For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભૂલથી પણ બેંકના આ મેસેજને ના કરતા ઇગ્નોર, ફ્રીઝ થશે એકાઉન્ટ

જો તમારી પાસે બેંકનો આ મેસેજ આવી રહ્યો છે તો તેને ઇગ્નોર ન કરતા. આમ કરવાથી તમારું એકાઉન્ટ ફ્રીઝ થઇ શકે છે.

|
Google Oneindia Gujarati News

જો તમારી પાસે બેંકનો કોઇ સંદેશ કે ઇમેલ આવે છે તો તેને તમે ઇગ્નોર ના કરતા નહીં તો તમારી મુશ્કેલી વધી શકે છે. અને તમારું એકાઉન્ટ ફ્રીઝ થઇ શકે છે. એસબીઆઇ સમેત દેશની અનેક બેંક પોતાના કસ્ટમર્સને મેસેજ એલર્ટ મોકલી રહી છે. આ એસએમએસ દ્વારા તે તમારા એકાઉન્ટની એક્ટીવેશન, કેવાયસી અપડેટ અને એટીએમ કાર્ડ સંબંધી મેસેજ મોકલી રહી છે. ત્યારે જો તમારા મોબાઇલ પર પણ આવો કોઇ મેસેજ આવી રહ્યો છે તો તેને ઇગ્નોર કરવાના બદલે બેંકમાં જઇને આ અંગે જાણકારી મેળવો.

સંદેશ

સંદેશ

બેંકિગ સેક્ટરમાં અનેક મહત્વના બદલાવ આવી રહ્યા છે. ગ્રાહકોને સર્વિસમાં બદલાવને લઇને સંદેશ મોકલવામાં આવી રહ્યા છે. એસબીઆઇ, બેંક ઓફ વડોદરા, બેંક ઓફ ઇન્ડિયા, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ જેવી બેંક તેના કસ્ટમરને ઇમેલ અને SMS દ્વારા આ સંદેશ મોકલી રહી છે. જે દ્વારા તે પોતાના ગ્રાહકોને ચેતવણી આપી રહી છે. અને સાથે જ ગ્રાહકોને એકાઉન્ટ સંબંધી દસ્તાવેજ બેંકમાં જમા કરવાનું કહી રહી છે.

ફ્રીઝ થઇ જશે એકાઉન્ટ

ફ્રીઝ થઇ જશે એકાઉન્ટ

બેંક પોતાના કસ્ટમર્સને એલર્ટ મોકલી રહી છે. જે લોકોએ પોતાના એકાઉન્ટમાં બે વર્ષથી કોઇ ટ્રાંજેક્શન નથી કર્યું અને જેમાંના એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ છે. તેવા એવા એકાઉન્ટને બેંક દ્વારા સંદેશો મોકલવામાં આવી રહ્યા છે. અને તેની ફ્રીઝ પણ કરવામાં આવી શકે છે. બેંકમાં દ્વારા આવા સંદેશોથી તમને નોટિસ મોકલવામાં આવે છે કે જો તમે આમ ના કર્યું તો 15 દિવસમાં તમારું એકાઉન્ટ ફ્રીઝ થઇ જશે.

SBI

SBI

દેશની સૌથી મોટી બેંક એસબીઆઇ પોતાના ગ્રાહકોને આ સંદેશ મોકલી રહી છે. બેંક મુજબ લોકો જો તેમનું જૂનું ડેબિટ કાર્ડ ખરાબ થઇ ગયું હોય તો નવું મેગ્નેટિક ચીપ વાળુ કાર્ડ લઇ તેને રિપ્લેસ કરાવાનું કહી રહી છે. અને તે જૂના ડેબિટ કાર્ડને બ્લોક પણ કરી રહી છે.

કેવાયસી સંબંધિત સંદેશ

કેવાયસી સંબંધિત સંદેશ

બેંક પોતાના કસ્ટમર્સને કેવાઇસી સંબંધી સંદેશ મોકલી રહી છે. જેમાં લોકોને તેને જલ્દી જ અપડેટ કરવાનું કહેવામાં આવ્યું છે. જો તમે પણ અત્યાર સુધી આમ નથી કર્યું તો જલ્દી કેવાયસી ફોર્મ ભરી દો. જેથી તમારું એકાઉન્ટ બંધ થતું અટકી શકે. આ કેવાયસીમાં તમારે તમારું નામ, એડ્રેસ અને રેજિસ્ટ્રેશન પ્રૂફ સમેત આધાર ડિટેલ આપવાની રહેશે.

એકાઉન્ટ ઇંટીગ્રેડ

એકાઉન્ટ ઇંટીગ્રેડ

ઓરિએન્ટલ બેંક ઓફ કામર્સ પોતાના ગ્રાહકોને એકાઉન્ટ ઇંટ્રીગ્રેડ કરવાનો સંદેશો મોકલી રહી છે. આ સંદેશામાં બેંક પોતાના કસ્ટમરને એક થી વધુ એકાઉન્ટથી એક બીજા સાથે જોડવાનું જણાવી રહી છે. આ માટે બેંકમાં જઇને તમારે તમારા એકાઉન્ટની જાણકારી આપવી પડશે. અને તમામ એકાઉન્ટથી તમારી આઇડી મેચ કરીને તમને યુનિક કસ્ટમર આઇડેન્ટિફિકેશન કોડ આપવામાં આવશે.

{promotion-urls}

English summary
Bank Freeze your account if you ignore these Message and email from bank.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X