હતી જે ઘટાડીને 9.05% કરવામાં આવશે. બેંક ઓફ બરોડાએ પોતાના એક વર્ષનો માર્જિનલ કોસ્ટ ઓફ લેંડિંગ રેટ્સ (એમસીએલઆર) 20 બેસિસ અંક ઘટાડીને 9.05% નક્કી કર્યો છે.

બેંક ઓફ બરોડાએ હવે વ્યાજદરો છ મહિના સુધીની લોન માટે 9%, એકથી ત્રણ વર્ષ સુધીની લોન માટે 9.05% અને પાંચ વર્ષ સુધીની લોન માટે 9.25% કરી દીધા છે. બેંકોમાં નવા વ્યાજ દર 7 ડિસ્મ્બરથી લાગૂ થશે. તમને જણાવી દઇએ કે આ સ્કીમનો ફાયદો હાલમાં માત્ર નવા ગ્રાહકોને જ મળશે.

English summary
bank of baroda reduce mclr 0.2 percent
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X